દહીં: મંગલકારી બળવર્ધક આહાર
શાસ્ત્રો અનુસાર ભારતીય દેશી ગૌમાતાનાં દૂધમાંથી બનાવેલ દહીંનાં પ્રભાવ
પંચગવ્યનું પંચાંગ – પ્રફુલ કાટેલિયા
1) રસ =અમ્મલ, મધુર
2) પાચન =ગુ (પચવામાં ભારે )
3) વીર્ય =ઉષ્ણ (શરીરમાં ગરમી વધારનાર )
4) દોષ = વાત નાશક, કફવર્ધક,શરીરમાં વધુ કફ હોય ત્યારે સેવન ન કરવું જોઈએ.
5) અન્ય પ્રભાવ = સંગ્રહી (પાચનતંત્રની આવશોષણ ક્ષમતા વધારનાર) અતિસારમાં લાભકારી, શુક્રવર્ધક, બળવર્ધક, અગ્નિવર્ધક, દીપનીય (પાચન ક્ષમતા વધારનાર) માંગલ્ય.
ચરક ઋષિ અનુસાર “દહીં પવિત્ર અને પૌષ્ટિક છે. આથી શુભ કાર્ય પહેલા દહીંને શુભ માનવામાં આવે છે.” (માટે જ દરેક શુભ કાર્યમાં પંચામૃતમાં દહીંનું મહત્ત્વ છે.)
ચરક સંહિતામાં સૂત્ર સ્થાન 27 અધ્યાયમાં દહીંને રોચન કહે છે. એટલે કે ખાવામાં ચિ કરે છે. આ દીપનીય અને અગ્નિવર્ધક છે. તે વૃષ્ય પણ છે. એટલે કે તે વીર્ય વર્ધક છે. સ્નેહમ એટલે કે શરીરને સ્નિગ્ધતા પ્રદાન કરે છે. પરિણામ સ્વરૂપ વાતનાશક છે. દહીં બળ વર્ધક છે. દહીં શરદી, ઝાડા, વિષમ જ્વર અને ભોજનમાં અચી દૂર કરનાર પણ કહ્યું છે. આચાર્યએ દહીંને ઉષ્ણવીર્ય કહ્યું છે. એટલે કે આની પ્રકૃતિ ગરમ છે. માટે આને ઠંડીમાં પણ ખાવામાં આવે છે. આ દહીં ઠંડી અને બીમારીઓને દૂર રાખે છે.
વાગભટ્ટ ઋષિ (સૂ.5/32) અનુસાર દહીં ખાટું છે. અને પાચન પછી પણ તેની ખટાશ જળવાઈ રહે છે. એ ગુ છે અને વાતનાશક છે. તથા પિત્ત અને કફને વધારે છે દહીં રોગી માટે ઉત્તમ છે.
દહીંના બે ભાગ હોય છે. 1)મલાઈ શુક્રવર્ધક અને 2) મંડ (તેની ઉપરનું પાણી ), કફ, વાતનાશક અને શરીરના સ્ત્રોતોને શુદ્ધ કરે છે.
ગૌમાતાનું દહીં સર્વશ્રેષ્ઠ શામાટે ??
ગૌમાતાનું દહીં સર્વશ્રેષ્ઠ છે. અને ઉપર બતાવેલ તમામ ગુણ ગૌમાતાના દૂધને જમાવીને બનાવેલ દહીંના છે. ભેંસનું દહીં પચવામાં ભારે હોય છે. અને તેમાં આવશ્યકતાથી વધુ સ્નિગ્ધતા હોય છે. જેનાથી શરીરમાં બ્લોકેજ થવાની અને રક્ત દૂષિત થવાની સંભાવના રહે છે. બકરીના દૂધથી જમાવેલ દહીંમાં સ્નિગ્ધતા ખૂબ જ ઓછી હોય છે. બકરીનું દહીં ફક્ત શ્વાસની તકલીફ, સૂકી ખાંસી, હરસ કે નિર્બળ રોગી લોકો માટે જ છે. આથી આયુર્વેદના ગ્રંથો અનુસાર ગૌમાતાનું દહીં જ સર્વોત્તમ છે.
દહીં કઈ ઋતુમાં લાભકારી છે..??
અ ) શિયાળામાં શરીર, મગજ અને ત્વચામાં ક્ષતા આવે છે. જેથી કાન અને સાંધાઓમાં દુખાવાની સંભાવના રહે છે. દહીંમાં આ તમામ બીમારીઓથી રક્ષણ આપવાની શક્તિ છે.
બ ) ચરક ઋષિ અનુસાર ચોમાસાની દૂષિત હવા અનેક પ્રકારના રોગો ઉત્પન્ન કરે છે. આથી એવું અન્ન ખાવું જોઈએ કે જે સ્નિગ્ધ હોય, ગરમ હોય અને ખાટું હોય આ ગુણો દહીંમાં જોવા મળે છે.
