તરોતાઝા

ગર્ભાશયની મુશ્કેલીઓ આહારથી આરોગ્ય સુધી

ડૉ. હર્ષા છાડવા

આપણી સંસ્કૃતિના મૂળ પાયામાં નારીનું સ્થાન છે. કૃતિ સંસ્કૃતિની માતા છે. દરેક જીવની પ્રથમ સર્જક નારી છે, તેથી તે શારીરિક રીતે મજબૂત હોવી જોઇએ. અવયવોની દૃષ્ટિએ વિચાર કરીએ તો સ્ત્રીના પ્રજનન તંત્રના અવયવોમાં ગર્ભાશયને મુખ્ય અવયવ તરીકે ગણતરી થાય છે. ગર્ભાશય આ એક એવું અવયવ છે કે જેમાં અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થવાની શકયતા રહે છે. ગર્ભાશયમાં સોજો, માસિક ધર્મની મુશ્કેલીઓ, ગર્ભાશયમાં ગાંઠ, અનાર્તવ (માસિક સ્ત્રાવ ન થવો) યોનિ રક્તસ્ત્રાવ, શીઘ્રપતન પી. સી.ઓ.ડી. જેવા રોગો થાય છે. આ બધા રોગોમાં તીવ્ર અથવા ર્જીણ બળતરા વધારે જોવા મળે છે.

ગર્ભાશયને લગતી બળતરા તેની અંદરની દીવાલ તેને દૃઢ કરતી માંસપેશીઓ ગર્ભાશયની ગ્રીવા વગેરેમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. ગર્ભાશયની અંદરની પાતળી ત્વચામાં ઉત્પન્ન થતો સોજો અને બળતરાને આધુનિકો એન્ડો મેટ્રાઇટીસ અને ગર્ભાશયની માંસપેશીઓમાં થનારા સોજા અને બળતરાને મેટ્રાઇટ્રીસ કહેવામાં આવે છે.

ગર્ભાશયને લગતી બીમારી આધુનિક સમયમાં વધુ જોવા મળે છે. માસિક ધર્મની શરૂઆત થતાં જ છોકરીઓમાં તકલીફો શરૂ થઇ જાય છે. મૂળ કારણની જાણકારી હોવી જરૂરી છે. બહુ જ નાની ઉંમરે મુશ્કેલી જણાય છે તેનું કારણ અપ્રાકૃતિક ખાનપાન જ છે. જંકફૂડ, ચોકલેટ, પીઝા, પાસ્તા, બ્રેડ બિસ્કિટ, મસાલેદાર ભોજન, ચહા, કોફી જેવા ખાનપાન લોહીમાં એસીડીટી પેદા કરે છે. લોહી એસીડીક થતા ગર્ભાશયમાં મુશ્કેલી સર્જાય છે. ઉગતી બાળાઓના ભોજન પ્રદૂષિત છે. આની કાળજી શરૂઆતથી જ લેવી જોઇએ. વધુ મુશ્કેલીઓ થાય પછી ગંભીર રોગોનો જન્મ થઇ જાય છે. નાની ઉંમરમાં જ ગર્ભાશય કાઢી નાખવા પડે છે. અથવા તો દવાઓ કાયમની ચાલુ રહે છે. જેથી શરીરનાં બીજાં અવયવો પણ મુશ્કેલીમાં મુકાય છે.

તહેવારોની મોસમ ચાલુ છે. જેમાં મોળાકાત, જયાપાર્વતી કે બીજા અન્ય તહેવારો જે સ્ત્રીઓ માટે છે તેમાં યોગ્ય ખાનપાનની દૃષ્ટિએ જ અમલમાં આવ્યા જેથી શરૂઆતમાં જ એવું ખાનપાન આપવામાં આવે કે જયારે ગર્ભધારણ થાય તો તેમાં કોઇ મુશ્કેલીઓ ન જણાય. આધુનિક વિચારોની સ્ત્રીઓ કે બાળાઓ આના વિશેની નકામી વાતો કે નકામા તહેવારો ગણે છે. મોળાકાતમાં નમક વગરનું ખાનપાન જે થાઇરોઇડના હાર્માનને મજબૂત બનાવે છે. મોરશની ભાજી દરિયાઇ વિસ્તારમાં ઊગે છે. તેમાં નમકનું સારા પ્રમાણમાં છે જે હાર્માનને સતેજ રાખે છે. આગળ જતાં ગર્ભાશય મજબૂત બનાવે છે.

ગર્ભાશયને મજબૂત બનાવી રાખવા કે રોગોથી દૂર રાખવા બજારૂ દવાની આવશ્યકતા નથી. યોગ્ય ખાનપાનની સમજ હોવી જરૂરી છે. માસિક ધર્મ આવતા જ ત્રણ દિવસ સ્ત્રીને સખત આરામ જરૂરી હોય છે. તેનું લક્ષ રાખવું ખૂબ જ જરૂરી છે. આહારની દૃષ્ટિએ વિચાર કરીએ તો આપણી આસપાસ લગભગ બધું જ મળી રહે છે. વધુ સ્વાદનો વિચાર ન કરતાં યોગ્ય આહારને જ સ્વાદિષ્ટ બનાવવાની કળાની જરૂરત છે.

