તરોતાઝાવિજ્ઞાન અને ટેકનોલોજીસ્પેશિયલ ફિચર્સ

workout ખાલીપેટે કે ભરેલા પેટે? : જાણો ફાયદા ને ગેરફાયદા

સામાન્ય રીતે કરસત કે વર્કઆઉટ (Fasting workout) ખાલી પેટે કરવાની ખાસ સલાહ આપવામાં આવે છે. મોટાભાગના નિષ્ણાતો વહેલી સવારે ખાલીપેટે કસરત કરવાથી શરીર ચુસ્ત અને બીમારી વિનાનું રહે છે, તેમ કહે છે. ત્યારે એક નિષ્ણાતવર્ગ એમ પણ કહે છે કે સાવ ખાલી પેટે કસરત ન કરતા નજીવું એવું કંઈક ખાઈ લેવાથી ઘણા ફાયદા થાય છે જ્યારે એકદમ ખાલી પેટે કરેલી કસરત બીજી સમસ્યા નોતરે છે.

ફાસ્ટિંગ વર્કઆઉટ એટલે કે ખાલી પેટે કસરત કે શારીરિક શ્રમ કરવાના આ છે ફાયદા

  1. વજન ઘટાડવા (weight reduce) માં ફાયદાકારકઃ ખાલી પેટે કસરત કરવાથી તમારું વજન ઝડપથી ઘટે છે અને જો તમે ખાલી પેટ કસરત કરો છો, તો તમારા શરીરમાં રહેલી ચરબી એનર્જીમાં પરિવર્તિત થઈ જાય છે અને તેના કારણે ફેટ તૂટી જાય છે વજન ધીમે ધીમે ઘટે છે.
  2. ડાયાબિટીસમાં ફાયદાકારકઃ જો તમે ડાયાબિટીસના દર્દી છો અને કંઈપણ ખાધા વગર વર્કઆઉટ કરતા હોવ તો તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. વાસ્તવમાં, ખાલી પેટ પર કસરત કરવાથી ઇન્સ્યુલિનનો પ્રતિકાર વધે છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.
  1. જ્યારે ખાલી પેટ પર કામ કરવાથી ચરબી (fat) રૂપે તમને જે તાકાત મળે છે તે ઓછી થાય છે આથી તે ત્યારે તે તમારા શરીરમાં રહેલા પ્રોટીન (protien)નો ઉપયોગ બળતણના રૂપમાં પણ કરે છે, જે તમારા શરીરને સંભવિત નુકસાન પહોંચાડી શકે છે.
  2. સહનશક્તિ ઘટી શકે છેઃ ખાલી પેટે વર્કઆઉટ કરવાથી તમારા શરીરને નબળાઈનો અનુભવ થશે. નબળાઈના કારણે લોકો ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી અને કેટલીકવાર તેમનું સ્વાસ્થ્ય બગડે છે.
  3. સ્નાયુઓને નુકસાન થાય છેઃ ખાલી પેટે વર્કઆઉટ કરવાથી શરીરમાં સ્નાયુઓનું નુકસાન થવાનું જોખમ અનેક ગણું વધી જાય છે. જેના કારણે શરીરની ત્વચા અને સ્નાયુઓ પણ નિસ્તેજ થઈ જાય છે.
  4. હાડકાં નબળાં થાય છેઃ ખાલી પેટે કસરત કરવાથી પણ તમારા હાડકાં નબળાં પડે છે.
  5. મેટાબોલિઝમ ધીમું થઈ જાય છેઃ જો તમે કંઈપણ ખાધા વગર કસરત કરો છો તો તમારું મેટાબોલિઝમ પણ ધીમુ થઈ જાય છે જેના કારણે તમે ઝડપથી વજન ઉતારી શકતા નથી.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાલમાં બજારમાં મળતું આ ફળ ખાવાથી મળે છે અગણિત હેલ્થ બેનેફિટ્સ… અંબાણીના પુત્રના પ્રી વેડિંગ ફંક્શનમાં રાધિકાએ પહેર્યો અનંતનો લવ લેટરની છપાઈ વાળો ગાઉન બુક પરથી બનાવવામાં આવેલી 9 Superhit Filmમાંથી તમે કેટલી જોઈ છે? આ અભિનેત્રીઓએ પણ લગ્ન માટે સ્વીકાર્યો છે મુસ્લિમ ધર્મ