Uncategorized

કોર્પોરેટ કથાઓ: નોકિયા અને કોકા કોલા શાનું વેચાણ કરતા હતા, ખબર છે?

ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક

ગત સપ્તાહે આપણે ટ્વિટર અને એડીદાસ જેવી મલ્ટિનેશનલ જાયન્ટ કંપનીઝની કોર્પોરેટ કથાઓ જાણેલી. એ શ્રેણીમાં આજે બીજી બે મલ્ટિનેશનલ જાયન્ટ્સની કથા જાણીશું. માર્કેટિગના નિષ્ણાતો માટે નોકિયા કંપની ખુદ એક બહુ મોટો કેસ સ્ટડી છે. મોબાઈલ બનાવનાર આ કંપનીએ જે જાહોજલાલી જોઈ, અને એ પછી જે પડતી જોઈ, એ આખો ઘટનાક્રમ કોર્પોરેટ જગતમાં હમેશ માટે એક રેફરન્સ' તરીકે જોવાશે. ભારતમાં જ્યારે બીએસએનએલના લેન્ડ લાઈન ફોન્સને બદલે ટચુકડો મોબાઈલ ફોન પ્રચલિત થવા માંડ્યો, ત્યારે લોકોને એક જ કંપનીનું નામ ખબર હતી,નોકિયા’ (ગજ્ઞસશફ). વર્ષો સુધી દુનિયાના મોટા ભાગના મોબાઈલ ફોન ધારકના હાથમાં નોકિયાનો ફોન જ જોવા મળતો. જમીન પર પડે તો ફોનને બદલે ટાઈલ્સ તૂટવાનો ડર લાગે, એવો મજબૂત હેન્ડસેટ સમયના પ્રવાહની સાથે રહેવાનું ચૂકી ગયો, અને પછી એવી પડતી થઇ કે આજે મોબાઈલ ફોન્સના બજારમાં નોકિયા ક્યાંય શોધ્યો ય જડતો નથી! પણ શું તમને ખબર છે, નોકિયા કંપનીનો જન્મ મોબાઈલ બનાવવા માટે થયો જ નહોતો! આશરે પોણા બસો વર્ષ પહેલા જ્યારે નોકિયા કંપનીની સ્થાપના થઇ, ત્યારે તો મોબાઈલ ફોન હતા જ નહિ ને!
નટ ફ્રેડરિક આઇડ્સટમ (ઊંક્ષીિં ઋયિમશિસ ઈંમયતફિંળ) જેવું, આપણને બોલતા ય ન ફાવે એવું નામ ધરાવતા ફિનલેન્ડના એક માઈનિંગ એન્જિનિયરને વિચાર આવ્યો કે વિશ્વમાં કાગળની માગ દિવસે દિવસે વધતી જ જવાની છે. આઇડ્સટમભાઈ ખોટા નહોતા. એ સમયે યુરોપમાં પેપર પ્રોડક્ટ્સની માગ વધી રહી હતી. આથી એ સમયે રશિયન સામ્રાજ્યનો ભાગ ગણાતા ટેમ્પર (ઝફળાયયિ) નામક સ્થળે અનેક પેપર મિલ્સ ધમધમવા માંડી હતી. આવી જ એક પેપર મિલ નટ ફ્રેડરિક આઇડ્સટમે પણ શરૂ કરી દીધી. કંપનીનું નામ રાખવામાં આવ્યું નોકિયા'. યસ, આપણે જે કંપનીને મોબાઈલ ફોન જેવી પ્રોડક્ટ બનાવવા બદલ ઓળખીએ છીએ, એ હકીકતે એક પેપર મિલ હતી. કાગળનાં ધંધામાં નોકિયાએ સાં એવું કાઠું કાઢ્યું. સ્થાપના થઇ એ પછીની લગભગ એક સદી દરમિયાન નોકિયાએ સારો બિઝનેસ કરી લીધો. પણ એ પછી કાગળના ધંધામાં કાતિલ સ્પર્ધાનો દોર આવ્યો. વળી નોકિયાની આજુબાજુ બીજી અનેક નાની મોટી પેપર મિલ્સ ફૂટી નીકળી. એ સમયના નોકિયાના કર્તાહર્તાઓ સમજી ગયા કે હવે કાગળના ધંધામાંથી વધુ કસ નીકળે એમ નથી. એક સમય એવો આવ્યો કે સખત સ્પર્ધા વચ્ચે