તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

આરોગ્ય એક્સપ્રેસ : યુવાનોને હૃદયની બીમારી કેમ થાય છે?

-નિધિ ભટ્ટ

મુંબઈમાં કુલ મૃત્યુના ૧૧ ટકા મરણ હૃદયરોગનો આંચકો લાગવાથી થાય છે. મુંબઈના ૧૮-૬૯ વર્ષના વયજૂથના ૩૪ ટકાને બ્લડ પ્રેસરની અને ૧૮ ટકાને ડાયાબિટિઝની બીમારી છે. ૨૧ ટકા મુંબઈગરામાં કોલેસ્ટેરોલનું જોખમી પ્રમાણ છે.

તરુણોમાં હાર્ટ એટેકથી મૃત્યું થવાનું પ્રમાણ વધી ગયું છે. આના કારણો ખોટી જીવનશૈલી, ઓષધને દૂરુપયોગ, કોલેસ્ટેરોલનું વધતું પ્રમાણ અને વ્યસન છે. યોગ્ય સમયે રોગનું નિદાન થાય તો એમાંથી બચી શકાય છે. જ્યાં સુધી ગંભીર બીમારીનું નિદાન ન થાય ત્યાં સુધી કોલેસ્ટેરોલના ઊંચા પ્રમાણનો ખ્યાલ આવતો નથી. ૧૯થી ૨૪ વર્ષના વયજૂથમાં ઊંચા કોલેસ્ટેરોલને લીધે હાર્ટએટેક આવવાનું ૫૦ ટકા જોખમ હોય છે.

| Also Read: ગાડરિયા પ્રવાહથી કેવી રીતે બચવું?

કાર્ડિયોલોજિસ્ટ કહે છે કે હૃદય અને રક્તવાહીનીને લગતી બીમારીને સાયલન્ટ કિલર કહેવા૪માં આવે છે. આના ઉપચાર માટે આવનારા દસમાંથી સાત યુવાનોની શરીરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ વધારે હોય છે. સ્ત્ર અને પુરુષો બન્નેમાં કકોલેસ્ટેરોલનું પ્રમાણ વધારે હોવાની બીમારી હોય છે.

કાર્ડિયોલોજિસ્ટ કહે છે કે હાર્ટએટેકથી બચવું હોય તો લોહીની તપાસ અને સ્કેનિંગ નિયમિત કરાવવુ જરૂરી છે. યોગ્ય આહાર, નિયમિત વ્યાયામ અને રેગ્યુલર ટેસ્ટ કરાવીને હૃદયનું આરોગ્ય જાળવી શકાય.
હાર્ટ એટેક આવે ત્યારે શું કરવું?

હુમલો આવે એના પછીના કલાકો ઘણા મહત્ત્વના છે. સમયસર ઉપચાર કરાવો તો જીવન બચી શકે છે. આ માટે હૉસ્પિટલમાં કેથલેબ અને હાર્ટના ઓપરેશનની વ્યવસ્થા હોવી આવશ્યક છે. ગ્રામીણ ભાગમાં રક્તવાહીનીમાં ગઠ્ઠો ન જામી જાય એ માટે ‘ટિનોકિટપ્લેજ’ નામની દવા અપાય છે. અ ાદવા આપવાથી આગળના ઉપચાર માટે સમય મળી જાય છે. ખાનગી હૉસ્પિટલમાં ઉપચારનો ખર્ચ ઓછામાં ઓછો ૫૦થી ૭૦ હજાર રૂપિયા થઈ શકે. આરોગ્ય વિભાગની હૉસિપ્ટલમાં આ દવા મફત અપાય છે.

| Also Read: આરોગ્ય પ્લસ: પથરી વિશે આપને આ માહિતી છે?

તદુપરાંત ૩૦ વર્ષની ઉપરની વયના લોકોને માટે મહત્ત્વની સુવિધામાં ઓગસ્ટ ૨૦૨૨થી ૨૬ હૉસ્પિટલમાં બ્લડ પ્રેસર અને ડાયાબિટીઝની મફત ચકાસણી કેન્દ્ર શરૂ કરાયા છે. ઓગસ્ટ ૨૦૨૪ સુધી ચાર લાખથી વધારે લોકોએ આવી ચકાસણી કરાવી છે. આમાં ૯.૦૫ ટકા બ્લેડ પ્રશેરના અને ૧૨.૩૩ ટકા ડાયાબિટીઝના દર્દીઓ શોધી કઢાયા છે.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker