માયાવતીની આખરે આકાશ આનંદે માગી માફી, પાર્ટીમાં કામ કરવા માટે લખી ભાવુક પોસ્ટ

નવી દિલ્હી: આકાશ આનંદે ફોઇ અને બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતીની માફી માંગી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ભાવનાત્મક પોસ્ટ લખી છે, જેમાં તેઓ માફી માંગી રહ્યા છે. આ સાથે તેમણે કહ્યું છે કે માયાવતીએ તેમને માફ કરી દેવા જોઈએ અને પહેલાની જેમ પાર્ટીમાં કામ કરવાની તક આપવી જોઈએ. ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે માયાવતીએ આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક સહિત તમામ પદો પરથી દૂર કર્યા હતા.
સોશિયલ મીડિયા X પર કરી પોસ્ટ
બહુજન સમાજ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ કરવામાં આવેલા ટ્વીટ અંગે આકાશ આનંદે પાર્ટી સુપ્રીમો અને કાકી માયાવતી પાસે માફી માંગી લીધી છે. આકાશ આનંદે સોશિયલ મીડિયા પર માફી માંગતી ઘણી પોસ્ટ પણ કરી છે. આકાશ આનંદે પોતાની માફી માંગતી પોસ્ટમાં ફરીથી બસપામાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આકાશ આનંદે સોશિયલ મીડિયા X પર લખ્યું, બસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ, ચાર વખત યુપીના મુખ્ય પ્રધાન અને ઘણી વખત લોકસભા અને રાજ્યસભાના સાંસદ રહેલા આદરણીય માયાવતીજીને મારા એકમાત્ર રાજકીય ગુરુ અને હૃદયથી આદર્શ માનું છું.
આ પણ વાંચો: Mayawati એ નારાજ થઇ આખરે ભત્રીજા આકાશ આનંદની પક્ષમાંથી હકાલપટ્ટી કરી
અગાઉના ટ્વીટની માફી માંગી
તેણે આગળ કહ્યું કે હું આ પ્રતિજ્ઞા લઉં છું કે બહુજન સમાજ પાર્ટીના હિત માટે, હું મારા સંબંધો અને ખાસ કરીને મારા સાસરિયાઓને કોઈ અવરોધ નહીં બનવા દઉં. સાથે જ તેમણે થોડા દિવસો પહેલા કરેલા ટ્વીટ માટે પણ માફી માંગી હતી. જે ટ્વીટના કારણે જ માયાવતીએ તેને પાર્ટીમાંથી હાંકી કાઢ્યો હતો. તેમણે કહ્યું હતું કે હવેથી તેઓ કોઇ રાજકીય નિર્ણયો માટે સગાસંબંધી કે સલાહકારની સલાહ નહીં લે. ફક્ત માયાવતી દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરશે. .
તેણે આગળ લખ્યું હતું કે હું બહેનજી (માયવતી)ને અપીલ કરું છું કે મારી બધી ભૂલોને માફ કરે અને તેને ફરીથી પાર્ટીમાં કામ કરવાની તક આપે. આ માટે હું હંમેશા તેમનો આભારી રહીશ. ઉપરાંત હું ભવિષ્યમાં એવી કોઈ ભૂલ નહીં કરું જેનાથી પક્ષ અને બહેનના આત્મસન્માન અને આત્મસન્માનને ઠેસ પહોંચે.