તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

ઉપવાસ કરવો છે? તો આ રીતે કરવો

સ્વાસ્થ્ય -નિધિ ભટ્ટ

હાલમાં તહેવારોની મોસમ ચાલી રહી છે અને મોટા ભાગના હિન્દુઓ આ તહેવારોમાં ઉપવાસ જરૂરથી કરતા હોય છે. આપણા પૂર્વજોએ સ્વાસ્થ્યને સારું રાખવા માટે ઉપવાસનો નિયમ બનાવ્યો હતો અને તેના ફાયદા પણ ઘણા છે.

ઉપવાસને કારણે શરીરના દરેક અંગને ફાયદો થતો હોય છે, પણ ઉપવાસ કેવી રીતે કરવો અથવા ઉપવાસ પહેલી વખત કરતા હો તો તેનાથી થતો ત્રાસ કેવી રીતે સહન કરવો એ બાબતે લોકો
અજાણ હોય છે. આ દરેક બાબતે આજે આપણે જાણીશું.

દૈનિક ઉપવાસ (ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ)
ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ એટલે કે દૈનિક ઉપવાસ હાલમાં બહુ પ્રચલિત છે. દિવસના ૨૪ કલાકમાંથી ૧૬ કલાક ઉપવાસ કરીને બાકીના આઠ કલાક ભોજન કરી શકાય છે. સવારે સાડા અગિયાર વાગ્યે ફરાળ કરીને રાત્રે સાડા સાત વાગ્યે એક ટાણું કરવું. ત્યાર બાદ બીજા દિવસે સવારે સાડા અગિયાર વાગ્યે નાસ્તો કરવાનો. રાતથી સવાર સુધી કંઇ ન ખાવાથી શરીરની પેશીઓનું સમારકામ, નકામાં તત્ત્વોનો નાશ થવો તથી શરીરની ઊર્જાનો ઉપયોગ પાચન ક્રિયા સિવાય અન્ય પ્રક્રિયામાં થઇ શકે છે.

હકીકતમાં આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે સૂર્યાસ્ત બાદ શરીરની અગ્નિ શાંત થઇ જાય છે. તેથી પાચન ક્રિયા બરાબર થતી નથી. યોગ્ય રીતે પાચન ન થયેલું ભોજન પાછળથી શરીર માટે વિવિધ સમસ્યા નિર્માણ કરે છે.

આપણી સંસ્કૃતિના અનેક ધર્મમાં જેમ કે બૌદ્ધ, જૈન ધર્મમાં રાત્રી ભોજનનો ત્યાગ કરવાનું કહેવામાં આવે છે. એનો અર્થ કે આપણે વર્ષોથી ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કરતા હતા. દ

ઉપવાસના ફાયદા અને ત્રાસ
ઉપવાસના ફાયદા સામાન્ય રીતે એક અઠવાડિયામાં જણાવા લાગે છે. ઉપવાસ કરતી વખતે ઘણાને ત્રાસ પણ થતો હોય છે જેઓને સવારે ઊઠવાની સાથે જ ચા-નાસ્તો કરવાની અથવા રાત્રે મોડેથી ભોજન કરવાની આદત હોય.

આપણું શરીર પોતાની માટે પોતે જ ઊર્જા ઉત્પન્ન કરતું હોય છે. તેથી ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગની શરૂઆત કરાતા જ કેટલાક દિવસ પિત્ત વધવાને કારણે છાતીમાં બળતરા થવી, માથાનો દુખાવો, ખાટી ઊલટી થવી વગેરે થઇ શકે છે. આ સિવાય રાતના સમયે પેટમાં દુખાવો, વધુ ભૂખ લાગવી, ચીડચીડ થવી વગેરે લક્ષણો પણ જોઇ શકાય છે. ત્વચા પર રૅશિસ થવા, ખંજવાળ આવવી વગેરે ડિટોક્સિફિકેશનનાં લક્ષણો પણ જોવા મળે છે. આવા સમયે અડધો ગ્લાસ નાળિયેરનું પાણી અથવા પાણીમાં મધ નાખીને પણ પી શકાય છે.

આ સાથે રોજ ધીરેધીરે જમવા પહેલા કોથમીર, ફુદીના, જીરું, આદું, ગાજર વગેરેનો રસ પીવો. તેનાથી શરીરનો અંદર ભાગ સ્વચ્છ થાય છે અને માઇક્રોનુટ્રિએન્ટ્સનું પ્રમાણ ઘટી ગયું હોય તો પણ તે લેવલમાં આવી જાય છે. થોડા દિવસ, બાદ શરીરને આ નિત્યક્રમની આદત પડી જશે અને તેના ફાયદા પણ દેખાવા લાગશે. લાંબા સમય સુધી જો આ નિત્યક્રમ ચાલુ જ રહેશે તો વજન ઓછું થશે, પેટ બરાબર સાફ થવા લાગશે, શરીરની લવચિકતા વધવા લાગશે તથા આપણને બહુ હલકું અને પ્રસન્ન અનુભવ થવા લાગશે. એટલું જ નહીં પણ જો તમને હાઇ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, સંધિવાત, પેટની બીમારી, સ્મરણશક્તિની સમસ્યા વગેરે જૂની બીમારી હશે તો ધીરેધીરે તે દૂર થવા લાગશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button