
મુંબઇ: માર્કેટ રેગ્યુલેટર ધી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ મહત્ત્વના ફેરફારોમાં વિદેશી રોકાણકારોનો પ્રવેશ સરળ બનાવવા સાથે ખૂબ જ મોટી કંપનીઓ માટે આઇપીઓના નિયમો હળવા બનાવ્યા છે.
બજાર નિયામકના બોર્ડે તેની બોર્ડ મીટિંગમાં અનેક સુધારાઓને મંજૂરી આપી છે, જેમાં સેબીએ સિંગલ વિન્ડો એક્સેસની રજૂઆત સાથે ઓછા જોખમ ધરાવતા વિદેશી રોકાણકારો માટે ભારતીય સિક્યોરિટીઝ માર્કેટમાં ભાગ લેવાનું સરળ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
આપણ વાંચો: સેબીને નામે સોશિયલ મીડિયા પર છેતરપિંડીના પ્રયાસ!
માર્કેટ રેગ્યુલેટરના ચીફ તરીકે પહેલી માર્ચે હોદ્દો સંભાળ્યા બાદ તૂહીન કાન્તા પાંડેની અધ્યક્ષતા હેઠળની આ ત્રીજી બોર્ડ મીટીંગ હતી. સુધારણાં હેઠળ બહુ મોટા કદની કંપનીઓ માટે લઘુત્તમ આઇપીઓની આવશ્યકતા હળવી બનાવવામાં આવી છે. આ ઉપરાંત ઉક્ત શ્રેણીમાં આવનારી કંપની માટે લઘુત્તમ પબ્લિક શેરહોલ્િંડગની શરત પૂરી કરવા માટેની શરત પણ હળવી બનાવી છે.
સેબીએ જાહેર શેરહોલિ્ંડગના ધોરણો અંગેના મુખ્ય પ્રસ્તાવોને મંજૂરી આપી છે. લિસ્ટિંગ પછી જો કંપનીઓનું બજાર મૂડીકરણ ૫ાંચ ટ્રિલિયન રૂપિયા (૫૬.૬૫ બિલિયન ડોલર)થી વધુ હોય તો કંપનીઓ હવે તેમના આઇપીઓમાં તેમની ભરપાઈ કરેલી શેર મૂડીના ઓછામાં ઓછા ૨.૫૦ ટકા વેચી શકે છે.
મોટી કંપનીઓ માટે સેબીએ નાના આઇપીઓ કદને મંજૂરી આપી છે. ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડે ભંડોળ ઊભું કરવાની સુવિધા માટે લિસ્ટિંગ કરવા માગતી મોટી કંપનીઓએ વેચવા પડે તેવા શેરનું પ્રમાણ પણ ઘટાડ્યું છે. તેણે મોટી કંપનીઓ માટે પોસ્ટ-ઇશ્યૂ માર્કેટ કેપના ૨.૫૦ ટકા પ્રતિ આઇપીઓ મંજૂર કર્યા છે અને ૧૦ વર્ષ સુધીની મોટી કંપનીઓને ૨૫ ટકા પબ્લિક ફ્લોટ જરૂરિયાત પૂરી કરવાની મંજૂરી આપી છે.