Uncategorized

અંકલેશ્વર કોકેઈન કેસમાં ફાર્મા કંપનીના 3 ડિરેક્ટર સહિત 5ની ધરપકડ, જાણો શું હતો ડ્રગ્સ સિન્ડિકેટનો ટાર્ગેટ

ભરૂચઃ અંકલેશ્વર જીઆઈડીસીમાંથી આવકાર ડ્રગ્સ નામની કંપનીમાંથી પકડાયેલા 5000 કરોડ રૂપિયાના કોકેઈન મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે રવિવારે મોડી રાત્રે કંપનીના 3 ડિરેક્ટર સહિત 5 લોકોની ધરપકડ કરી હતી. આ તમામને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પકડવામાં આવેલા લોકોમાં કંપનીના ડિરેક્ટર અશ્વિન કેશુભાઈ રામાણી, બ્રિજેશ કોઠીયા અને વિજય કેશવલાલ ભેંસાણીયા છે. જ્યારે અન્ય બેમાંથી એક ફાર્મા સોલ્યુશન સર્વિસ નામની કંપનીનો કર્મચારી તથા એક દલાલ છે. કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ આરોપીઓને દિલ્હી લઈ જવાયા છે.

દિલ્હીમાં પકડાયેલા ડ્રગ્સ મામલાનો રેલો ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સુધી પહોંચ્યો હતો. અંકલેશ્વરની આવકાર ફાર્મા કંપનીથી ડ્રગ્સની સામગ્રી મોકલવામાં આવી હોવાની જાણકારી સામે આવી હતી. જેના આધારે ગુજરાત અને દિલ્હી પોલીસે સંયુક્ત ઓપરેશન કરીને જીવન રક્ષક દવાઓ બનાવવાની આડમાં ધમધમતી કોકેઈને ફેકટરી ઝડપી હતી. અહીંયાથી 5000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું. આ મામલે અંકલેશ્વરમાં કોઈ એફઆઈઆર નથી નોંધાઈ. દિલ્હીમાં જે એફઆઈઆર નોંધાઈ હતી તેના ગુનામાં જ અંકલેશ્વરથી 5 આરોપી પકડાયા હતા.

અંકલેશ્વરમાં કેમ નથી નોંધાઈ એફઆઈઆર
આ પહેલા પણ અંકલેશ્વરમાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી એક વખત પકડાઈ હતી. 1 ઓક્ટોબર, 2024ના રોજ દિલ્હી સ્પેશિયલ સેલે મહિપાલપુરમાં તુષાર ગોયલ નામના વ્યક્તિના વેરહાઉસમાં દરોડો મારીને 562 કિલો કોકેઈન અને 40 કિલો હાઈડ્રોપોનિક ગાંજા સહિત મોટો પાર્સલ જપ્ત કરાવ્યો હતો. જે બાદ 10 ઓક્ટોબર 2024ના રોજ તપાસ દરમિયાન આ કેસમાં રમેશ નગરની એક દુકાનમાંથી 208 કિલો કોકેઈન પકડાયું હતું. દિલ્હી પોલીસની તપાસ દરમિયાન એવી વાત સામે આવી હતી કે આ તમામ માદક પદાર્થ ગુજરાતના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તામાં આવેલી એક ડ્રગ્સ ફેકટરીમાંથી આવ્યું છે.

દિવાળી અને નવું વર્ષ 2025 હતું ટાર્ગેટ પર?
તપાસ એજન્સી અનુસાર આ સમગ્ર કેસમાં અત્યાર સુધીમાં 1289 કિલો કોકોઈન અને 40 કિલો ગાંઝો મળ્યો હતો. જેની કુલ કિંમત 13000 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. એજન્સીઓ મુજબ, અહીંયા તમામ માદક પદાર્થ ચાલુ વર્ષની દિવાળી અને નવા વર્ષ 2025 માટે દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર, ગુજરાત, પંજાબ અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં સપ્લાઇ કરવાનો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker