તમામ પ્રધાનોના રાજીનામા કેમ લીધા? ગોપાલ ઈટાલિયાએ ગણાવી 'સામૂહિક નિષ્ફળતા' | મુંબઈ સમાચાર
Top Newsઆપણું ગુજરાત

તમામ પ્રધાનોના રાજીનામા કેમ લીધા? ગોપાલ ઈટાલિયાએ ગણાવી ‘સામૂહિક નિષ્ફળતા’

વિસાવદર: ગુજરાતમાં આવતીકાલે પ્રધાનમંડળનું વિસ્તરણ થશે. આ પહેલા રાજ્યના રાજકારણમાં ભારે ખળભળાટ મચાવતી ઘટનામાં મુખ્ય પ્રધાને રાજ્યના તમામ પ્રધાનોના રાજીનામા લઈ લીધા હોવાના મીડિયા અહેવાલોથી રાજકીય ગલિયારોમાં ગરમાવો આવ્યો હતો.

આ સામૂહિક રાજીનામાની ઘટના પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પ્રતિક્રિયા આપી હતી. તેમણે આ પગલાને પ્રધાન મંડળની ભયંકર નિષ્ફળતા તરીકે ગણાવી હતી. એક નિવેદનમાં તેમણે જણાવ્યું, “રાજ્યના પ્રધાનમંડળના તમામ પ્રધાનોના એકસાથે રાજીનામા લઈ લેવાનો સ્પષ્ટ અર્થ એ છે કે આ તમામ મંત્રીઓ પોતપોતાના કામમાં સદંતર નિષ્ફળ ગયા છે.

આ પણ વાંચો : સીઆર પાટીલ પર ગોપાલ ઈટાલિયાના આકરા પ્રહાર, દુકાન ચલાવે છે…

રાજીનામા આપનાર તમામ પ્રધાનોએ કોઈપણ પ્રકારની દલીલ કર્યા વગર ચૂપચાપ રાજીનામા આપી દીધા તેનો અર્થ પણ એવો થાય છે કે પ્રધાનો પોતાની નિષ્ફળ કામગીરી અંગે સહમત છે. જે વ્યક્તિઓ સરકારના પ્રધાન તરીકે નાકામ-નિષ્ફળ રહ્યા હોય તેવા વ્યક્તિઓ ધારાસભ્ય તરીકે જનતાનું શું કામ કરી શકશે? પ્રધાન તરીકેની વિશાળ સત્તા હોવા છતાં પણ જે વ્યક્તિઓ સરકારને ખુદને સંતોષ થાય એવું કામ કરી શક્યા નથી અને મૂંગામોઢે રાજીનામા આપવા પડ્યા છે એવા વ્યક્તિઓને ધારાસભ્ય તરીકે જનતાને શું ઉપયોગી બની શકશે? આવા નિષ્ફળ વ્યક્તિઓને જનતાની ઉપર ધારાસભ્ય તરીકે થોપી બેસાડવા જોઈએ નહીં. આથી ગુજરાતની જનતા વતી મારી માંગણી છે કે, મૂંગા મોઢે રાજીનાંમુ આપનાર તમામ નિષ્ફળ પ્રધાનોને ધારાસભ્ય પદેથી પણ દૂર કરવામાં આવે અને તેમના ધારાસભ્ય પદ પરથી રાજીનામું લેવામાં આવે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button