
સાબરકાંઠાઃ ગુજરાતમાં બુધવારે સરકારે 17 નવા તાલુકા બનાવવાનો નિર્ણય લીધો હતો. જેમાં સાબરકાંઠાના જાદરને તાલુકાનો દરજ્જો ન મળતાં સ્થાનિકો રોષે ભરાયા હતા. સ્થાનિકો રમણ વોરાના ઘરે વિરોધ કરવા પહોંચ્યા હતા. જોકે તેમણે ફોન સ્વીચ ઑફ કરી દીધો હતો.ઉપરાંત ભાજપમાંથી 70 લોકોએ રાજીનામા ધરી દીધા હતા. જેના કારણે રાજકારણ પણ ગરમાયું હતું.
સ્થાનિકોએ જાદર પંથકના ગામડાઓમાં હવે ભાજપના એકેય નેતાને પ્રવેશ મળશે નહીં. એટલુ જ નહીં, આ ગામડાઓમાં ભાજપનો એકપણ કાર્યક્રમ યોજવા દેવાશે નહી તેવી જાહેરાત પણ કરી હતી. આગામી દિવસોમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે તેના પડઘા અહીં પડી શકે છે અને ભાજપને મોટું નુકસાન થઈ શકે છે.
આ ઉપરાંત સ્થાનિકોએ કહ્યું, છેલ્લા છ ધારાસભ્યો ઘણા સમયથી લોલીપોપ આપી રહ્યા છે. જો બનાસકાંઠાને ચાર અને અરવલ્લીને બે તાલુકા મળતા હોય તો ઈડરને કેમ ન મળે?
વાવ, થરાદ, સુઈગામ, ભાભર, દિયોદર અને લાખણીનો સમાવેશ કરી રાજ્ય સરકારે વાવ-થરાદ જિલ્લો બનાવવા સરકારે નિર્ણય લીધો હતો. નવ રચિત ઓગડ અને હડાદ તાલુકો બનાસકાંઠામાં પણ દિયોદર, લાખણી,ધરણીધર અને રાહ તાલુકો નવ રચિત વાવ થરાદ જિલ્લામાં રહેશે તેવી જાહેરાત થઈ હતી. આ અગાઉ જીલ્લા વિભાજનના મુદ્દો બનાસકાંઠા જીલ્લામાં ભાજપનો ભરપૂર વિરોધ થયો હતો. આ જોતાં સરકારે લોકોનો વિરોધ ડામવા આ નિર્ણય લેવો પડ્યો હતો.
આપણ વાંચો: ગાંધીનગરના બહિયલમાં બે જુથ વચ્ચે બબાલ, ટીયરગેસથી પોલીસે મામલો થાળે પાડ્યો