
નવી દિલ્હી: IAS કે IPS બનવાનું સપનું જોતાં ઉમેદવારો માટે સારા સમાચાર છે, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSC દ્વારા વર્ષ 2026 માટે સિવિલ સર્વિસ પરીક્ષાની તારીખોની જાહેરાત કરી દીધી છે. જો કે તેની સાથે જ યુપીએસસીએ નિયમોમાં ખૂબ મોટો ફેરફાર કર્યો છે. આથી હવે સિવિલ સર્વિસમાં હોય તેવા અધિકારીઓએ UPSCની પરીક્ષા આપવા માટે પદ પરથી રાજીનામું આપવું પડશે.
સંઘ લોક સેવા આયોગે સિવિલ સરિસ પરીક્ષાને લઈને એક મોટો ફેરફાર કર્યો છે.
યુપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેના નોટિફિકેશન અનુસાર, હવે IAS કે IFSમાં પસંદગી થયેલા ઉમેદવાર બીજી વખત સિવિલ સર્વિસ પરીક્ષા નહિ આપી શકે. આયોગે ચોખ્ખું જણાવી દીધું છે કે જે ઉમેદવાર પહેલા જ ભારતીય વહીવટી સેવા અને ભારતીય વિદેશ સેવાના સભ્ય બની ચૂક્યા છે તેઓ CSE 2026 માટે પાત્ર નહિ ઠરે.
નવી ગાઈડલાઇનમાં આયોગે જણાવ્યું છે કે જો કોઈ ઉમેદવાર CSE 2026ની પ્રિલિમ પરીક્ષામાં પાસ થાય છે પરંતુ ત્યારબાદ જો તેને IAS કે IFSમાં નિમણૂક આપવામાં આવે છે તો તે ઉમેદવારને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે. તેમ છતાં જો કોઈ ઉમેદવાર મુખ્ય પરીક્ષામાં બેસવા ઈચ્છે છે તો તેણે IAS કે IFSમાંથી રાજીનામું આપવું પડશે. જો ઉમેદવાર રાજીનામું નથી આપતો તો ભલે તેણે પ્રિલિમ પરીક્ષા પાસ કરી હોય તેમ છતાં તેને અયોગ્ય જાહેર કરવામાં આવશે.
IPS અને સેન્ટ્રલ સર્વિસ ગ્રુપ Aને થોડી રાહત
જો કે IAS અને IFS ની સરખામણીમાં IPS અને સેન્ટ્રલ સર્વિસ ગ્રુપ A માટે થોડી રાહત આપવામાં આવી છે. આયોગે જણાવ્યું છે કે જો કોઈ ઉમેદવાર CSE 2026ના પરિણામના આધારે IPS કે સેન્ટ્રલ સર્વિસ ગ્રુપ A માં પસંદગી પામે છે તો તેમને અમુક શરતોના આધારે 2027ની CSE આપવાની છૂટ મળશે. આ સાથે જ CSE 2025 પહેલાના જૂના ઉમેદવારોને વર્ષ 2026 અથવા 2027ની કોઈપણ એક CSEમાં રાજીનામું આપ્યા વગર જ બેસવાની અંતિમ વખત છૂટ મળશે. આવતા વર્ષથી તેમણે પણ રાજીનામું આપવું પડશે.
આપણ વાંચો: RBIએ મોનેટરી પોલિસી જાહેર કરી! રેપો રેટ અંગે લીધો આવો નિર્ણય, જાણો ગવર્નરે શું કહ્યું



