Top Newsઇન્ટરનેશનલનેશનલ

ડોનાલ્ડ ટ્રમ્પ આવશે ભારત, અમેરિકન રાજદૂતે ટ્રેડ ડીલને લઈને કહી સૌથી મોટી વાત

નવી દિલ્હીઃ અમેરિકાના રાજદૂત તરીકે સર્જિયો ગોરે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. તેમણે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ, પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સંબંધો સહિત અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દા પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું ભારત અને અમેરિકા ટ્રેડ ડીલ પર 13 જાન્યુઆરીએ ફાઈનલ મહોર લાગી શકે છે.

તેમણે કહ્યું, હું રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સાથે સમગ્ર વિશ્વમાં ફર્યો છું. વડા પ્રધાન મોદી સાથે તેમની મિત્રતા સાચી હોવાનું હું પુષ્ટિ કરું છું. મિત્રોમાં મતભેદ હોઈ શકે છે, પરંતુ મનભેદ નહીં. બંને વચ્ચે જે કંઈ ગૂંચવણ છે તેનો ઉકેલ લાવી દેવામાં આવશે. સર્જિયો ગોરે કહ્યું કે સાચા મિત્રો ક્યારેક કોઈ વાત પર અસહમત હોઈ શકે છે, પરંતુ મતભેદો ઉકેલી શકાય છે.

વાતચીતનો આગામી તબક્કો 13 જાન્યુઆરીએ થવાની શક્યતા છે. ટેરિફ અને બજાર સુધી પહોંચ જેવા મુદ્દા પર મતભેદ હોવા છતાં બંને દેશો સતત સંપર્કમાં છે. ગોરના નિવેદનથી ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી અટકેલી ડીલ પર મહોર લાગવાની શક્યતા છે.

દિલ્હી સ્થિત અમેરિકન દૂતાવાસમાં સર્જિયો ગોરે કહ્યું હતું કે અમેરિકા માટે ભારત જેટલું મહત્ત્વપૂર્ણ છે એટલો અન્ય કોઈ દેશ નથી. ભારત વિશ્વનું સૌથી મોટું રાષ્ટ્ર છે, તેથી તેમને અંતિમ રૂપ આપવું સરળ કામ નથી, પરંતુ અમે તેને હાંસલ કરવા માટે દ્રઢ સંકલ્પ લઈએ છીએ. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી વર્ષ સુધીમાં ભારતના પ્રવાસે આવી શકે છે.

અમેરિકન રાજદૂતે કહ્યું, ભારત આગામી મહિને પેક્સસિલિકામાં પૂર્ણ સભ્ય તરીકે સામેલ થઈ જશે તેમ જણાવતાં મને ખુશી થાય છે. પેક્સસિલિકા અમેરિકના નેતૃત્વવાળી નવી વ્યૂહાત્મક પહેલ છે, જેનો હેતુ મહત્ત્વપૂર્ણ ખનીજો અને ઊર્જા સ્ત્રોતનું નિર્માણ, સેમીકન્ડકટર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને લોજિસ્ટિક્સ સુધી એક સુરક્ષિત, મજબૂત સિલિકોન સપ્લાઈ ચેન તૈયાર કરવાનો છે.

ગત મહિને આમાં જાપાન, દક્ષિણ કોરિયા, યુનાઈટેડ કિંગડમ અને ઇઝરાયલ સામેલ થયા હતા. ભારત તેમાં સામેલ થવાથી ગ્રુપ વધુ મજબૂત બશે. રાજદૂત અનુસાર પેક્સસિલિકો પહેલાથી જ ઓસ્ટ્રેલિયા, જાપાન, દક્ષિણ કોરિયા, યુકે, સિંગાપુર અને ઈઝરાયલ સાથે ભાગીદારી કરી ચુક્યું છે. જેની સત્તાવાર જાહેરાત વોશિંગ્ટન ડીસીમાં થયેલા પેક્સસિલિકા શિખર સંમેલનમાં કરવામાં આવી હતી.

સર્જિયો ગોરે કહ્યું કે, મેં કાલે જ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સાથે વાત કરી હતી. હું ભારતીયો, ખાસ કરીને મિત્ર વડા પ્રધાન મોદી માટે તેમની શુભકામના લાવ્યો છે. અનેક લોકોએ કહ્યું કે રાષ્ટ્રપ્રમુખ ઘણા વ્યસ્ત છે, તેઓ વોશિંગ્ટન ડીસીને ફરીથી સજાવવા અને નવું બનાવવામાં લાગ્યા છે.

મેં જ્યારે તેમની સાથે વાત કરી ત્યારે કહ્યું કે, હું હમણાં જ ખૂબસુરત ઈન્ડિયા ગેટ પાસેથી પસાર થયો છું. રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે, વ્હાઈટ હાઉસમાં એક બોલરૂમ બનાવવાનું કામ શરૂ કર્યું છે. પરંતુ તેમના લિસ્ટમાં એક પ્રોજેક્ટ છે.

આપણ વાંચો:  2026માં ઈસરોનું પહેલું મિશન નિષ્ફળ? લોન્ચિંગ બાદ PSLV-C62 માર્ગથી ભટક્યું, વૈજ્ઞાનિકો ડેટાની રાહમાં…

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button