
મહેસાણા/બનાસકાંઠા: ગુજરાતના બે ગામોએ દારૂબંધીના કાયદાકીય પ્રતિબંધોથી પણ આગળ વધીને સમુદાય આધારિત કડક નિયમો બનાવવામાં આવ્યા છે. ગ્રામજનો તેને ‘સ્વ-વિનાશ’ સામે એક બિન-વાટાઘાટપાત્ર સામાજિક કરાર ગણાવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના 1700 લોકોના વસવાટવાળા શેરગઢ ગામમાં લગભગ 26 વર્ષ પહેલાં, પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમનું આયોજન કરવા માટે એક બેઠક યોજાઈ હતી.
તે દરમિયાન, મહિલાઓએ પ્રશ્ન કર્યો કે પુરુષો દારૂ અને તમાકુ પાછળ પૈસા કેમ વેડફે છે. આ ચર્ચાએ ગામના ઠરાવનો માર્ગ મોકળો કર્યો હતો. સર્વાનુમતે, ગામમાં માત્ર દારૂ અને તમાકુ પર જ નહીં, પરંતુ પેકેટવાળા ખોરાક અને અંતે પતંગ ઉડાડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આપણ વાંચો: ગુજરાતમાં દારૂબંધીના ઉડ્યા લીરા, હાંસોટ પોલીસ સ્ટેશનમાં પોલીસે માણી દારૂની મહેફિલ…
નિયમો તોડવા માટે દંડ પણ સખત નક્કી કરવામાં આવ્યો હતો. જો કોઈ નિયમનો ભંગ કરતાં પકડાય તો તેને ₹ 500નો દંડ અને એક ક્વિન્ટલ અનાજ પંચાયતને જમા કરાવવું પડે છે.
આ અનાજ ગરીબ પરિવારો અને રખડતા પશુઓને વહેંચવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગુજરાતના દારૂબંધીના કાયદા છતાં, રાજસ્થાન સાથેની અમારી સરહદને કારણે અહીં દારૂની દાણચોરી સહેલી હતી. સમુદાયના આ પગલાથી અમે તેને સંપૂર્ણપણે બંધ કરી દીધી. અમે મસાલા જે ગુજરાતમાં એક સામાન્ય વ્યસન છે, તેમાંથી પણ છુટકારો મેળવ્યો હતો.
આપણ વાંચો: વડોદરામાં દારૂબંધીના ધજાગરા: હરણીમાંથી ‘હાઈડ્રોલિક ઓઈલ’ના નામે ₹75 લાખનો દારૂ ઝડપાયો!
મહેસાણા જિલ્લાના બેચરાજી નજીક આવેલા ખાંભેલા ગામમાં સ્થિતિ વધુ ગંભીર હતી. 3500ની વસ્તી ધરાવતા આ ગામમાં ગયા વર્ષે 20 વર્ષની ઉંમરના ત્રણ યુવાનોના મૃત્યુ થયા હતા. સૂત્રોએ જણાવ્યું, “ચૂંટણી દરમિયાન મહિલાઓ આવીને કહ્યું કે દર વર્ષે અમારા ત્રણ-ચાર દીકરાઓ આવી રીતે મૃત્યુ પામે છે.
અમે હવે તેને અવગણી શકીએ નહીં. જે બાદ એક મીટિંગ મળી અને તેમાં હવે દારૂ પીતાં પકડાતા લોકોને ₹ 21000નો દંડ જ્યારે દારૂ વેચવા પર ₹ 25000નો દંડ નક્કી કરવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, લગભગ ત્રણ દાયકામાં, નિયમ ભંગના માત્ર થોડા જ કિસ્સા નોંધાયા છે. જ્યારથી નિયમો અમલમાં આવ્યા છે, ત્યારથી માત્ર ચાર કે પાંચ કેસ સામે આવ્યા છે.