ક ) ચોમાસાની હવા અગ્નિને મંદ કરે છે. તેમાંથી તાવ, ઊલટી, ઝાડા, ચક્કર, ચામડીના વિકારો અને ફંગસ ના વિકારો થાય છે. આથી આયુર્વેદિક શાસ્ત્રો કહે છે કે અગ્નિનું સંરક્ષણ કરો. એટલે કે પાચનશક્તિને (જઠરાગ્નિ)) બચાવી રાખો. એવા આહાર ગ્રહણ કરો જે અગ્નિ વધારતા હોય. વાગ ભટ્ટ ઋષિ કહે છે કે દહીં અગ્નિવર્ધક છે. યોગ રત્નાકર પણ કહે છે કે ચોમાસામાં દહીં અવશ્ય ખાવું જોઈએ.
ખ ) ચોમાસામાં દહીંની સાથે મધનું સેવન કરવું જોઈએ. કારણ કે દહીંથી થનાર બ્લોકેજ મધ રોકી લે છે. જો કોઈને દહીં પચવામાં ભારે લાગતું હોય તો તેમાં સૂંઠ મિશ્ર કરીને લઈ શકાય છે.
દહીંને નિયમથી ખાવું આવશ્યક શા માટે છે.??
આધુનિક વિજ્ઞાન અને આયુર્વેદ બંને દહીંને પૌષ્ટિક આહાર કહે છે. પરંતુ આયુર્વેદ શાસ્ત્રોમાં દહીંના સેવનના વિષયમાં વધુ વિસ્તૃત અને ગહન જાણકારી પ્રાપ્ત થાય છે. જો આયુર્વેદમાં આપેલ નિયમોનું પાલન ન
કરીએ તો આ લાભકારી ખોરાક બીમારીઓ વધારી શકે છે.
જો આયુર્વેદના નિયમોનું પાલન ન કરીએ તો…
1) તાવ તથા શરદી વારંવાર પ્રવેશ કરે છે અને શરીરનું તાપમાન વધારે રહે છે.
2) રક્તપિત ( શરીરમાંથી લોહી નીકળવું ), હર્પીસ પણ થઈ શકે છે.
3) કુષ્ઠ (ચર્મ રોગ ) આયુર્વેદમાં 18 પ્રકારના ચર્મ રોગનું વર્ણન છે. તેમાંથી મોટાભાગના દહીંનું નિયમ અનુસાર સેવન ન કરવાથી થાય છે. સફેદ ડાઘ, લાંબા સમય સુધી ખંજવાળ, ખરજવું, સોરાયસીસ, ખોડો (ડેંડ્રફ ) વગેરેનું કારણ દહીંનું નિયમ અનુસાર સેવન ન કરવું તે જ છે. ચક્કર આવવા કે કમળો (પીળિયો ) પણ થઈ શકે છે. માટે આયુર્વેદના નિયમોનું પાલન કરીને જ દહીંનું સેવન કરવું. નહીં તો બીમારી આવવાની સંભાવના રહે છે.
ચરક ઋષિ અનુસાર આયુર્વેદના બધા નિયમોનું પાલન કરી દહીં ખાવું અથવા ન ખાવું.
દહીં ક્યારે અને કેવી રીતે ખાવું જોઈએ..??
1) હેમંત,શિશિર અને વર્ષાઋતુમાં દહીંનું સેવન ઉત્તમ છે. દહીં ઉનાળામાં ન ખાવું તથા વસંત, ગ્રીષ્મ,શરદ ઋતુમાં ન ખાવું જોઈએ.
2) દહીં દિવસે ખાવું જોઈએ રાત્રે નહીં .
3) દહીં લુખ્ખું ખાવું ન જોઈએ. તેને ઘી, મિશ્રી, મધ, સૂંઠ,આમળા વગેરે સાથે લેવું જોઈએ. દરરોજ દહીં ન ખાવું જોઈએ.
4) સારી રીતે જામેલ ન હોય તો દહીં ન ખાવું.
5) જો કફના રોગ, અસ્થમા, ડાયાબિટીસ કે જાડાપણું હોય અને દહીં ખાવાથી કોઈ તકલીફ થતી હોય તો દહીંનું સેવન ન કરવું જોઈએ.
ગૌ માતાના દહીંની મદદથી કેટલાક ઘરેલુ ઉપચાર.
1) સૂર્યાવત (એક પ્રકારનો માથાનો દુખાવો) સૂર્યોદય પહેલાં દહીં અને ભાત ખાવા.
2) દહીંને કપડામાં બાંધી તેનું પાણી કાઢી નાખવું. તે દહીંને દુ:ખાવા વાળી જગ્યાએ બાંધવાથી દુ:ખાવો દૂર થાય છે અને શૂળ તથા દાહ મટે છે.
3) ગ્રહણી (ઉુતયક્ષયિંુિ) = રોગમાં માખણ કાઢેલું દહીં સર્વોત્તમ છે.
4) ઝાડા કે મરડામાં દહીંમાં જીં ને શેકીને દહીં પાણી વગર ઘોળી લેવું. દહીં અને હળદરની એક ચમચી સાથે મિશ્રિત કરી લેવું.
