અમેરિકાના પેમ્બ્રોકમાં ટુરિસ્ટ બસને ગમખ્વાર અકસ્માત, પાંચ લોકોના મોત

પેમ્બ્રોક : અમેરિકાના પેમ્બ્રોકમાં એક ટુરિસ્ટ બસને ગમખ્વાર અકસ્માત થયો છે. આ બસમાં 54 લોકો સવાર હતા જેમાંથી પાંચ લોકોના મોત થયા છે. આ બસમાં ભારત સહિતના અનેક દેશો નાગરિક સવાર હતા. નાયગ્રા ફોલ્સ થી ન્યુયોર્ક પરત આ બસમાં ભારત, ચીન ફિલીપાઈન્સ દેશના નાગરિકો હતા.
અકસ્માત બફેલોથી 40 કિલોમીટર દુર સર્જાઈ
આ અંગે સ્થાનિક પોલીસે આપેલી માહિતી મુજબ, અકસ્માત બફેલોથી 40 કિલોમીટર દુર સર્જાઈ હતી. આ અકસ્માત ડ્રાઈવરે બસનું સંતુલન ગુમાવતા બસ હાઈવેની બીજી તરફ પલટી ગઈ હતી. તેમજ આ અન્ય કારણની પણ તપાસ કરવામાં આવી રહી છે. જયારે ઘટના સ્થળ પર લોકોએ લીધેલી તસ્વીરના બસ હાઈવેથી થોડી દુર પલટી ગયેલી જોવા મળી રહી છે.
અનેક લોકો ફસાયેલા અને ઘાયલ થવાના અહેવાલ
ન્યુયોર્ક પોલીસના પ્રવક્તા જેમ્સ ઓ કેલાહને જણાવ્યું કે આ અકસ્માતમાં અનેક લોકોના મોત થયા છે. જેમાં અનેક લોકો ફસાયેલા અને ઘાયલ થવાના અહેવાલ છે. આ દુર્ઘટના બાદ અને એમ્બ્યુલન્સ અને મેડીકલ હેલિકોપ્ટર ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા છે. તેમજ રોડ પર અનેક તૂટેલા કાંચ અને લોકોનો સામાન વિખરાયેલો છે. આ બસની તમામ બારીઓ તુટી ગઈ છે.
40 થી વધારે લોકોની સારવાર કરવામાં આવી
ન્યુયોર્કના ગવર્નર કૈથી હોચુલે એક્સ પર દુઃખ વ્યકત કર્યું હતું. તેમણે કહ્યું આ દુઃખદ દુર્ઘટનાની જાણકારી મળી છે. તેમજ તેમનું કાર્યાલય પોલીસ અને સ્થાનિક અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યું છે. જયારે એર મેડીકલ ટ્રાન્સપોર્ટ સર્વિસ મર્સી ફ્લાઈટે જણાવ્યું હતું કે ત્રણ હેલીકોપ્ટરે દુર્ઘટના સ્થળેથી સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં 40 થી વધારે લોકોની સારવાર કરવામાં આવી છે.
આ પણ વાંચો…માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના પરિવારને 72 લાખનું વળતર ચૂકવવાનો ટ્રિબ્યુનલનો આદેશ