તરોતાઝા

શું તફાવત છે મેડિક્લેમમાં ટોપ અપ પ્લાન ને સુપર ટોપ અપ પ્લાન વચ્ચે?

નિશા સંઘવી

છેલ્લી વાર આપણે આ કોલમમાં મેડિક્લેમના સુપર ટોપ અપ પ્લાન વિશે વાત કરી. આજે ટોપ અપ પ્લાન પર એક નજર નાખીએ. ટોપ અપ પ્લાન પણ હોસ્પિટલાઇઝેશનના બિલમાં એક મર્યાદા (ડિડક્ટિબલ રકમ) કરતાં વધારે ખર્ચ થાય ત્યારે લાગુ પડે છે. ડિડક્ટિબલ રકમ બેઝ પોલિસી (મૂળ પોલિસી) હેઠળ આવરી લેવાયેલી હોઈ શકે છે અથવા તો દરદીના ખિસામાંથી ચૂકવાતી હોઈ શકે છે. આમ, ટોપ અપ મેડિક્લેમ પોલિસી ખરીદવા માટે બેઝ પોલિસી હોવી જરૂરી નથી. ટોપ અપ પોલિસી પણ વ્યક્તિગત કે ફ્લોટર બેઝિસ પર આપવામાં આવે છે.

ડિડક્ટિબલ એટલે શું?

પોલિસીના સમયગાળા દરમિયાન થનારા દરેક હોસ્પિટાઇઝેશન વખતે આવનારા ખર્ચમાંથી જે રકમ વીમાધારકના ખિસામાંથી અથવા એમની મૂળ પોલિસીમાંથી ભરપાઈ કરવામાં આવે એ રકમને ડિડક્ટિબલ કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ
તો ટોપ અપ પોલિસી આપનાર કંપની બિલમાંથી જે રકમ કાપીને બાકીના બિલની ચુકવણી કરે એ રકમને ડિડક્ટિબલ કહેવાય છે.

ટોપ અપ પોલિસી હેઠળ ક્લેમના વખતે ડિડક્ટિબલ કેવી રીતે લાગુ પડે છે?

  • દરેક ક્લેમ વખતે ડિડક્ટિબલ નવેસરથી લાગુ પડે છે.
  • દરેક હોસ્પિટલાઇઝેશનને અલગ ક્લેમ ગણવામાં આવે છે.
  • વીમાની રકમ ડિડક્ટિબલ કાપી લીધા પછીની રકમ માટે લાગુ થાય છે. ઉદાહરણ તરીકે, મૂળ પોલિસી પાંચ લાખ રૂપિયાની હોય અને ટોપ અપ પ્લાન 10 લાખ રૂપિયાનો હોય તો ડિડક્ટિબલ પાંચ લાખ રૂપિયા ગણાય અને તેની ઉપરની મર્યાદા પાંચ લાખ રૂપિયાની થાય.

બિલની રકમ ટોપ અપ પ્લાન હેઠળ ચુકવણી

આઠ લાખ રૂપિયાનું એક બિલ આવ્યું હોય એ સ્થિતિ મૂળ પોલિસી હેઠળ વીમા કંપની પાંચ લાખ રૂપિયા આપશે અને ઉપરના ત્રણ લાખ રૂપિયા ટોપ અપ પ્લાન હેઠળ ચૂકવાશે. પોલિસીના સમયગાળા દરમિયાન એક કરતાં વધારે બિલ થયાં હોય એ સ્થિતિ…
પહેલું બિલ – 6 લાખ
બીજું બિલ – 2 લાખ
ત્રીજું બિલ – 1 લાખ

પહેલું બિલ: મૂળ પોલિસી હેઠળ વીમા કંપની પાંચ લાખ રૂપિયા ચૂકવશે. ઉપરના એક લાખ રૂપિયા ટોપ અપ પ્લાન હેઠળ ચૂકવાશે. બીજા અને ત્રીજા બિલની રકમ વીમાધારકે પોતે ચૂકવવી પડશે.

