બુલેટ ટે્રન: બીકેસીમાં અંડરગ્રાઉન્ડ સ્ટેશનના કામનો શુભારંભ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈથી અમદાવાદ વચ્ચેની હાઈ સ્પીડ બુલેટ ટે્રન દોડાવવાના પ્રોજેક્ટના ચક્રો ગતિમાન થયા છે, જે અંતર્ગત મુંબઈમાં બીકેસી (બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ) ખાતે અંડરગ્રાઉન્ડ ટર્મિનસના કામકાજનો શુભારંભ કરવામાં આવ્યો છે.
બીકેસી ખાતે 4.8 હેક્ટરના પ્લોટમાં આ સ્ટેશનનું કામકાજ શ કરવામાં આવ્યું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ)એ ટર્મિનસ બાંધકામ માટે કોન્ટ્રાક્ટની ફાળવણી કરવામાં આવી છે. બીકેસી ખાતે બુલેટ ટે્રનનું ટર્મિનસના નિર્માણ કાર્ય માટે 3,681 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટે્રન પ્રોજેક્ટ માટે મેઘા એન્જિનિયરિગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડ અને હિન્દુસ્તાન ક્નસ્ટ્રક્શન કંપની વચ્ચેના સંયુક્ત સાહસે બાંદ્રા કુર્લા ખાતે બાંધકામનું કામ શરૂ કર્યું છે. અંડરગ્રાઉન્ડ રેલ્વે સ્ટેશન અત્યાર સુધીનું સૌથી મોંઘું સ્ટેશન હશે. બીકેસીમાં અંડરગ્રાઉન્ડ સ્ટેશનનું બાંધકામ પેકેજ વર્ષોથી અટકેલું હતું અને એનએચએસઆરસીએલએ જુલાઈમાં પ્રોજેક્ટ માટે ફરીથી બિડ મગાવી હતી, પરંતુ હવે કોન્ટ્રાક્ટની ફાળવણી કરી હોવાથી હવે આગામી કામગીરીમાં ઝડપ જોવા મળશે.
મુંબઈથી અમદાવાદ વચ્ચેના બુલેટ ટે્રનના પ્રકલ્પમાં સુરતમાં સૌથી મોટી કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં ટે્રક બિછાવવાના કામકાજનો પણ સમાવેશ થાય છે. આ કામ પછી મુંબઈમાં બીકેસી ખાતે અંડરગ્રાઉન્ડ સ્ટેશનનું મહત્ત્વનું કામકાજ હાથ ધરવામાં આવ્યું છે, જે 54 મહિનામાં પાર પાડવામાં આવશે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
બીકેસીમાં નિર્માણ થનારા અંડરગ્રાઉન્ડ ટર્મિનસ ત્રણ લેવલનું હશે, જેમાં પહેલા માળે ટિકિટિગ, રિફ્રેશમેન્ટ તથા બીજા માળે મેટ્રો-ટૂની કનેક્ટિવિટીનું સ્ટેશન તથા ત્રીજા માળે બુલેટ ટે્રનનું ટર્મિનસ હશે.
ગોદરેજ એન્ડ બોયસની અરજી પર 30 દિવસમાં નિર્ણય લો: હાઇ કોર્ટ
મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે સોમવારે મહારાષ્ટ્ર સરકારને ગોદરેજ એન્ડ બોયસ કંપની દ્વારા મુંબઈ-અમદાવાદ બુલેટ ટે્રન પ્રોજેક્ટ માટે ઉપનગરીય વિક્રોલીમાં તેની જમીનના સંપાદન માટે આપવામાં આવેલા વળતરમાં વધારો કરવા માટે દાખલ કરેલી અરજી પર એક મહિનાની અંદર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે. જસ્ટિસ બી. પી. કોલાબાવાલા અને એમએમ સાથેની ડિવિઝન બેન્ચે કંપની દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી.
કંપની અને સરકાર 2019થી બુલેટ ટે્રન પ્રોજેક્ટ માટે મુંબઈના વિક્રોલી વિસ્તારમાં કંપનીની માલિકીની જમીનના સંપાદનને લઈને કાનૂની વિવાદમાં ફસાયેલી છે. ગોદરેજની દલીલ હતી કે શરૂઆતમાં વળતર રૂ. 572 કરોડ નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે અંતિમ નિર્ણય થયો ત્યારે વળતરની રકમ ઘટાડીને રૂ. 264 કરોડ કરવામાં આવી હતી. કંપની હવે વળતરની રકમ વધારીને રૂ. 993 કરોડ કરવા માંગે છે.આ વર્ષે ફેબ્રુઆરીમાં, હાઇ કોર્ટે કંપની દ્વારા અધિગ્રહણની કાર્યવાહીને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. ત્યારબાદ હાઇ કોર્ટે પણ કહ્યું કે તે કંપની માટે તેને આપવામાં આવેલા વળતરમાં વધારો કરવા માટે ખુલ્લું છે.
કંપનીએ હાઈ કોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સર્વોચ્ચ અદાલતે હાઈ કોર્ટના આદેશને સમર્થન આપ્યું હતું, પરંતુ કહ્યું હતું કે વળતર વધારવાનો મુદ્દો છ મહિનાના સમયગાળામાં નક્કી કરવામાં આવશે.ગોદરેજે તેની અરજીમાં જણાવ્યું હતું કે તેણે ફેબ્રુઆરી 2023માં કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટર (જમીન સંપાદન) સમક્ષ અરજી દાખલ કરીને વળતરમાં વધારો કરવા માટે એલએઆરઆર ઓથોરિટીનો સંદર્ભ આપવા વિનંતી કરી હતી. તેમ છતાં કલેકટરે કોઇ કાર્યવાહી કરી ન હતી. (પીટીઆઈ)ઉ