ભારતીયો અમેરિકાનો બહિષ્કાર કરે તો આ 30 કંપનીઓની વાટ લાગી જાય | મુંબઈ સમાચાર
Top Newsનેશનલ

ભારતીયો અમેરિકાનો બહિષ્કાર કરે તો આ 30 કંપનીઓની વાટ લાગી જાય

નવી દિલ્હી : ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોરની વચ્ચે પીએમ મોદીએ હાલમાં સ્વદેશી વસ્તુઓના ઉપયોગ પર ભાર મુક્યો છે. અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર 50 ટકા જેટલો ટેરિફ લાદયો છે. જોકે, ભારતમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. જોકે, આ ટેરિફ એટેકનો ભારત કેવી રીતે જવાબ આપશે તે પણ એક મોટો પ્રશ્ન છે. જેમાં પણ જો ભારતની 140 કરોડ વસ્તી સ્વદેશી પ્રોડકટ અપનાવે અમેરિકાની 30 મોટી કંપનીઓની વાટ લાગી જાય તેવી શક્યતા છે.

અમેરિકન આયાત પરની નિર્ભરતા પણ ઓછી થશે

ભારતમાં અમેરિકાની અનેક કંપનીઓ છે. તેમજ મોટાભાગના ઘરમાં અમેરિકી પ્રોડકટસનો ઉપયોગ કરે છે. જેમાં ભોજનમાં બર્ગર પિઝા, ચિપ્સ, મેગી, વસ્ત્રો, શુઝ, વોચ અને દારુની મોટી મોટી બ્રાંડની કંપનીઓ ભારતીય બજારમાં છે.
જો દેશના ડિસ્ટ્રીબ્યુટર અને છૂટક વેપારીઓ અમેરિકન ઉત્પાદનોનું વેચાણ ઘટાડવાનું શરૂ કરે અને અન્ય ભારતીય કંપનીઓને પ્રાથમિકતા આપે, તો અમેરિકન આયાત પરની નિર્ભરતા પણ ઓછી થશે.

અમેરિકાની ત્રીસ કંપનીઓ મોટો કારોબાર

ભારતમાં અમેરિકાની આ ત્રીસ કંપનીઓ મોટો કારોબાર છે. જેમાં અમેરિકાની ઈ-કોમર્સ કંપની એમેઝોન છે. જે ભારતમાં 97 ટકા વિસ્તારના ડિલીવરી કરે છે. પરંતુ આ કંપનીનો નફો અમેરિકા પહોંચે છે. આવી અનેક કંપનીઓ છે જો તેનોવિરોધ કરવામાં આવે તો તેની સીધી અસર અમેરિકાને થઈ શકે છે.

એપલ ગૂગલ અને માઈક્રોસોફ્ટનો પણ દબદબો

આ કંપનીઓના નામ પર નજર કરીએ તો, આઈફોન વિક્ર્તા એપલ, સર્ચ એન્જીન કંપની ગૂગલ, આઈટી સર્વિસ કંપની માઈક્રોસોફ્ટ, સોશિયલ મીડિયા કંપની એક્સ અને મેટા, સોફ્ટ ડ્રીંક્સ કંપની પેપ્સીકો, કોકા-કોલા તેમજ ફૂડ કંપની મેકડોનાલ્ડ, વિકસ બનાવતી અને ક્ન્યુઝમર ગુડસ કંપની પ્રોકટર એન્ડ ગેમ્બલ, ટુથપેસ્ટ બનાવતી કોલગેટ, સાબુ પાવડર અને બેબી પ્રોડક્ટ, શેમ્પુ બનાવતી જોન્સન એન્ડ જોન્સન, મેગી અને ચોકલેટ બનાવતી નેસ્ટલે, બેબી ડાયપર બનાવતી
કિમ્બર્લી-ક્લાર્ક લીવર કંપની છે. આ ઉપરાંત કોર્ન ફ્લેક્સ અને ઓટ બનાવતી કેલોગ ઇન્ડિયા, સ્નીકર બનાવતી માર્સ ઇન્ટરનેશનલ, જામ અને પીનટ બટર બનાવતી જે. એમ. સ્મુકર, ચોકલેટ બનાવતી મોન્ડેલેઝ ઇન્ડિયા છે .

મેકડોનાલ્ડ્સ, કેએફસી અને ડોમિનોઝ પિઝા પણની હાજરી

આ ઉપરાંત ફાસ્ટ ફૂડ સેગ્મેન્ટમાં કાર્યરત કંપનીઓની વાત કરીએ તો મેકડોનાલ્ડ્સ ઇન્ડિયા, કેએફસી, ડોમિનોઝ પિઝા,
અને સ્ટારબક્સ ઇન્ડિયાનો દબદબો છે . અમેરિકન લાઈફ સ્ટાઈલ કંપનીની વાત કરીએ તો, ફેશન સેગમેન્ટની કંપની ફોરેવર 21, કોસ્ટમેટિક કંપની મેબેલાઇન ન્યુ યોર્ક, વોચ કંપની ટાઈમેક્સ, ફોસિલ, ગસ છે. જયારે શુઝ કંપનીઓમાં નાઇકી ઇન્ડિયા, લેવી સ્ટ્રોસ ઇન્ડિયા, સ્કેચર્સ ઇન્ડિયા છે. તેમજ યુએસ કેજ્યુઅલ ફેશન બ્રાન્ડ ગેપ છે. જયારે ક્રેડીટ કાર્ડ કંપની સિટી ગ્રુપનો સમાવેશ થાય છે.

આપણ વાંચો:  પીએમ મોદીએ કહ્યું કે પહલગામમાં આતંકનો ભયાવહ ચહેરો જોયો, આતંકવાદના દરેક સ્વરૂપનો વિરોધ જરૂરી…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button