સુપર ટોપ અપ પોલિસી
સુપર ટોપ અપ પ્લાનમાં સુપર ટોપ અપ માટે લેવાયેલી ડિડક્ટિબલ ઉપરાંતની મર્યાદા સુધીનાં હોસ્પિટલનાં તમામ બિલને આવરી લેવામાં આવે છે. ડિડક્ટિબલ રકમ આખા વર્ષમાં આવેલા કુલ ક્લેમને લાગુ પડે છે. એક વખત ડિડક્ટિબલની ચુકવણી થઈ જાય પછી સુપર ટોપ અપ પ્લાન બાકીના ક્લેમ માટે સક્રિય થાય છે. ટોપ અપ પ્લાનમાં એક મર્યાદા પછીના દરેક ક્લેમને આવરી લેવામાં આવે છે, જ્યારે સુપર ટોપ અપ પ્લાનમાં મર્યાદા ઉપરનાં હોસ્પિટલાઇઝેશનનાં બધાં બિલને આવરી લેવામાં આવે છે,
જેમકે….

મૂળ પોલિસી પાંચ લાખ રૂપિયાની છે અને સુપર ટોપ અપ પ્લાન 10 લાખ રૂપિયાનો છે, જેમાં મર્યાદા પાંચ લાખ રૂપિયા છે. બિલની રકમ સુપર ટોપ અપ પ્લાન મુજબ ચુકવણી 8 લાખ રૂપિયાનું એક બિલ મૂળ પોલિસીમાંથી પાંચ લાખ રૂપિયા ચૂકવાશે અને બાકીના ત્રણ લાખ રૂપિયા સુપર ટોપ અપ પ્લાનમાંથી ચૂકવાશે. પોલિસીના સમયગાળા દરમિયાન એક કરતાં વધારે બિલ થયાં હોય એ સ્થિતિમાં
પહેલું બિલ – 6 લાખ
બીજું બિલ – 2 લાખ

ત્રીજું બિલ – 1 લાખ મૂળ પોલિસી હેઠળ પાંચ લાખ રૂપિયા ચૂકવાશે. અલગ અલગ બિલના ઉપરના ચાર લાખ રૂપિયા સુપર ટોપ અપ પ્લાનમાંથી ચૂકવાશે.

આમ, આરોગ્ય વીમાનું કવચ મોટું કરવું હોય તો સુપર ટોપ અપ આદર્શ રસ્તો છે. સુપર ટોપ અપ પ્રમાણમાં સસ્તાં પડે છે. મૂળ પોલિસી અને સુપર ટોપ અપ પોલિસીની કંપની એકસમાન હોય તો કંપનીના નેટવર્કની હોસ્પિટલમાં ક્લેમની પતાવટ કેશલેસ ધોરણે થાય છે.

પ્રશ્ન: શું હું ફક્ત સુપર ટોપ અપ પોલિસી ખરીદી શકું?

ઉત્તર: હા, તમે ફક્ત સુપર ટોપ અપ પોલિસી ખરીદી શકો છો, પરંતુ તમારે એ ધ્યાનમાં રાખવાનું કે એમાંની ડિડક્ટિબલની રકમ તમારા ખિસામાંથી ચૂકવવી પડશે. જો તમે ખિસામાંથી ડિડક્ટિબલ ચૂકવવા માગતા ન હો તો તમારે મૂળ પોલિસી લેવી પડે.

પ્રશ્ન: નવી સુપર ટોપ અપ પોલિસીને પ્રિ-એક્ઝિસ્ટિંગ ડિસીઝ માટેનો વેઇટિંગ પીરિયડ લાગુ પડશે?
ઉત્તર: હા, પોલિસીના નિયમો અને શરતો હેઠળ વેઇટિંગ પીરિયડ લાગુ થશે.

આપણ વાંચો:  આરોગ્ય પ્લસ : શરીરની આ કેટલીક તકલીફ વિશે પણ જાણી લો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button