Uncategorized

બંધારણની પ્રતિકૃતિને નુકસાન પહોંચાડવાનો કેસ: મુખ્ય આરોપીની પરભણીમાં આત્મહત્યા

પરભણી: 2024ના બંધારણની પ્રતિકૃતિને નુકસાન પહોંચાડવાના કેસના મુખ્ય આરોપીએ જામીન પર છૂટ્યા બાદ પરભણી જિલ્લાના ગામમાં સોમવારે ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

13 મહિલા જેલમાં રહ્યા બાદ દત્તા પવાર 8 જાન્યુઆરી, 2026ના રોજ જામીન પર છૂટ્યો હતો. દત્તા પરભણી જિલ્લાના મિર્ઝાપુર ગામમાં ગયો હતો, જ્યાં તેના સંબંધીઓ રહે છે. દત્તાએ સોમવારે સવારે ખેતરમાંની રૂમમાં રસ્સીથી ગળાફાંસા ખાધો હતો.

દત્તા સવારે નવ વાગ્યાની આસપાસ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા બાદ તેના સંબંધીએ આની જાણ સ્થાનિક પોલીસને કરી હતી, જેને પગલે પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. દત્તાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો અને બાદમાં તેમના પરિવારજનોને સોંપાયો હતો. દત્તાનો પરિવાર પરભણીમાં રહે છે.

નોંધનીય છે કે રેલવે સ્ટેશન બહાર ડૉ. બી.આર. આંબેડકરની પ્રતિમાની સામે સ્થાપિત બંધારણની પથ્થરની પ્રતિકૃતિને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યા બાદ 11 ડિસેમ્બર, 2024ના રોજ પરભણી શહેરમાં હિંસા ફાટી નીકળી હતી. (પીટીઆઇ)

આપણ વાંચો:  BMC ચૂંટણી: ભાજપના નેતાઓના ‘મુંબઈ’ અને ‘મેયર’ અંગેના નિવેદનોથી રાજકીય ગરમાવો

સંબંધિત લેખો

Back to top button