એશિયા કપ 2025ના પ્રોમો મુદ્દે વિવાદ સર્જાયો, સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયાઓ

મુંબઈ : ક્રિકેટ એશિયા કપ 2025ના સોની સ્પોર્ટ્સ નેટવર્કે રજુ કરેલા સત્તાવાર પ્રોમો મુદ્દે વિવાદ સર્જાયો છે. જેમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચનો રોમાંચ દર્શાવવામાં આવ્યો છે. જેના પગલે ફેન્સ દ્વારા વિવિધ પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. આ પ્રોમોમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવ, પાકિસ્તાનના બોલર શાહીન શાહ આફ્રિદી મેચ રમતા દેખાય છે. જેમાં વીરેન્દ્ર સેહવાગ પણ છે. એશિયા કપ 2025ની મેચો 9 સપ્ટેમ્બરના રોજથી યુએઈમાં આઠ ટીમો વચ્ચે રમશે
લોકો આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે
આ પ્રોમોમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાનની મેચ દર્શાવીને રોમાંચ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં પહલગામ હુમલા બાદ મેચને રદ કરવાની માંગ ઉઠી હતી પરંતુ હવે મેચ યોજાશે. જેના પગલે આ પ્રોમોથી સોશિયલ મીડિયામાં હલચલ મચી છે. તેમજ લોકો તેની પર આકરી પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
સહવાગ કહે છે કે ટીમ ઇન્ડિયાની વાત છે
આ પ્રોમોમાં દર્શાવવામાં આવ્યું છે કે ભારત પાકિસ્તાન વિરુદ્ધની મેચમાં શાહીન શાહ આફ્રીદીના છેલ્લા બોલ પર સૂર્યકુમાર યાદવ સિક્સ મારીને ભારતને જીત અપાવે છે. જેની બાદ એક મુસ્લિમ કાકા બહાર આવે છે તો એક નાની બાળકી બોલે છે કે દાદુ આપણે જીતી ગયા. કાકા ખુશ થાય છે અને પછી વીરેન્દ્ર સહવાગ કાકાને કહે છે કે ઉપર વાળાએ
તમારી વાત સાંભળી લીધી. તેમજ પછી ખુશી મનાવવામાં આવે છે અને સહવાગ કહે છે કે ટીમ ઇન્ડિયાની વાત છે. 140 કરોડ લોકોની દિલ અને સાથે ધડકશે
લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે
આ પ્રોમો પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાં એક પક્ષ એવો પણ છે કે એશિયા કપના બહિષ્કારની વાત કરે છે. તો કેટલાક લોકો સોની સ્પોર્ટ્સ નેટવર્કની આલોચના કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે , ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્રિપક્ષીય સિરીઝ રમવામાં નથી આવતી. પરંતુ આઈસીસી અથવા એસીસી ટુર્નામેન્ટમાં બંને ટીમો રમે છે. એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 સપ્ટેમ્બરના રોજ દુબઈમાં યોજાશે.
આ પણ વાંચો..એશિયા કપમાં ગિલ વિરુદ્ધ આફ્રિદી અને બુમરાહ વિરુદ્ધ અયુબ