તરોતાઝા

પેટની ચરબી અને મનનો મેલ, બંને દૂર કરે પાદહસ્તાસન

વિશેષ – દિવ્યજ્યોતિ ‘નંદન’

જો તમારું પેટ ચરબીથી વધીને લટકી પડ્યું હોય, અને તમે કોઈ વાતે ચિંતિત હોવા છતાં મન સ્થિર ન થઇ શકતું હોય અને કોન્સન્ટ્રેશન ન થઇ શકતું હોય તો તમારે પાદહસ્તાસન કરવું જોઈએ. તેનાથી ન માત્ર બેલી ફેટ અર્થાત લટકતી ફાંદ ઓછી થાય છે, પણ સાથે મનના શિથિલ થઇ ગયેલા તારોને પણ તે કસે છે, જેથી કોઈપણ વિષય પર વિચારવા-સમજવાની ક્ષમતા અને તેને માટે જરૂર કોન્સન્ટ્રેશન વધારવામાં મદદ મળે છે. આ આસનના અન્ય પણ ઘણા ફાયદા છે. તેનાથી આપણા આંતરડા સ્વસ્થ બને છે. જો આંતરડા સ્વસ્થ હોય તો પેટની ડઝનબંધ સમસ્યાઓથી પણ મુક્તિ મળી શકે છે. જો રહીરહીને પેટમાં દુખતું હોય અને પેટ ફૂલવાની સમસ્યા સતાવતી હોય, તો આ આસન ઘણું ફાયદાકારક છે. ફૂડ એલર્જી અને અનેક રીતની પેટ સંબંધી ગડબડ માટે પણ આ આસન ઘણું કામનું છે.
ત્રીજી વિશિષ્ટ મુદ્રા
પાદહસ્તાસન સૂર્ય નમસ્કારમાં સામેલ ૧૨ યોગાસનોમાં ત્રીજી વિશિષ્ટ મુદ્રા છે. પાદહસ્તાસન ત્રણ શબ્દોનો સંગમ છે. પાદનો અર્થ છે પગ, હસ્તનો અર્થ છે હાથ અને આસનનો અર્થ છે, મુદ્રા. પાદહસ્તાસનમાં જાંઘના મસલ્સ યોગ્ય રીતે સ્ટ્રેચ થાય છે.
આસન કરવાની યોગ્ય રીત
કોઈપણ આસન યોગ્ય રીતે કરવામાં આવે તો તેનો સો ટકા ફાયદો મેળવી શકાય છે. પાદહસ્તાસનને સાચી રીતે કરવા માટે, યોગા મેટ પર સીધા ઊભા રહી જાઓ અને બંને હાથોને માથાની ઉપર લઇ જઈને તાડાસનની મુદ્રા બનાવો. પછી શ્ર્વાસ બહાર કાઢતા કાઢતા શરીરને કમરથી વાળતા વાળતા, ધીરેધીરે નીચેની તરફ ઝૂકતાં જાઓ. પણ આ દરમિયાન એ વાતનું વિશેષ ધ્યાન રાખવું કે શરીરનો ઉપરનો હિસ્સો આગળની તરફ અને શરીરનો નીચેનો હિસ્સો દંડની જેમ સીધો રહેવો જોઈએ અર્થાત શરીરનો નીચેનો હિસ્સો જરાપણ વળવો ન જોઈએ. હવે પોતાના બંને હાથે પગને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરો અને એ જ સમયે માથાને પગના ગોઠણે સ્પર્શ કરાવવાનો પ્રયત્ન કરો. આ આસન પરાણે કરવાનો પ્રયત્ન ન કરી શકાય. આસન કરતી વખતે પગ વારંવાર વળી જતો હોય, કે પગના સાંધામાંથી ખટાક ખટાકનો અવાજ આવતો હોય તો આસન કરવાનું તાત્કાલિક બંધ કરી દેવું, નહીં તો પગમાં ઇજા થવાની સંભાવના છે. શરૂઆતમાં આ આસન બે થી ત્રણ સેક્ધડ માટે જ કરવું, પછી જેમજેમ તમારા શરીરનો લય બનતો જાય તેમ તેમ આસનની સંખ્યા વધારી શકાય છે. ઓછામાં ઓછું છ વખત કર્યા બાદ પોતાની મૂળ મુદ્રામાં પરત ફરવું. તેને માટે શ્ર્વાસને અંદર લો અને કમરને ધીમેધીમે સીધી કરો.
આ આસનના ફાયદા
શરૂઆતમાં જણાવ્યું તેમ પેટની ચરબીને ઓગાળવા માટે આ આસન સૌથી સચોટ છે. પણ આ તો અનેક ફાયદાઓમાંથી એક જ છે. તેના બીજા પણ ઘણા ફાયદા છે. ઘણી આરોગ્ય સંબંધી સમસ્યાઓમાં આ આસન રામબાણ સાબિત થાય છે. જો કોઈને માઈગ્રેનની સમસ્યા સતાવતી હોય તો સતત નિયમિત રૂપે પાદહસ્તાસન કરવાથી છ મહિનામાં માઈગ્રેનની સમસ્યાથી છુટકારો મળી શકે છે. પણ તેની એક મર્યાદા છે. બહુ જૂનું માઈગ્રેન, જેમાં ખૂબ પીડા હોય તેનાથી છૂટકારો નથી થઇ શકતો.પાદહસ્તાસન શરીરના તણાવને ઓછો કરવા અને પારંપરિક માઇગ્રેનથી છૂટકારો અપાવી શકવામાં રામબાણ સમાન છે. આ આસન પેટ આસપાસની ચરબી તો દૂર કરે જ છે, પણ તેની સાથે પેટનો આકાર પણ યોગ્ય કરવામાં મદદ કરે છે. મહિલાઓને તેને કારણે પેટની નીચે સાડી પહેરવા પ્રેરણા મળે છે! કેમકે આ આસન નિયમિત કરવાથી પેટ એકદમ સુડોળ બની જાય છે. આસન પેટને માત્ર બહારથી નહીં, પણ અંદરથી પણ ઘણો ફાયદો પહોંચાડે છે.
ક્યારે કરશો?
મોટાભાગના આસાન સવારના શુદ્ધ વાતાવરણમાં કરવા યોગ્ય હોય છે. પણ ઘણાને સવારે સમય નથી મળતો. જો તમને સાંજે સમય મળતો હોય તો ત્યારે પણ આસન કરવામાં કોઈ વાંધો નથી. તે રિલેક્સેશન બહેતર બનાવે છે.
રિલેક્સ કરવું એટલેકે આરામ કરવો પણ એક આર્ટ છે. જરૂરી નથી કે તમે આરામ કરવાની મુદ્રામાં આવી જઈને આનંદ મેળવી જ લેશો, પરંતુ પાદહસ્તાસન કરવાથી શાંત રહેવામાં મદદ મળે છે અને રિલેક્સ થવાનો બહેતર અહેસાસ મળે છે. જયારે શરીર આરામ કરવાની તરકીબ જાણી લે તો દરેક પરિસ્થિતિઓમાં સંતુલન કેળવતા પણ શીખી જાય છે. ઉ

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker