રાજનાથસિંહનું મોટું નિવેદન, કહ્યું પીઓકે આપમેળે જ ભારતમાં ભળી જશે | મુંબઈ સમાચાર
Top Newsનેશનલ

રાજનાથસિંહનું મોટું નિવેદન, કહ્યું પીઓકે આપમેળે જ ભારતમાં ભળી જશે

મોરકકો : ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ બે દિવસના મોરક્કો પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ભારતીય સમુદાયને સંબોધિત કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે પીઓકે આપમેળે જ ભારતમાં ભળી જશે. ત્યાં પણ માંગ ઉઠવા લાગી છે અને તમે નારા પણ સાંભળ્યા હશે. તેમણે કહ્યું કે હું પાંચ વર્ષ પૂર્વે કાશ્મીર ખીણ વિસ્તારમાં ભારતીય સેનાને સંબોધિત કરી રહ્યો હતો. ત્યારે મે કહ્યું હતું કે પીઓકેને હુમલો કરીને મેળવવાની જરુર નહિ પડે. એ આમ પણ આપણું છે. પીઓકે જાતે કહેશે હું ભારત છું.

અમે આતંકીઓને તેમના કર્મ જોઇને માર્યા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વધુમાં જણાવ્યું કે ,અમે તે લોકોને મારી નાખ્યા જેમણે અમારા લોકોને માર્યા. અમે કોઈપણ નાગરિક કે લશ્કરી સંસ્થા પર હુમલો કર્યો નથી. જો અમે ધાર્યું હોત તો કોઈપણ લશ્કરી કે નાગરિક સંસ્થા પર હુમલો કરી શક્યા હોત પરંતુ આ ભારતનું ચરિત્ર નથી. રાજનાથ સિંહે પહલગામ હુમલાને યાદ કરતાં કહ્યું કે, આતંકવાદીઓ આવ્યા અને નાગરિકોને તેમનો ધર્મ પૂછીને મારી નાખ્યા. અમે કોઈને તેમનો ધર્મ જોઈને નહીં પરંતુ તેમના કર્મના લીધે માર્યા.

દ્વિપક્ષીય બેઠક પણ યોજશે

ભારતના સંરક્ષણ મંત્રીની મોરોક્કોની આ પ્રથમ મુલાકાત છે. રાજનાથ સિંહ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કરવા માટે મોરોક્કોના પ્રવાસે છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ આફ્રિકામાં પ્રથમ ભારતીય સંરક્ષણ ઉત્પાદન પ્લાન્ટ છે. તેઓ મોરક્કાના સંરક્ષણ મંત્રી અબ્દેલલતીફ લૌધી સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. રાજનાથ સિંહે મોરોક્કોની રાજધાની રબાતમાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કર્યો હતો.

આપણ વાંચો:  દેશમાં જીએસટી સુધારાનો આજથી અમલ, આ વસ્તુઓ થઇ સસ્તી…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button