ડેવિલ્સ થ્રોટ ફોલ્સ પર આર્જેન્ટિનાની 80 ટકા મજા…
અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી
અમેરિકા અન્ો કેન્ોડાના નાયગ્રા ફોલ્સ હોય, આફ્રિકાના વિક્ટોરિયા ફોલ્સ કે ઇગુઆસુ, લોકપ્રિય વોટરફોલ ટૂરિસ્ટ સ્પોટમાં એક કોમન બાબત ખાસ હોય, મુલાકાતીઓનાં ટોળાં. બધાંન્ો નિશ્ચિત વ્યુઝ જ જોવાની પ્રાયોરિટી હોય. ત્ોમાં જ્યાં જુઓ ત્યાં બધાં ભેગાં ન્ો ભેગાં જ દેખાય. અહીં પણ સવારથી થોકબંધ ગાડીઓ ભરીન્ો આવી પહોંચેલાં અમારાં જેવાં વિઝિટર્સ તો હતાં જ, તો ઇસ્ટર વેકેશન સિઝનમાં લેટિના પરિવારોએ પણ ઇગુઆસુ ફેમિલી પિકનિક કરવાનો એ જ દિવસ પસંદ કરેલો. વળી અહીં લોકો આખો દિવસ વિતાવવા આવ્યાં હોય ત્ો ત્ોમના સામાનથી જ ખબર પડી જતી હતી. લોકો પિકનિક બાસ્કેટ અન્ો ચાનાં ગરમ પાણીનાં થરમોસ તો સાથે લાવેલાં જ, પણ મોટાભાગનાં સ્થાનિક, એટલે કે આસપાસના ત્રણેય દેશનાં લોકો, એક ખાસ પ્રકારનું બ્ોઠા આકારનું ગરમ-ઠંડું ટિફિન લાવ્યાં હતાં. ત્ોમાં અડધો દિવસ રહસ્યમાં વિત્યો કે આ ટિફિનમાં શું હોઈ શકે. અંત્ો બપોરે ગરમીમાં ઝાડ નીચેની બ્ોન્ચ પર ગપ્પાં મારવા બ્ોઠેલા પરિવારો વચ્ચે આવું ટિફિન ખુલ્લું જોયું. ત્ો માત્ર ઘરેથી લાવેલી બિયર ઠંડી રાખવા માટેનું ટિફિન આકારનું થરમોસ જ હતું.
ભીડવાળાં ટૂરિસ્ટ સ્પોટ પર તમે સ્થળથી વધુ માણસો જોવા આવ્યાં હો ત્ોવો ભાસ જરૂર થાય. ત્ોમાંય માણસો જોવાની મજા પડવા લાગ્ો પછી તો આ એક્ટિવિટી પણ પ્રવાસની મજા વધારી દે. ત્ો દિવસ્ો મન્ો માણસોની સાથે સાથે લોકો ત્ોમનાં હાથમાં શું લાવ્યાં હતાં ત્ો જોઈન્ો પણ મજા આવતી હતી. ખાણીપીણીની ચીજો તો દેખાતી જ હતી, પણ ઉકળાટમાં રાહત માટે ઘણાંના હાથમાં બ્ોટરીથી ચાલતા ટચૂકડા હેન્ડ કે પોકેટ ફેન પણ દેખાતા હતા. પાર્ક રેન્જર કે ગાઇડ્સ દરેક ઠેકાણે રસ્તો દોરવા માટે ત્ૌયાર હતાં જ. અમે લોકો પણ મેપ, એપ, અન્ો એટિટ્યુડ સાથે સજ્જ થઈન્ો ત્યાં પહોંચેલાં. જો કે અમારા પહેલાંના પ્લાન મુજબ ડેવિલ્સ થ્રોટ હજી ખુલ્લો ન હતો, એટલે અમે ત્ન્ોો જોવાનું પ્લાનમાં નહોતું સમાવેલું. ત્યાં જઈન્ો ખબર પડી કે ત્ો ધોધ પહોંચવાનો રસ્તો થોડા દિવસ પહેલાં જ ખૂલ્યો છે. હવે અમારે ત્યાં સ્પોન્ટેનિયસ પ્લાન કરવો પડ્યો. વાત એમ હતી કે
ડેવિલ્સ થ્રોટ’ ન્ોશનલ પાર્કના બીજા છેડે અપર સર્કિટ'માં હતો. ત્યાં સુધી પહોંચવામાં કાં તો અડધો દિવસ ચાલવું પડે, અથવા નિશ્ચિત સમયે ચાલતી અંદરની ટે્રન લેવી પડે. વળી આ ટે્રનનો પણ અગાઉથી પાસ લઈન્ો રાખવો પડે. દરેક ટે્રનના સ્ટોપ પર આગળના સ્થળે જવાના મર્યાદિત પાસ હતા. એટલે એ પાસ માટે પણ લાઇન લાગતી હતી. એવામાં અમે એક તરફ બીજા છેડે જવાની ટિકિટ લેવા માટે લાઇનમાં ઊભાં, અન્ો બીજી તરફ નકશો ખોલીન્ો બાકીના
લોવર સર્કિટ’ના ધોધન્ો જોવામાં ક્યાં કેટલો સમય લાગશે એ પ્લાન હવે લાઇનમાં જ બનવા લાગ્યા. સૌથી સરળ એ રહેવાનું હતું કે પહેલાં સાવ છેડે ડેવિલ્સ થ્રોટ પહોંચી જઈએ પછી ત્યાંથી ધીમે ધીમે ફરી પાછાં જ્યાંથી શરૂ કરેલું ત્યાં જ પાછાં આવીન્ો પાર્કિંગ પહોંચી જઈએ. અન્ો એમ જ કર્યું.
