પીએમ મોદીએ કહ્યું ભારતની વિકાસ યાત્રામાં જાપાન સહભાગી, અમારી નીતિઓ પારદર્શી

ટોક્યો : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસે જાપાન પહોંચ્યા છે. પીએમ મોદીનું જાપાનના પીએમ શિગેરુ ઈશિબાએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ યાત્રા અંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે જાપાન યાત્રાનો ઉદ્દેશ ભારત જાપાનની વિશેષ રણનીતિક એન વૈશ્વિક ભાગીદારીને આગળ ધપાવવાની છે. જેમાં છેલ્લા 11 વર્ષમાં બંને દેશો વચ્ચે સબંધો મજબુત થયા છે. તેમજ હવે ધ્યાન આર્થિક, રોકાણ, નવા ક્ષેત્રો જેવા કે એઆઈ અને સેમીકન્ડકર સહયોગ પર હશે.
ભારત ઝડપથી વિશ્વની ત્રીજી અર્થ વ્યવસ્થા બનશે
પીએમ મોદીએ જાપાનમાં ભારત -જાપાન જોઈન્ટ ઈકોનોમિક ફોરમને સંબોધિત કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે ભારત ઝડપથી વિશ્વની ત્રીજી અર્થ વ્યવસ્થા બનશે. તેમણે કહ્યું ભારત ભારત અને જાપાનની દરેક ક્ષેત્રના ભાગીદારી છે. તેમજ ભારતની વિકાસ યાત્રાના જાપાન મહત્વપૂર્ણ ભાગીદાર દેશ છે. બંને દેશોની ભાગીદારી વિશ્વાસને વધારે છે. ભારતમાં રાજકીય અને આર્થિક સ્થિરતા છે.
એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે
પીએમ મોદીની જાપાન મુલાકાત પૂર્વે, જાપાનમાં ભારતના રાજદૂત સિબી જ્યોર્જે કહ્યું હતું કે વડા પ્ર્ધાનની મુલાકાત દરમિયાન અનેક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે. જ્યોર્જે QUAD નો પણ ઉલ્લેખ કર્યો અને તેને એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ ગણાવ્યું. તેમણે કહ્યું હતું કે પીએમ મોદીની જાપાન મુલાકાત દરમિયાન QUAD વિશે વાતચીત થશે. ભારત અને જાપાનની સાથે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા પણ QUADના સભ્યો છે.