અટવાઈ પડેલી નોકિયાને ઇસ 1950ની આસપાસ દેવાળું ફૂંકવું પડે એવી પરિસ્થિતિ સર્જાઈ. જોવાની ખૂબી એ હતી કે એ અરસામાં બીજી એક ઇન્ડસ્ટ્રી જોર કરી રહી હતી. એ ઇન્ડસ્ટ્રી એટલે ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ. નોકિયા ડૂબી જાય, એવી શક્યતાઓ ઘેરાતી ગઈ, ત્યારે નોકિયાએ પોતાનો મૂળ ધંધો બદલીને ઈલેક્ટ્રોનિક્સમાં ઝંપલાવવાનું નક્કી કર્યું. કંપનીએ પોતાના કામદારોને પણ કાગળને બદલે ઈલેક્ટ્રોનિક ગુડ્સ મેન્યુફેક્ચરિંગની તાલીમ અપાવી દીધી. આ પગલું ભારે દૂરંદેશી ભરેલું સાબિત થયું. શરૂમાં એમણે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ માટે કેબલ્સ બનાવ્યા. એ ધંધામાં ય ફાવટ આવતી ગઈ, તેમ તેમ કંપની પોતાનો ધંધો વિસ્તારતી ગઈ. વધુને વધુ હોશિયાર લોકોની વર્ક ફોર્સ ઊભી કરીને કંપનીએ પોતે જ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ બનાવવાનું શરૂ કર્યું. એન્ડ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. નોકિયાએ કેટલાક દશકો સુધી સાચા અર્થમાં માર્કેટ ઉપર રાજ કર્યું. પણ ફરી એક વાર સમય બદલાયો. અગાઉ નોકિયાએ બદલાતા સમયને પારખીને આખો ધંધો જ બદલી નાખવાનું જોખમ લીધેલું, પરંતુ સ્માર્ટ ફોન્સના આગમન સમયે કંપની પોતાની પ્રોડક્ટ્સમાં બદલાવ લાવવામાં મોટી થાપ ખાઈ ગઈ! ઠીક હૈ, હંમેશાં સાચા નિર્ણયો લેવાનું તમારા હાથમાં નથી હોતું. બિઝનેસમાં તો કોઈના ય નિર્ણયો હંમેશાં સાચા પડે એવું શક્ય જ નથી. દુનિયાની બીજી હજારો કંપનીઝની જેમ નોકિયાએ પણ પછડાટ ખાધી. જો કે આપના મનમાં એવી છાપ છે કે નોકિયા કંપની બંધ થઇ ગઈ હશે. પણ એવું નથી. નોકિયા આજે ય કામ કરે છે. 2022ના આંકડા મુજબ કંપનીની વાર્ષિક નેટ ઇન્કમ હતી આશરે 4 અબજ યુરો! હવે બીજી એક કોર્પોરેટ કથા જાણો. આપણે યુદ્ધમાં લડતા સૈનિકોની વીરતાને સામાન્ય સંજોગોમાં બિરદાવતા હોઈએ છીએ. પણ યુદ્ધની ખરેખરી પરિસ્થિતિ વિશે એવું ઘણું બધું છે, જેના વિશે આપણને અંદાજ સરખોય નથી હોતો! જરા વિચાર કરો, દિવસો સુધી ધમાસાણ યુદ્ધ ચાલતું હોય, ત્યારે પૂરતી ઊંઘ, ખોરાક કે આરામ વિના સતત લડતા રહેતા સૈનિકો શાને આધારે રણમેદાનમાં ટકી રહેતા હશે? આપણને નહીં ગમે એવો જવાબ છે ઉત્તેજક-નશીલા દ્રવ્યો! આજના આધુનિક યુગમાં રણમેદાને લડતા સૈનિકો કોઈક નશીલા પદાર્થો કે દવાઓનું સેવન કરે છે કે નહિ, એની આપણને ખબર નથી, પણ દૂરના ભૂતકાળમાં તો એવું થતું જ હતું. આવો જ એક સૈનિક હતો જ્હોન સ્ટિથ પેમ્બર્ટન (ઉંજ્ઞવક્ષ જશિંવિં ઙયળબયજ્ઞિિંક્ષ). ઓગણીસમી સદીના આખરી દશકા દરમિયાન અમેરિકા ગૃહયુદ્ધની આગમાં લપેટાયેલું હતું. પેમ્બર્ટન પોતે એક કેમિસ્ટ હતો, પણ સાઉધર્ન અમેરિકન આર્મી સાથે જોડાયેલો હતો. અમેરિકન ગૃહયુદ્ધ દરમિયાન જ્યારે યુદ્ધની ક્રૂરતા અને ખુવારી ચરમસીમા પર હોય, ત્યારે કોઈ સૈનિક માટે પોતાનું માનસિક, શારીરિક અને નૈતિક બળ ટકાવી રાખવું અત્યંત દુષ્કર સાબિત થાય છે. પેમ્બર્ટન પણ આવા સંજોગો દરમિયાન મોર્ફિનનો બંધાણી બની ગયો! એક કેમિસ્ટ તરીકે એને બહુ સરળતાથી મોર્ફિન મળી રહેતું. એટલે મોર્ફિનનું સેવન વધતું ગયું. ઓન ધી અધર હેન્ડ, એક કેમિસ્ટ હોવાને નાતે જ. મોર્ફિનનું સેવન સ્વાસ્થ્ય પર જે હાનિકારક અસર કરે છે, એના વિષે ય પેમ્બર્ટન સજાગ હતો. એને જ્યારે ખ્યાલ આવ્યો કે પોતે વર્ષોપર્યંતના સેવનને પગલે મોર્ફિનનો અઠંગ બંધાણી બની ચુક્યો છે, ત્યારે એણે એક યુક્તિ અપનાવી. પેમ્બર્ટને નક્કી કર્યું કે મોર્ફિનનું સેવન અચાનક છોડી દેવાને બદલે એની માત્રા ઘટાડતા જવું. આથી 1880ના દશક દરમિયાન એણે કોકા વાઈનના જુદા જુદા વર્ઝન્સ ટ્રાય કરવાનું શરૂ કર્યું. 1885માં એને વિવિધ પદાર્થોના મિશ્રણ દ્વારા બનાવાયેલું એક પરફેક્ટ વર્ઝન મળી ગયું, જેમાં આલ્કોહોલ પણ મોજૂદ હતો. પેમ્બર્ટન આ પીણું ભાવી ગયું. જો કે વાત આટલેથી અટકવાની નહોતી. પેમ્બર્ટને જે પીણું વિકસાવ્યું, એની પાછળનો મૂળ હેતુ મોર્ફિનનું સેવન ઘટાડતા જવાનો હતો. આજે પણ કેટલાક લોકો ધૂમ્રપાનની લત છોડવા માટે વિશિષ્ટ સિગરેટ્સ પીએ છે, એવું જ કંઈક પેમ્બર્ટનના કિસ્સામાં પણ હતું. પોતાને ગમતું પીણું બનાવી લીધા બાદ પેમ્બર્ટનને વિચાર આવ્યો કે મારા જેવા કેટલાય બીજા લોકો હશે, જે મોર્ફિન સહિતના વિવિધ નશીલા વ્યસનોથી છુટકારો મેળવવા માગતા હશે. જો પીણાનું વ્યાપારિક ધોરણે ઉત્પાદન કરવામાં આવે, તો લોકોને વ્યસન છોડવામાં સરળતા રહે અને આપણને બે પૈસા કમાવા મળે. પરમાર્થનું કામ ને નફો રોકડો! જો કે અહીં એક સમસ્યા હતી. પેમ્બર્ટનના પીણામાં આલ્કોહોલ પણ સામેલ હતું, અને ઇસ 1886ની આસપાસ યુએસમાં દારૂબંધી અમલી હતી! એટલે આ પીણાના ઉત્પાદન કે વેચાણ માટે કોઈ પણ પ્રકારની સરકારી પરમિશન મળે એમ નહોતી! પણ પેમ્બર્ટન તો કેમિસ્ટનો જીવ, એટલે એણે તરત પ્રયોગો કરીને આલ્કોહોલ વગરનું પીણું વિકસાવી લીધું. જ્હોન સ્ટિથ પેમ્બર્ટને વિકસાવેલું એ પીણું એટલેકોકા કોલા’. આ નામ પણ પેમ્બર્ટને જ આપેલું.
