કોસ્ટલ રોડના સલાહકારનો ખર્ચ વધીને રૂ. ૮૫ કરોડ
મુંબઈ: સમુદ્ર કિનારા માર્ગ (કોસ્ટલ રોડ)ના કામમાં વખતોવખત થયેલો વધારો, આયોજનમાં કરવામાં આવેલા બદલાવ જેવી બાબતો પ્રોજેક્ટ સંભાળનારા માટે માથાનો દુખાવો બની ગઈ છે. પ્રોજેક્ટનું કામ વધી ગયું હોવાથી ક્ધસલ્ટન્ટ ફીમાં પણ ધરખમ વધારો થયો છે. ૨૦૧૭થી ૨૦૨૩ના છ વર્ષમાં આ શુલ્કમાં ૫૦ કરોડ રૂપિયાનો વધારો થવાથી ક્ધસલ્ટન્ટોને તો ચાંદી થઈ છે અને ૩૫ કરોડના પ્રોજેક્ટનો ખર્ચ વધી ૮૫ કરોડ પર પહોંચી ગયો છે.
મરીન ડ્રાઈવથી વરલી સુધીના આશરે ૧૦ કિલોમીટરના માર્ગનું કામ ચાલી રહ્યું છે. પ્રકલ્પનું ૭૮.૮૪ ટકા કામ પૂરું થયું છે અને ૨૦૨૪ સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો અંદાજ છે. ૨૩ જાન્યુઆરી, ૨૦૧૭થી ૬૮ મહિના માટે ક્ધસલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી હતી. એ સમયે કોન્ટ્રેક્ટ ૩૪ કરોડ ૯૨ લાખ રૂપિયાનો હતો. છેલ્લા છ વર્ષમાં પ્રોજેક્ટના કામમાં અમુક વખતે મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. પાલિકાએ બે થાંભલા વચ્ચે અંતર ૬૦ મીટર નક્કી કર્યું હતું જે ૨૦૦ મીટર કરવાની માંગણી માછીમારોએ કરી હતી. છેવટે ૧૨૦ મીટર પર વિવાદ પૂરો થયો હતો. વખતોવખતના ફેરફારોને કારણે ૩૪ કરોડ ૯૨ લાખ ૩૨ હજાર રૂપિયાનો કોન્ટ્રેક્ટ હવે ૫૦ કરોડ ૭૨ લાખના વધારા સાથે ૮૫ કરોડ ૬૪ લાખ ૩૨ હજારનો થઈ ગયો છે. ઉ