તરોતાઝા

સ્વસ્થ મન માટે દરરોજ કરો ભુજંગાસન

વિશેષ – ડી. જે. નંદન

યોગથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સુધરે છે અને પર્સનાલિટી પણ નિખરી જાય છે. જ્યાં સુધી યોગ દ્વારા તમારું માનસિક સ્વાસ્થ્ય સુધારવાની વાત છે, તેમાં કોબ્રા પોઝ અથવા ભુજંગાસન વિશેષ ફાયદાકારક છે.

જો કે, ભુજંગાસનના બીજા ઘણા ફાયદા છે જેમ કે તેને નિયમિત કરવાથી ખભાનું જકડાઈ જવુ કે પેટની ચરબી રહેતી નથી. શ્વસન સંબંધી સમસ્યાઓ દૂર થઈ જાય છે અને શરીર સંપૂર્ણપણે ડિટોક્સ પણ થઈ જાય છે. પરંતુ માનસિક રૂપે સારું સ્વાસ્થ્ય મેળવવું એ તેનો સૌથી મહત્ત્વનો ફાયદો છે.

જોકે આ આસન કરવાથી રક્ત પ્રવાહ વધે છે અને મગજની કાર્યક્ષમતા પણ સુધરે છે. તેથી ભુજંગાસન કે કોબ્રા પોઝ માનસિક સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે ભુજંગાસન સાથે, યોગ ગુરુઓ ઉત્તાનાસન યોગના નિયમિત અભ્યાસનું સૂચન કરે છે.

ભુજંગાસન કરવાની સાચી રીત
ભુજંગાસન અથવા કોબ્રા પોઝ કરવાની સાચી રીત એ છે કે સપાટ અને સ્વચ્છ હવાવાળી જગ્યા પર મેટ અથવા તમારી યોગ મેટ ફેલાવી તમારા પેટ પર સૂઈ જાઓ. આ પછી, તમારી હથેળીઓને જમીન પર ખભાની પહોળાઈથી અલગ રાખો અને બંને પગના તળિયાને ઉપરની તરફ રાખો. હવે પગના અંગૂઠાને એકસાથે જોડો. આ દરમિયાન, ખૂબ ઊંડા શ્વાસ લો અને ધીમે ધીમે માથું ઊંચુ કરો. માથું ઉંચકવાની સાથે ગરદનને પણ ઊંચી કરો અને પછી છાતીને અને પછી પેટને અનુક્રમે ધીરે ધીરે ઉપાડવાનો પ્રયાસ કરો.

ફક્ત માથાથી ધડ સુધી ઉપર ઉપાડો
શુદ્ધ ભુજંગાસન અથવા કોબ્રા પોઝ કરવાનો માપદંડ એ છે કે જ્યારે આપણે ધીમે ધીમે માથું અને ગરદન ઊંચુ કરીએ અને પછી ધીમે ધીમે છાતીથી પેટ સુધી જઈએ, ત્યારે આસન દરમિયાન માત્ર માથાથી નાભિ સુધીના ભાગને જ ઉપાડવો જોઈએ. જ્યારે નાભિની નીચેથી અંગૂઠા સુધીનો ભાગ સંપૂર્ણપણે જમીનને અડીને રહેવો જોઈએ. શરીરના આગળના ભાગને ઊંચકતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તે બંને હાથના ટેકાથી જ ઉપડે, કોણીને વાંકી ન કરવી.

ઉપર જોવાનો પ્રયાસ કરો
ભુજંગાસન અથવા કોબ્રા પોઝ કરતી વખતે, વ્યક્તિએ સતત ઉપર તરફ જોવાનો પ્રયાસ કરવો જોઈએ અને હા, વ્યક્તિએ શક્ય તેટલી સરળતાથી ઉપર તરફ જોવાનો પ્રયાસ કરવો જોઈએ. જો લાંબા સમય સુધી ઉપરની તરફ જોવું શક્ય ન હોય, તો જબરદસ્તી પ્રયાસ ન કરવો જોઈએ. ઊંડો શ્વાસ લો અને પછી ધીમે ધીમે શ્વાસ છોડતી વખતે પહેલા પેટ, પછી છાતી અને પછી માથું જમીન પર લઈ જાઓ.

ભુજંગાસન કરતી વખતે રાખો ધ્યાન
ભુજંગાસન જોવામાં એકદમ સરળ આસન લાગે છે, પરંતુ તે ખૂબ જ અઘરું આસન છે. ભુજંગાસન કરતી વખતે આપણે આપણી શારીરિક ક્ષમતાઓનું ધ્યાન રાખવું જરૂરી છે. ભુજંગાસન કરતી વખતે, તમારી શારીરિક ક્ષમતાઓ અનુસાર શરીરને તાણ કરો, કારણ કે શરીરને વધુ પડતું તાણ નુકસાનકારક સાબિત થઈ શકે છે, ખાસ કરીને જ્યારે આમ કરવામાં મુશ્કેલી થતી હોય. અને હા, ભુજંગાસન યોગ્ય રીતે કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ દરમિયાન કોણી બંધ ન હોવી જોઈએ, કોણી હંમેશા નમેલી હોવી જોઈએ.

માનસિક સ્વાસ્થ્ય ઉપરાંત
નિયમિત રીતે ભુજંગાસન કરવાથી માનસિક સ્વાસ્થ્ય તો સુધરે જ છે, આ ઉપરાંત આપણું પાચન સાં થાય છે અને લીવર મજબૂત બને છે. કિડનીને તેના કાર્યો કરવા માટે સરળતા રહે છે. આનાથી કિડનીની કાર્યક્ષમતામાં સુધારો થાય છે. ખાસ કરીને કરોડરજ્જુમાટે આ આસન ફાયદાકારક છે. આ આસન છાતી, ફેફસાં, ખભા અને પેટના સ્નાયુઓને ખેંચે છે. તેથી તે આ અંગો માટે પણ ખૂબ ફાયદાકારક છે.

આ લોકો ન કરે
હર્નીયાના દર્દીએ ભુજંગાસન કરવાથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ. ગર્ભવતી મહિલાઓએ પણ આ આસનથી દૂર રહેવું જોઈએ. આ સિવાય જો પેટમાં ઘા હોય, અંડકોષ મોટા થઈ ગયા હોય, જો કોઈ કરોડરજ્જુની સમસ્યાથી પીડિત હોય અને અલ્સર અને કોલાઈટિસની બીમારીથી પીડિત હોય તો આ આસન ન કરવું જોઈએ. શરૂઆતમાં, માત્ર 30 સેક્નડ માટે ભુજંગ અથવા કોબ્રા પોઝમાં રહો. પછી ધીમે ધીમે 1 મિનિટ સુધી વધારી શકાય છે. આનાથી વધુ સમય સુધી તેને કરવાનું ટાળવું
જોઈએ અને પોઝને 4 થી 5 વખત કરવું જોઈએ. શરૂઆતમાં ફક્ત 2 થી 3 વખત જ પૂરતું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિજય માલ્યાની હજારો કરોડ રૂપિયાની લક્ઝરી પ્રોપર્ટીઝ એક કટોરી તુઅર દાલની કિંમત તુમ ક્યા જાનો રાહા કપૂરની જેમ જ એક્સપ્રેશન એક્સપર્ટ છે આ સ્ટારકિડ્સ… આ રાશિના જાતકો માટે લકી રહેશે July, બંને હાથે ભેગા કરશે પૈસા…