આર્ટિસ્ટ્સની સમાજ પ્રત્યે જવાબદારી કેટલે સુધી?
![Artists play a key role in reflecting and shaping societal values, creating art that speaks to cultural and social issues.](/wp-content/uploads/2025/02/artists-society-responsibility.webp)
`ગ્રેમી એવોર્ડ્સ’ની અનેરી અલપ -ઝલપ ચેપલ રોન, લેડી ગાગા, ટે્રવર નોઆહ
શો-શરાબા – દિવ્યકાંત પંડ્યા
આ 3 ફેબ્રુઆરીએ યોજાયેલા વિશ્વના સૌથી મોટા મ્યુઝિક એવોર્ડ `ગ્રેમી’માં સંગીતના એવોર્ડ્સ સાથે અમુક સામાજિક મુદ્દા પણ ચર્ચાનો વિષય બન્યા છે. આર્ટિસ્ટસ એવોર્ડ જીતે ત્યારે એવોર્ડ વિનિંગ સ્પીચ આપતી વખતે એ સ્ટેજનો પોતાની વાત કરવા માટે ઉપયોગ કરતા હોય છે. એવા ઘણા કિસ્સાઓ બન્યા છે, જેમાં આર્ટિસ્ટસે થેન્કયુ સ્પીચમાં પોતાના રાજનૈતિક કે સામાજિક મંતવ્ય રજૂ કર્યા હોય.
ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના બીજી વખત પ્રેસિડન્ટ બન્યા એ પછી પોતાની શપથવિધિમાં જે સ્પીચ આપી તેમાં એમની અનેક નીતિની વાત કરી છે. એ નીતિ સાથે સહમત કે અસહમત હોઈને ઘણાં બયાન વૈશ્વિક સ્તરે અખબારે ચડ્યાં હતાં. તેનો જ પડઘો ગ્રેમી એવોર્ડ્સ’માં પણ પડ્યો છે. ખ્યાતનામ સિંગર લેડી ગાગાને એનાં ગીતડાય વિથ અ સ્માઈલ’ માટે બેસ્ટ પોપ ડ્યુઓ ઓર ગ્રુપ પરફોર્મન્સનો એવોર્ડ સિંગર બ્રુનો માર્સ સાથે મળ્યો છે. એ એવોર્ડ સ્વીકારતી વખતે લેડી ગાગાએ સ્ટેજ પરથી ટ્રમ્પની જ એક નીતિનો વિરોધ કરતાં કહ્યું કે `ટ્રાન્સ(જેન્ડર) લોકો કંઈ અદૃશ્ય નથી. એ પણ આ સમાજનો ભાગ છે. એ લોકો પણ પ્રેમને લાયક છે. ક્વિયર કમ્યુનિટીને પણ તેનો દરજ્જો મળવો જોઈએ.’
ડોનલ્ડ ટ્રમ્પનું એક વિધાન કે અમેરિકામાં માત્ર પુષ અને સ્ત્રી બે જ લિંગ છે એ તરફ લેડી ગાગાનો આ એક આડકતરો જવાબ હતો.. અમેરિકાની એન્ટરટેઇન્મેન્ટ જગત સાથે સંકળાયેલી અનેક સેલિબ્રિટીઝે ટ્રમ્પની આ રીતે જ અમુક વિચારધારાનો વિરોધ કર્યો છે. એ જ રીતે `ગ્રેમી એવોર્ડ્સ’ સંગીત ઉપરાંત પોતાનો સામાજિક મત રજૂ કરવાનો પણ એક અવસર સેલિબ્રિટીઝ માટે બન્યો હતો. લેડી ગાગા ઉપરાંત વિખ્યાત સિંગર શકિરાએ પણ એક મુદ્દાને પોતાને મળેલાં સ્ટેજનો ઉપયોગ કરતાં રજૂ કર્યો હતો.
અગાઉ ટ્રમ્પે પોતાના ભાષણમાં ઇમિગ્રેશન પોલિસીમાં વધુ કડકાઈની જાહેરાત કરી હતી. એ જ સંદર્ભે શકિરાએ ગ્રેમી એવોર્ડ્સ'માં પોતાનો એવોર્ડ સ્વીકારતી વખતે કહ્યું કે
મને મળેલો આ એવોર્ડ હું આ દેશમાં રહેતાં મારાં ઇમિગ્રેટેડ ભાઈ-બહેનને સમર્પિત કં છું. તમે વર્થ છો અને તમારાં હક માટે હું હંમેશાં લડતી રહીશ!’
