ગુજરાતના અનેક જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના | મુંબઈ સમાચાર
Top News

ગુજરાતના અનેક જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

અમદાવાદ : ગુજરાતમાં હજુ પણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના પગલે આગામી સાત દિવસ રાજ્યના હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગે આજે પણ અનેક જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે .તેમજ 30 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

સુરત , નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા ઉત્તર અને દક્ષિણ ગુજરાત, બનાસકાંઠા અને સાબરકાંઠા,અરવલ્લી, મહેસાણા, તાપી, મહીસાગર, દાહોદ, સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ મધ્ય ગુજરાતમાં વડોદરા,આણંદ, ખેડામાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જયારે તંત્રએ નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના ગામોમાં લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપી

આ ઉપરાંત હવામાન વિભાગે દરિયાકાંઠાના જીલ્લા લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરી છે. તેમજ 28 થી 30 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપી છે. તેમજ દરિયાકાંઠે 40થી 50 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો…ગુજરાતમાં વરસાદનું જોર યથાવત્, 19 જિલ્લા માટે જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button