આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર શરદૠતુ), શનિવાર, તા. 9-9-2023
અશ્વત્થ મારુતિ પૂજન,શિવ પૂજાનો સુંદર નક્ષત્ર જ્યોતિષ યોગ
ભારતીય દિનાંક 18, માહે ભાદ્રપદ, શકે 1945
વિક્રમ સંવત 2079, શા. શકે 1945, નિજ શ્રાવણ વદ-10
જૈન વીર સંવત 2549, માહે નિજ શ્રાવણ, તિથિ વદ-10
પારસી શહેનશાહી રોજ 25મો અશીશવંધ, માહે 1લો ફરવરદીન, સને 1393
પારસી કદમી રોજ 25મો અશીશવંધ, માહે 2જો અર્દીબહેશ્ત, સને 1393
પારસી ફસલી રોજ 26મો આસતાદ, માહે 8મો આવા, સને 1392
મુુસ્લિમ રોજ 23મો, માહે 2જો સફર, સને 1445
મીસરી રોજ 24મો, માહે 2જો સફર, સને 1445
નક્ષત્ર આર્દ્રા બપોરે ક. 14-25 સુધી, પછી પુનર્વસુ.
ચંદ્ર મિથુનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ)
સૂર્યોદય: મુંબઈ ક. 06 મિ. 26 અમદાવાદ ક. 06 મિ. 25 સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. 18 મિ. 46, અમદાવાદ ક. 18 મિ. 48 સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. 08-50, રાત્રે ક. 20-31
ઓટ: બપોરે ક. 15-14, મધ્ય રાત્રે ક. 02-36 (તા. 10)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2079, “આનંદ” નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1945, “શોભન” નામ સંવત્સર, નિજ શ્રાવણ કૃષ્ણ – દસમી. અશ્વત્થ મારુતિ પૂજન, ભદ્રા સમાપ્તિ રાત્રે ક. 19-18.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: પીપળાનું પૂજન,હનુમાનજીનું પૂજન,શનિ દેવતાનું પૂજન,હનુમાનચાલિસા પાઠ વાંચન,સુંદરકાંડ પાઠ વાંચન,રાહુ-શનિ દેવતાનું પૂજન,શિવ મંદીરમાં ધજા કળશ પતાકા ચઢાવવી.વ્યતિપાત જન્મ નક્ષત્ર શાંતિ પૂજા.
શ્રાવણ પર્વ મહિમા: ૐ હ્રાઁ ૐ જૂં સ: ભુર્ભૂવ: સ્વ: ત્ર્યંબકં યજામ્હે સુગન્ધિં પુષ્ટિ
વર્ધનમ્ ।
ઉર્વા રુકમિવ બન્ધનાત્ મૃત્યોર્મુક્ષીય મામૃતાત્ ભુર્ભૂવ: સ્વરોં જૂં સ: હ્રીં ૐ
આ મંત્રને સર્વશ્રેષ્ઠ માનેલો છે. રોગ, શાંતિ તથા મૃત્યુ પર વિજય – સફળતા માટે આનાથી બીજો કોઈ મંત્ર નથી. જેના ઘરમાં આ મંત્રની રોજ એક માળા થતી હોય તેને ત્યાં રોગ, અકાળ મૃત્યુ કે મૃત્યુભય રહેતો નથી. આજરોજ શિવજીને પૂજાલેપનમાં અગરની ઔષધીનો ઉપયોગ કરવો.
આચમન:ચંદ્ર-બુધ અર્ધત્રિકોણ ભાત્રુ સુખ, ચંદ્ર-સૂર્ય અર્ધત્રિકોણ,સરકારી કામોમાં સફળતા
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ અર્ધત્રિકોણ, ચંદ્ર-સૂર્ય અર્ધત્રિકોણ
ગ્રહ ગોચર: સૂર્ય-સિંહ, મંગળ-ક્નયા, વક્રી બુધ-સિંહ,વક્રી ગુરુ-મેષ, શુક્ર-કર્ક વક્રી, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યૂન-મીન, વક્રી પ્લુટો-મકર.