બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે એઆઇ ટૂલ ભારત વિસ્તારની જાહેરાત, જાણો વિગતે

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે તેના બજેટ સંબોધનમાં ખેડૂતોની આવક વધારવાના લક્ષ્યાંકનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ તેની માટે “ભારત -વિસ્તાર” (BHARAT VISTAAR) એઆઇ ટૂલ અંગે જણાવ્યું હતું. તેમણે દરેક ક્ષેત્રમાં ટેકનોલોજી અને એઆઈના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ખેતી ક્ષેત્રમાં પણ એઆઇનો ઉપયોગ કરવામાં આવશે. જે ખેડૂતોને ખેતીની નવી પધ્ધતિઓ વિશે જણાવશે.
કૃષિ ક્ષેત્ર માટે એઆઇ ટૂલ “ભારત વિસ્તાર” ની જાહેરાત
કેન્દ્રીય નાણામંત્રીએ તેમના બજેટ ભાષણ દરમિયાન કૃષિ ક્ષેત્ર માટે એઆઇ ટૂલ “ભારત વિસ્તાર” ની જાહેરાત કરી હતી. જે એઆઈ-આધારિત જાહેર ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે જે કૃષિ ક્ષેત્રને, ખાસ કરીને ખેડૂતો માટે ફાયદારુપ સાબિત થશે. સરકારે આ એઆઈ ટૂલ વિકસાવવાની જાહેરાત કરી છે જેને તે બહુભાષી એઆઈ ટૂલ તરીકે વર્ણવે છે જે ખેડૂતોને તેમની પોતાની ભાષામાં પાક સંબંધિત માહિતી પ્રદાન કરશે.
આપણ વાચો: જેટ 2026માં ખેડૂતોને શું મળ્યું? નિર્મલા સીતારમણે આ જાહેરાત કરી
એઆઈ ચેટબોટ ખેડૂતોને માહિતી પ્રદાન કરશે
કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે લોન્ચ કરવામાં આવનારા એઆઇ ટૂલ “ભારત -વિસ્તાર” દ્વારા સરકારી યોજનાઓ વિશે પણ માહિતી મળશે. આ એઆઈ ટૂલ ખેડૂતોને ખેતી દરમિયાન ઉત્પાદકતા વધારવામાં અને વધુ સારા નિર્ણયો લેવામાં મદદ કરશે, જેનાથી નુકસાનનું જોખમ ઘટશે. આ એઆઈ ચેટબોટ ખેડૂતોને એકીકૃત સિસ્ટમ્સ અને પરીક્ષણ વિશે માહિતી પ્રદાન કરશે.
◾️भारत-विस्तार: बहु भाषीय एआई टूल किसानों की उत्पादकता को बढ़ाएगा और विशिष्ट सलाह प्रदान करके किसानों को बेहतर निर्णय लेने और जोखिम को कम करने में मदद करेगा
— पीआईबी हिंदी (@PIBHindi) February 1, 2026
◾️ग्रामीण महिलाओं के नेतृत्व वाले उद्यम के लिए SHE-मार्टस: महिलाओं को उद्यमों का मालिक बनने में मदद करेगा… pic.twitter.com/ZrTiNYDQXU
સરકારે ખેડૂતો માટે કૃષિ સાથી એઆઈ ચેટબોટ પણ શરૂ કર્યું
આ ઉપરાંત સરકારે ખેડૂતો માટે કૃષિ સાથી એઆઈ ચેટબોટ પણ શરૂ કર્યું છે, જેના દ્વારા ખેડૂતો વોઇસ ચેટિંગમાં જોડાઈ શકે છે. આ ટૂલ ખેડૂતોને ખેતી સંબંધિત પ્રશ્નો અને સમસ્યાઓનું નિરાકરણ કરવામાં મદદ કરે છે. વધુ સારી માહિતી માટે વિડિઓ સોલ્યુશન્સ પણ પ્રદાન કરવામાં આવે છે.
આપણ વાચો: લોકસભામાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સુધારેલ આવકવેરા બિલ રજૂ કર્યું
સરકારે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો
જ્યારે ભારત વિસ્તાર એઆઈ ટૂલ ખેડૂતોને પરીક્ષણ વિશે માહિતી પ્રદાન કરશે. સરકારે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જ્યાં ખેડૂતો ભવિષ્યના પાક વિશે નિર્ણયો લઈ શકશે. ICAR ખેડૂતોને પાકની ખેતી માટે ભલામણો ઉપલબ્ધ કરાવશે. બજેટમાં નાણામંત્રીએ ગ્રામીણ મહિલાઓ માટે SHE-Marts ની જાહેરાત કરી હતી. જે તેમને ઉદ્યોગસાહસિક બનવામાં મદદ કરશે. આ લખપતિ દીદીની જેમ શરૂ કરવામાં આવશે.