મોરશની ભાજી સ્વાદિષ્ટ ભાજી છે. કુદરતી રીતે જ આમાં નમકનો સ્વાદ છે. કેલ્શિયમ અને મેગ્નેયિમથી ભરપૂર છે. ખૂબ જ પ્રમાણમાં માઇક્રોન્યૂટિશન છે. જે શરીરના ઝેરને નાબૂદ કરે છે. પાઇલ્સ, કબજિયાત, લીવર પર સુંદર પરિણામ આપે છે. ગર્ભાશયની એસીડીટીને નાબૂદ કરે છે. આવી ઘણી ભાજીઓ છે જે વરસાદની મોસમમાં જ મળે છે. લુણીભાજી, ખાપરા, ટાકળા, અંબાડીભાજી લઇ શકાય છે. મોરશની ભાજીના મૂઠિયા, સૂપ, ચટણી કે થેપલા બનાવી શકાય છે. ઉગતી બાળાઓને આ ભાજીની ખાસ જરૂરિયાત છે. આપની આસપાસ લીલી ભાજીઓનો ઉપયોગ કરવો જોઇએ. આની માટે સર્તક રહેવું જરૂરી છે.

નવધારી ભીંડા-પોપટી કે આછા સફેદ પોપટી જેવા તેની નવ ધાર હોય છે. સ્વાદે ખૂબ જ ઊંચા છે. ગુણો પણ ઊંચા છે. આ ભીંડા શરીરના અંદરના અવયવોની બ્યૂટી વધારે આ વરસાદની મોસમમાં જ મળે છે.

લીલા શીંગોડા (ચેસ્ટનટ) ગુણોથી ભરપૂર છે. શરીરની આયોડીન ડમી થવા દેતા નથી. થાઇરોઇડના હાર્માનને મજબૂત બનાવે છે. તેથી શરીરનો મેટાબોલીક ગ્રાફ ઊંચો રહે છે. ગર્ભાશયના લોહીને સાફ રાખે છે. આ બેથી ત્રણ મહિના મળે છે. એમ જ ખાઇ શકાય છે. શીરો, ભાખરી, સૂપ બનાવી શકાય છે.

પપનસ આ ફળના ગુણ ગાઇ તેટલા ઓછા છે. આના બીજા નામ ચકોત્રુ, ગપફૂટ છે. ગણપતિની પૂજા આના વગર અધૂરી છે. છઠ્ઠ પૂજામાં ખાસ આનો ઉપયોગ થાય છે. આ મહા મૂલ્યવાન ફળ છે. ઓગસ્ટ મહિનાથી ડિસેમ્બર મહિના સુધી આ ફળ મળે છે. આનો પાક પૂરા ભારતમાં થાય છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, ગુજરાત, દક્ષિણ ભારતમાં થાય છે. આના વિશે લોકોને વધુ માહિતી નથી. તેથી આના ગુણોથી વંચિત રહે છે. આની બે-ત્રણ જાતની વેરાયટી છે.

સંતરા કરતાં ચાર ગણું મોટું ફળ છે. અંદરથી ગુલાબી કે સફેદ હોય છે. વિદેશોમાં પણ આની એક જાત થાય છે. બહારથી સંતરા જેવું પણ અંદરથી ડાર્ક મરૂન રંગનું હોય છે. આનો સ્વાદ ખૂબ જ મજેદાર છે.

આનો ઉપયોગ ઘરના દરેક સભ્યોએ કરવો જોઇએ. એસીડીટીને જડથી નાબૂદ કરે છે. ગર્ભાશયનું શુદ્ધિકરણ કરવામાં આનો નંબર પહેલો છે. આંખને સ્વચ્છ રાખે છે. આંતરડાની સફાઇ કરે છે. આ મોસમમાં આનો ઉપયોગ જરૂરથી કરજો.

ગર્ભાશય માટે સ્ટ્રીરોઇડ્સની જરૂર છે પણ તે કુદરતી રીતે મળતાં હોય તે દૂધી, કોળુ, પડવલ વગેરે. ઔષધિઓની આપણી પાસે ભરમાર છે. તે ચિકિત્સકની સલાહથી લેવી. જેવી કે સિંહપણી રેવાચીની, સમુદ્રફળ, રુદ્રવંતી, લક્ષ્મણી જેવી આપણી પાસે ઉપલબ્ધ છે.

અન્ય ખાદ્ય વસ્તુઓ નાગરવેલના પાન, ગુલાબના ફૂલ, મકાઇ, અંજીર, જરદાળ, શેતૂર, કમલના ફૂલ, દાંડા, લાલમૂળા, નારિયેળના ફૂલ વગેરે ગર્ભાશયને મજબૂત બનાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button