તંદુરસ્તી-મનદુરસ્તી ઃ પ્રાણાયામની સાથે યોગાસનનો અભ્યાસ…
આજકાલ પ્રાણાયામનાં અનેક નવાંનવાં સ્વરૂપો પ્રચારમાં આવી રહ્યાં છે, તેમને અમે શાસ્ત્રીય પ્રાણાયામ ગણતા નથી અને અમને તે અભિપ્રેત નથી.
બીજી પણ એક વાત પ્રાણાયામનો અભ્યાસ કરવા ઇચ્છનારે સમજી લેવી જોઇએ.
પુસ્તક ગણે તેટલું સારું હોય કે ટી.વી. પરના કાર્યક્રમો ગમે તેટલા સારા હોય તોપણ તેમના દ્વારા પ્રાણાયામ શીખી શકાય નહીં. પુસ્તક શિક્ષકનો વિકલ્પ નથી. તેથી પ્રાણાયામ અધિકારી વ્યક્તિ દ્વારા જ શીખવા જોઇએ. પ્રાણાયામના શાસ્ત્રીય સ્વરૂપને જાણનાર સારા અને સાચા યોગાભ્યાસી પાસેથી જ પ્રાણાયામ શીખવા જોઇએ.
આટલી ભૂમિકા અને સ્પષ્ટતા પછી હવે અહીં ડિપ્રેશનની ચિકિત્સા માટેનો પ્રાણાયામનો અભ્યાસક્રમ અહીં મૂકવામાં આવે છે. વ્યક્તિની અવસ્થા, ઉંમર, શારીરિક અને માનસિક બંધારણ આદિ પરિબળો પ્રમાણે પ્રાણાયામનું સ્વરૂપ અને પ્રમાણ નિર્ધારિત કરવા જોઇએ. અહીં એક સામાન્ય અભ્યાસક્રમ મૂકવામાં આવે છે.
૧. ઉજજાથી – સરલ સ્વરૂપ:
(૧) બંને નસકોરાંથી પૂરક અને બંને નસકોરાંથી રેચક કરવા. કુંભક કરવો નહીં.
(૨) પૂરક-રેચક દરમિયાન શ્ર્વાસનળીના મુખ (લહજ્ઞિિંંશત)ને અડધું બંધ કરવું, આમ કરવાથી તેમાંથી એક ધીમો મધુર અવાજ ઉત્પન્ન થશે, ઉજજાયી પ્રાણાયામના અભ્યાસ દરમિયાન ધ્યાન આ અવાજ પર રાખવું.
(૩) પૂરક અને રેચકનું પ્રમાણ ૧:૨ રાખવું અર્થાત્ પૂરક કરતાં રેચક બમણો રાખવો પ્રારંભમાં પૂરક ૫ સેક્ધડ માટે અને રેચક ૧૦ સેક્ધડ માટે કરવો. અભ્યાસ વધતાં આ સમયમર્યાદા ધીમેધીમે વધારી શકાય છે.
(૪) પૂરક દરમિયાન પેટ બહાર આવશે અને રેચક દરમિયાન પેટ અંદર જશે.
૨. અનુલોમવિલોમ
(૧) પૂરક ડાબા નસકોરાથી કરવો
રેચક જમણા નસકોરાથી કરવો
પૂરક જમણા નસકોરાથી કરવો
રેચક ડાબા નસકોરાથી કરવો
આમ અનુલોમવિલોમ પ્રાણાયામનું એક આવર્તન થાય છે.
(૨) પૂરક-રેચક દરમિયાન શ્ર્વાસનળીના મુખને બંધ કરવાનું નથી, તેથી નાદ ઉત્પન્ન થશે નહીં.
(૩) પૂરક અને રેચકનું પ્રમાણ ઉજજાયીની જેમ ૧:૨ રાખવું. પ્રારંભમાં પૂરક ૫ સેક્ધડનો અને રેચક ૧૦ સેક્ધડનો કરવો. અભ્યાસ વધતાં આ સમયમર્યાદા ધીમેધીમે વધારવી.
(૪) પૂરક દરમિયાન પેટ બહાર આવશે અને રેચક દરમિયાન પેટ અંદર જશે.
(૫) પ્રારંભમાં અનુલોમવિલોમ પ્રાણાયામનાં ૫ આવર્તનો કરવાં. અભ્યાસ વધતાં આવર્તનો ધીમેધીમે વધારી શકાય છે.
પ્રાણાયામ વિશેષ માર્ગદર્શન-
(૧) ત્રણ માસ પર્યંત ઉપર્યુકત બંને પ્રાણાયામનો નિયમિત અભ્યાસ કર્યા પછી નિષ્ણાત માર્ગદર્શકની અનુમતિથી અને તેમના માર્ગદર્શન પ્રમાણે કુંભકનો પ્રારંભ કરી શકાય.