ટ્રમ્પે મોટી સંખ્યામાં લોકોને ડિપોર્ટ કરવાના અને જન્મ સાથે નાગરિકત્વ આપી દેવાના નિયમોમાં ફેરફાર કરવાની જે વાત કરી એનો ઇમિગ્રેટેડ સિટીઝન્સ વિરોધ કરી રહ્યા છે. સેલિના ગોમેઝે પણ આ વિરોધમાં સામેલ થઈને એક વીડિયો ઓનલાઇન મૂક્યો હતો (જોકે પછીથી તેણે એ ડિલિટ કરી દીધો હતો.)આર્ટિસ્ટસ પોતાના ગ્લોબલ ઇન્ફ્લુએન્સનો ઉપયોગ `ગ્રેમી’ જેવા એવોર્ડ્સ થકી આ મુદ્દાઓ વિશે વાત કરવા કરી રહ્યા છે.
બેસ્ટ ન્યુ આર્ટિસ્ટ’નો એવોર્ડ જીતેલી સિંગર ચેપલ રોન પોતાની જેમ જ નવા આર્ટિસ્ટ્સના પક્ષે સ્ટેજ પરથી વાત રજૂ કરી હતી. રોન પોતાની સાથે એક નોટબૂક લઈને આવી હતી. એણે કહ્યું હતું:મેં હંમેશાં વિચાર્યું હતું કે જો મને આવી રીતે કોઈ સ્ટેજ મળશે તો હું આ નોટમાં મેં મારાં માટે નોંધેલી વાતો શેર કરીશ. મેં ખુદને કહી રાખેલું કે જો હું `ગ્રેમી’ એવોર્ડ જીતીશ તો સંગીતના સૌથી પાવરફૂલ લોકો સમક્ષ મારી વાત મૂકીશ. મ્યુઝિક લેબલ્સ અને આખી ઇન્ડસ્ટ્રી આર્ટિસ્ટર્સના ટેલેન્ટ થકી અઢળક કમાય છે. મારી વિનંતી છે કે એમાંથી આર્ટિસ્ટ્સ અને એ પણ ખાસ કરીને નવા આર્ટિસ્ટ્સ માટે બહેતર હેલ્થકેર સર્વિસ પૂરી પાડે. એક વખત મને એક પ્રોજેક્ટમાંથી પડતી મુકાઈ હતી ત્યારે ન તો મારી પાસે કામ, અનુભવ કે હેલ્થકેર સિસ્ટમ હતી. મને દગો મળ્યો હોય એવું લાગ્યું હતું. આ સ્થિતિ બદલો એ મારી અપીલ છે.’
ગ્રેમી’ના હોસ્ટ ટે્રવર નોઆહે પણ સંગીત સંધ્યામાં પોતાનો સૂર પુરાવ્યો હતો. જોકે હોસ્ટ હોવાના ફાયદારૂપે એણે પોતાની વાત મજાકમાં કહી હતી કેવોશિંગ્ટનમાં થોડાં ફેરફારો થયા છે એટલે આજની સાંજ હું ભરપૂર માણી લેવા માંગું છું કેમ કે મને ખબર નથી કે હું ક્યાં સુધી અમેરિકામાં રહી શકીશ. કદાચ હું આ છેલ્લી ઇવેન્ટ અહીં હોસ્ટ કરી રહ્યો છું.’ ટે્રવર નોઆહે ટેરિફસની ચાલી રહેલી ચર્ચા વિશે પણ રમૂજ કરતાં ઉમેર્યું હતું કે `મેપલ સિરપ પચાસ ડોલરની કિમતે વેચાશે.’
આમ સંગીતની દુનિયાના દિગ્ગજ લોકો પોતાના સંગીત ઉપરાંત આવા ગ્રેમી’ જેવડા જાહેર સ્ટેજ પરથી ભેગા થઈને સમાજને સ્પર્શતા મુદ્દાઓની ચર્ચા કરે એ મોટી વાત ગણાય. એ દરેક સાથે સહમત થવું કે નહીં એ અંગત મત છે. પરંતુ અહીં મૂળ વાત એ છે કે આર્ટિસ્ટ્સ ફક્ત પોતાના આર્ટમાં જ જીવન કે સમાજની વાત કરીને દર્શકો કે સંગીતના કિસ્સામાં શ્રાવકોને આકર્ષતા નથી, એ લોકો જાહેર મંચ પરથી પણ એ કરી બતાવે છે એ મનોરંજન જગત માટે હરખાવા જેવી ચીજ તો ખરી જ! લાસ્ટ શોટમ્યુઝિક ઇઝ લવ!’ – લેડી ગાગા