ઇગુઆસુનો એક હિસ્સો બ્રાઝિલમાં પણ છે. અમે ત્ો સાઇડ જવાનાં ન હતાં, પણ ત્યાંથી બ્રાઝિલ દેખાતું હતું ત્ો જોઇન્ો પણ મજા લઈ લીધી. આમ પણ ઇગુઆસુ 80 ટકા આર્જેન્ટિનામાં અન્ો 20 ટકા બ્રાઝિલમાં છે. એટલે એ પણ સ્પષ્ટ હતું કે માત્ર 20 ટકા માટે લાંબી સફર ખેડવાનો કોઈ અર્થ ન હતો. ત્ોના બદલે અમે ઇગુઆસુની વાર્તાઓ પર ધ્યાન ફોકસ કર્યું. બંન્ો દેશો વચ્ચે આ વિસ્તારમાં 275 જેટલા નાના-મોટા જળધોધ છે. અન્ો ત્ોમાં સૌથી મોટો છે ડેવિલ્સ થ્રોટ. 80 મીટરની હાઇટ વાળો ડેવિલ્સ થ્રોટ નાયેગ્રા કરતાં પણ વધુ ભવ્ય છે. આમ જોવા જાઓ તો ત્ો માત્ર એક ધોધ નહીં, કુલ 14 ધોધનો એક મોટો કર્ટન છે. ત્યાંના પ્લેટફોર્મ પર રીતસર ધક્કામુક્કીમાં પહોંચવું પડ્યું. ઊભા રહેવાની જગ્યા મળી પણ ફોટા પાડવાનું તો બધાના ભાગ્ો આવ્યું. એક પછી એક લોકો પ્લેટફોર્મ પર અડચણ વિના ફોટો પડાવવાનો વારો લેતાં હતાં. રિલ્સ અન્ો ટિકટોકના સમયમાં ત્યાં ભીડમાં એ સમજ જરૂર હતી કે બધાંન્ો એકબીજાના કેમેરામાં નહોતું આવવુું.
આખાય ન્ોશનલ પાર્કના અઘરા પ્લેટફોર્મ અન્ો રેમ્પ પર પણ વ્હીલચેર એક્સ્ોસ તો હતો જ. ડેવિલ્સ થ્રોટ પર હજી અચંભિત થઈ જવાય ત્ોવા આંકડાઓ અન્ો રસ પડે ત્ોવી લોકાવાયકાઓ તો હતી જ, પણ ત્યાં પ્લેટફોર્મ પર ઊભા રહેવા માટે જેટલી પળો મળી, એ દરમ્યાન મોઢા પર ધમાધમ અડતા આખડતા પાણીમાંથી બનતું અન્ો વિખરાતું ફોમ ઊડીન્ો ઠંડક આપી જતું હતું. એમ પણ ઇચ્છા થાય કે કાશ અહીં કોઈ ન હોય અન્ો ધોધન્ો પોતાનું દૃશ્ય જ બનાવી શકાય એવું બન્ો. એ બનશે નહીં એ પણ નક્કી જ હતું. એવામાં ભીડ વચ્ચે પણ આ ધોધ મારા માટે જ વહી રહૃાો હોય ત્ોવી કલ્પના કરી લીધી. ડેવિલ્સ થ્રોટ જાણે કોઈ એમ્ફિથિયેટરના સફેદ સ્ક્રીનની જેમ બધી તરફ યુ-શેપમાં ફેલાયેલો હતો. ક્યારેક ત્ો ધોધની પાછળ, ખડકો પર અન્ો ડાળીઓ પર એક ખાસ પક્ષી ત્યાં માળો પણ બનાવતું હોવાની વાત છે. ત્ો તો ભાગ્યે જ નજરે પડે છે, અમારે તો ત્ોની વાર્તા સાંભળીન્ો જ સંતોષ માનવો પડ્યો.
અપર સર્કિટમાં ભીડ દૂર જ્યાં નજર પડે ત્યાં ઇગુઆસુ નદીનું પાણી, આસપાસનું રેઇનફોરેસ્ટ અન્ો કુદરત્ો કબજો જમાવેલો હતો. અપર સર્કિટમાં આટલો મોટો ધોધ જોયા પછી લોઅર સર્કિટ જવાનો કોઈ અર્થ છે કે નહીં ત્ો નક્કી કરવા માટે પણ અમારે લોઅર સર્કિટ સુધી જવું તો રહૃુાં જ. લોઅર સર્કિટ પાછી લઈ જતી ટે્રન લેટ પડી. બપોરે જમવાનો સમય થઈ ચૂક્યો હતો. સરખું ખાવાનું લોઅર સર્કિટના સ્ટેશન પાસ્ો આવેલી રેસ્ટોરાંમાં જ મળવાનું હતું. આર્જેન્ટિનામાં હજી સુધી કોઈ લાઇટ કેે ટે્રન મોડી પડી ન હતી. હવે અહીંના અનુભવ પછી અહીંની પંક્ચુઆલિટી 80 ટકા પહોંચવાની હતી. હવે બુએનોસ એરેસ તરફ જવાની વળતી ગણતરી શરૂ થઈ ચૂકી હતી.