(૨) પ્રાણાયામનો અભ્યાસ ખાલી પેટે સવાર-સાંજ કરવી.
૩. યોગાસનો
પ્રાણાયામની સાથે યોગાસનનો અભ્યાસ પણ કરવામાં આવે તો પ્રાણાયામ વધુ અસરકારક બને છે.
નિષ્ણાત પાસેથી સારી રીતે શીખીને નીચેનાં યોગાસનોની અભ્યાસ કરી શકાય:
(૧) વિપરીતકરણી અથવા સર્વાંગાસન
(૨) ભુર્યગાસન
(૩) અર્ધશલભાસન
(૪) વક્રાસન અથવા અર્ધમત્સ્યેન્દ્રાસન
(૫) યોગમુદ્રા.
૪. પ્રણવોપાસના
પ્રણવોપાસના એક ઘણી મૂલ્યવાન અધ્યાત્મસાધના છે. પ્રાણાયામના અભ્યાસની સાથે પ્રાણાયામ પછી તરત પ્રણવોપાસના કરવામાં આવે તો આ અભ્યાસ વધુ ફળદાયી બનશે.
પ્રણવોપાસના પણ કોઇ જાણકાર પાસે શીખવી જોઇએ.
પ્રણવનાદનાં સવાર-સાંજ ૩૦થી ૧૦૦ આવર્તનો કરવાં જોઇએ.
યોગાસનો, પ્રાણાયામ, પ્રણવોપાસના આદિ યોગાભ્યાસ કરનાર અભ્યાસીના જીવનમાં ડિપ્રેશન આવે નહીં.
ડિપ્રેશનની અવસ્થા આવ્યા પછી પણ યોગાભ્યસા કરી શકાય છે. પરંતુ ડિપ્રેશન અતિ ગંભીર અવસ્થામાં હોય અને દરદી યોગાભ્યાસ કરી શકે તેમ જ ન હોય તો અને ત્યારે તેમને અન્ય ચિકિત્સા કરાવવી જોઇએ. તે વ્યક્તિ યોગાભ્યાસ શીખી શકે અને તેનો નિત્ય અભ્યાસ કરી શકે એવી અવસ્થા હોય ત્યારે જ યૌગિક ચિકિત્સા થઇ શકે છે. ડિપ્રેશનની ગંભીર અવસ્થાના દરદી પ્રારંભમાં અન્ય ચિકિત્સા દ્વારા થોડી રાહત મેળવીને યોગાભ્યાસ કરી શકે તેવી અવસ્થા પ્રાપ્ત કરી લે પછી તેમને યોગાભ્યાસનો પ્રારંભ કરાવી શકાય છે.
૯. તાણ ની યૌગિક ચિકિત્સા
કોઇ રોગ આ યુગમાં જ ઉત્પન્ન થયો અને પહેલાં હતો જ નહીં એમ કહી શકાય નહીં. હા, આપણે તેના સ્વરૂપને જાણતા ન હોઇએ કે તે રોગ ખાસ પ્રકાશમાં ન આવ્યો હોય તેમ હોઇ શકે છે. પરંતુ તે રોગ પહેલાં હતો જ નહીં અને હમણાં ઉત્પન્ન થયો તેમ કહી શકાય નહીં. કેન્સર, એઇડ્સ આદિ રોગો વિશે લોકમાન્યતા કાંઇક એવી જ છે કે એ તો બધા હમણાંના જ રોગો છે, પહેલાં ક્યાં હતા? પરંતુ આ તો લોકમાન્યતા છે. હકીકત ન પણ હોય. પહેલાંના કાળમાં પણ આ રોગ હોઇ શકે છે. એટલું સાચું કે આ રોગોની પરખ હમણાં થઇ છે અને એ પણ સાચું કે આ યુગમાં તેમનું પ્રમાણ ખૂબ વધારે છે.
તાણ (તિબિયત) પણ એક એવી બીમારી છે, જે પહેલાંના સમયમાં હતી જ નહીં અને વર્તમાનકાળમાં એકાએક ફૂટી નીકળી છે અને વ્યાપક પ્રમાણમાં પ્રચલિત બની છે એમ આપણે કહી શકીએ નહીં- એમ અમે કહેતા પણ નથી, પરંતુ આ વિધાન તો બરાબર છે કે વર્તમાનકાળમાં તાણ (તિબિયત) બહુ વ્યાપક પ્રમાણમાં પ્રચલિત બની છે. પ્રાથમિક શાળાએ જતો નાનો બાળક પણ તાણમાં જીવતો હોય તેવાં દષ્ટાંતો આ યુગમાં વિરલ નથી. વર્તમાનકાળની જીવનશૈલીનું સ્વરૂપ જ એવું છે કે તાણનો વ્યાપ બહુ વધી રહ્યો છે. જ્યારે પરિસ્થિતિ આવી છે ત્યારે તાણના સ્વરૂપને તેની કારણમીમાંસા અને ચિકિત્સાને સમજી લેવાં આવશ્યક બને છે.