હવે મજાની વાત એ છે કે નશીલા પદાર્થોથી છૂટવા માટેની એક મેડિસીન તરીકે કોકા કોલાની શરૂઆત થઇ! પેમ્બર્ટન પોતાના મોર્ફિનના વ્યસનના અનુભવોને પગલે નશીલા દ્રવ્યોના બંધાણી બની ગયેલા લોકોને કોકા કોલા વેચતો. સમય જતા પેમ્બર્ટનને ખ્યાલ આવ્યો, કે લોકો માત્ર બંધાણથી છૂટવા માટે જ કોકા કોલા નથી પીતા, બલકે કોલાનો ટેસ્ટ પણ એમને ભાવે છે! આ બાબત ખરા અર્થમાં `ટર્નિંગ પોઈન્ટ’ સાબિત થઇ. પેમ્બર્ટને વિચાર્યું કે જો આ પીણું લોકોને ભાવતું હોય, તો એને માત્ર દવા તરીકે વેચવાને બદલે વધુ સ્વાદિષ્ટ બનાવીને માર્કેટમાં મૂકવું જોઈએ. જેથી સામાન્ય લોકો પણ બહોળા પ્રમાણમાં એનું સેવન કરતા થાય. આ માટે એણે કોકા કોલાના ઘટદ્રવ્યોના બંધારણમાં ફેરફાર કર્યો. કેટલાક મેડિકલને લગતાં દ્રવ્યો દૂર કર્યા, અને એના બદલે ખાણ તેમજ કોકેઈન ઉમેરાયા! જોયું, માર્કેટ કંઈ રીતે તમારા મન અને વિચારશૈલીને અસર કરે છે?! પેમ્બર્ટને નશીલા દ્રવ્યોથી મુક્તિ મેળવવા જે દવાયુક્ત પીણું વિકસાવેલું, એ લોકપ્રિય થતા વધુ પૈસા રળી લેવા માટે એમાં સુગર અને કોકેઈન ઉમેરવામાં આવ્યા! 1892માં કોકા કોલા એક સુગર બેઇઝ્ડ રિફ્રેશમેન્ટ ડ્રિંક તરીકે માર્કેટમાં સ્થાપિત થઇ ગયું. એન્ડ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી! હા, આજે કોકા કોલામાં કોકેઈન ઉમેરવામાં નથી આવતું. તેમ છતાં પેપ્સી કે કોકા કોલા જેવા સુગર બેઇઝ્ડ રિફ્રેશમેન્ટ ડ્રિન્ક્સ સાવ નિર્દોષ તો ન જ ગણી શકાય.
ખેર, બડી બડી કોર્પોરેટ્સમેં ઐસી છોટી છોટી બાતેં હોતી રહેતી હૈ. કાળજી આપણે રાખવાની છે. આમેય આ લેખનો મૂળ હેતુ જનજાગૃતિનો નહિ પણ કોર્પોરેટ કથાઓ જાણવાનો જ
હતો ને! ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button