દહીંની સાથે સ્વાસ્થ્યવર્ધક સંયોજન.
1) મિશ્રી = દહીં સાથે મિશ્રી ખાવાથી સાત ધાતુની પુષ્ટિ થાય છે જેમાં મિશ્રી ઠંડી અને દહીં ગરમ હોવાને કારણે શરીરમાં સંતુલન જળવાઈ રહે છે.
2) મગ = મગ પચવામાં હળવા અને ઠંડા છે. જ્યારે દહીં પચવામાં ભારે અને ગરમ છે. આથી આ શરીરને સંતુલિત રાખે છે.
3) મધ = ઠંડુ, વાતવર્ધક અને ક્ષ છે. જ્યારે દહીં આળસ દૂર કરનાર અને ભારે છે. જેથી આ શરીરને સ્થિર રાખે છે અને લોહીમાં પિત્ત અને કફને સંતુલિત રાખે છે. મધમાં સંધાન નામક વિશેષ જોડાવાની શક્તિ હોવાથી દહીંની સાથે કંઈ પણ ખરાબ અસર નથી થતી.
4) ઘી = દહીં અને ઘીને મિશ્ર કરી સેવન કરવાથી બુદ્ધિ,શુક્ર,ઓજ, કફ અને મેદ વધે છે. આનાથી તમામ પ્રકારના વિષ, ઉન્માદ (પાગલપણું ) શરીરમાં દુર્બળતા, વાત પિત્તને કારણે થનારી તમામ બીમારીઓમાં લાભ કરે છે.
5) આમળા = દહીંને કારણે થનાર બ્લોકેજ આમળા મટાડી શકે છે. અને દહીંને કારણે થનાર દરેક નબળાઈ દૂર કરે છે.
દહીં સાથે વિદ્ધ આહાર..+
દૂધ, ગરમ પદાર્થ, કાકડી, અડદ,ફળ જેવા કે તરબૂચ,ટેટી વગેરે. દહીંને ગરમ કરીને ન ખાવું જોઈએ. દહીં રાત્રે ન ખાવું જોઈએ. વાત રોગ,એસિડિટી, સંધિવાત, કફનાં રોગોમાં દહીંનું સેવન ન કરવું જોઈએ.
દહીં = વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ
આધુનિક પોષણ અનુસાર જે લોકોને લેકટોઝ ( દૂધમાં ઉપસ્થિત એક પ્રકારની સાકર ) થી એલર્જી છે. તેમના માટે દહીં પચાવવું સહેલું છે. પ્રોબાયોટિક બેક્ટેરિયા લેકટોઝને પચાવે છે. જેનાથી દહીં ખાટું થાય છે. અને તેનાથી તેની મીઠાશ ઘટે છે. આધુનિક વિજ્ઞાન અનુસાર દહીં ખાવાનું (ખોરાક ) પચાવે છે. દહીંમાં ઉપસ્થિત પ્રોટીન પણ બેક્ટેરિયલ આથા (ઋયળિક્ષફિંશિંજ્ઞક્ષ) પ્રક્રિયાથી વધુ સહેલાઈથી પચે છે.
પ્રોબાયોટિક્સ (સહજીવી બેક્ટેરિયા) વિજ્ઞાન અનુસંધાનનું એક મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર બની ગયું છે. વિશેષ રૂપથી પશ્ચિમી દેશોમાં આપચો, પ્રતિરક્ષા, નિરાશા અને કેન્સર સહિત કેટલીએ બીમારીના ઉપચાર માટે અનુસંધાન થઈ રહ્યા છે. આ પ્રોબાયોટિક્સ આજે બજારમાં કેપ્સુલ સપ્લિમેન્ટના રૂપમાં હજારો રૂપિયામાં વેચાય છે. આ પ્રોબેક્ટેરિયા દહીં અને છાશમાં પ્રાકૃતિક રૂપથી પ્રચુર માત્રામાં ઉપલબ્ધ હોય છે. દહીંમાં લેક્ટોબેસીલ્સ, એસીડોફિલ્સ, લેકટોકોક્સ લેક્ટિસ, સ્ટે્રપટોકોક્સ થર્મોફિલ્સ, બિફિડોબેક્ટેરિયમ તથા લેકટોબેસીલસ બુલગારિકસ જેવા ઘણા સ્વાસ્થ્યવર્ધક બેક્ટેરિયા ઉપસ્થિત હોય છે.
આધુનિક વિજ્ઞાન કહે છે કે એક ગ્રામ દહીંમાં 10 કરોડથી વધુ પ્રોબાયોટિક બેક્ટેરિયા (મિત્ર જીવી કીટાણુ) હોય છે. આ પ્રોબાયોટિક બેક્ટેરિયા શરીરની રોગ પ્રતિરોધક શક્તિ વધારે છે. પાચન શક્તિ વધારે છે. કેન્સર, હૃદય રોગ અને શ્વસનની બીમારીથી બચાવે છે.