હવે પ્રારંભમાં આપણે જોઇએ કે તાણ શું છે?
માનસિક તાણ એટલે મનની એવી અસ્વસ્થ અવસ્થા કે જેમાં વ્યક્તિ મન પર દબાણ અર્થાત્ બોજો અનુભવે છે.
નાના, મોટા, સાચા કે કલ્પિત કારણસર જ્યારે માનવ પોતાના મન પર કોઇ દબાણ, કોઇ બોજો, કોઇ ભાવ અનુભવે અને તેને કારણે મન અસ્વસ્થ બની જાય ત્યારે તે અવસ્થાને માનસિક તાણ ની અવસ્થા કહેવામાં આવે છે.
માનસિક તાણના સ્વરૂપને સમજીને હવે આપણે તેની કારણમીમાંસાને સમજીએ.
માનસિક તાણનું મૂળભૂત કારણ ઇચ્છા ભગવાન બુદ્ધે કહ્યું જ છે કે દુ:ખનું કારણ ઇચ્છા છે. હા, ઇચ્છાની સાથે ભય સંલગ્ન હોય જ છે. ભય ઇચ્છાના સિક્કાની બીજી બાજુ જ છે. તેથી ઇચ્છા અને ભય બંને મળીને તાણની પરિસ્થિતિનું નિર્માક્ષ કરે છે તેમ કહેવું જોઇએ.
ઇચ્છાને કોઇ ધ્યેય હોય છે- કશાકની પ્રાપ્તિની કે કશાકમાંથી મુક્ત થવાની ઇચ્છા હોય છે. આ ધ્યેય છે. કોઇ ધ્યેયપ્રાપ્તિ માટેની મનોમય તૃષ્ણા, વાસના કે ઝંખનાને ઇચ્છા કહેવામાં આવે છે. આનો અર્થ સ્પષ્ટ જ છે કે ઇચ્છાને ધ્યેય (લજ્ઞફહ) હોય છે.
ઇચ્છા હંમેશાં જે નથી તેની પ્રાપ્તિની હોય છે. જે છે તેની ઇચ્છા ન હોઇ શકે જે નથી તેને પ્રાપ્ત કરવાની જ ઇચ્છા હોય છે. હા, જે છે તેની જાળવી રાખવાની ઇચ્છા હોઇ શકે છે, પરંતુ જે છે તેને પ્રાપ્ત કરવાની ઇચ્છા ન હોઇ શકે, એટલું જ નહીં, પણ જે છે તેને અધિક પ્રાપ્ત કરવાની ઇચ્છા પણ હોઇ શકે છે, પરંતુ જે છે તે ઇચ્છાનું ધ્યેય ન બની શકે કોઇ દુ:ખદ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિમાંથી મુક્ત થવાની ઇચ્છા પણ હોઇ શકે છે.
આમ અનુકૂળ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિની પ્રાપ્તિની ઇચ્છા હોય છે. અથવા પ્રતિકૂળ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિમાંથી મુક્તિની ઇચ્છા પણ હોઇ શકે છે.
ઇચ્છા કોઇપન સ્વરૂપની હોય, પરંતુ એટલુું તો નિશ્ર્ચિત છે કે ઇચ્છાને ધ્યેય હોય છે. આમ ઇચ્છાની ઘટનામાં બે બિંદુ છે: વ્યક્તિ જ્યાંછે તે બિંદુ અને વ્યક્તિ જ્યાં પહોંચવા ઇચ્છે છે તે ધ્યય-બિંદુ. આ બે બિંદુઓ વચ્ચે અંતર છે. આ અંતરને ઘટાડવા માટે મન આકુળવ્યાકુળ બને છે અને આ વ્યાકુળતા જ તાણ (તિિંયતત)નો પાયો છે. તાણની અવસ્થાનું નિર્માણ કરવામાં ઇચ્છાની સાથે ભય પણ ભળે જ છે. કશાકની પ્રાપ્તિની ઇચ્છા સાથે ‘તે નહીં મળે તો?’- એવો ભય પણ સંલગ્ન હોય જ છે. પ્રાપ્તને ટકાવી રાખવાની ઇચ્છા સાથે ‘તે નહીં ટકી રહે તો?’ એવો ભય પણ સંલગ્ન હોય જ છે.