દુનિયામાં દરરોજ હજારો લોકો દર્દથી બચવા જાન ગુમાવે છે
વિશેષ – રેખા દેશરાજ
અમેરિકા જેવા મજબૂત ઈન્ફ્રાસ્ટ્રકચરવાળા દેશમાં લાગલગાટ નિરીક્ષણ અને અભ્યાસ બાદ એવો ઘટસ્ફોટ થયો છે કે 2000થી 2017 સુધી દરરોજ 91 લોકોનાં મરણ પેનકિલર એટલે કે દર્દનાશક દવા ખાવાથી થયા હતા. અમેરિકામાં દવાઓની ગુણવત્તા અને દવાના ઉપયોગના પાવર એટલે કે માત્રા પર કડક નજર રખાય છે. આનાથી એવી અટકળો થઈ શકે કે દુનિયાના બાકીના વિસ્તારોમાં પેનકિલરથી કેટલા મૃત્યુ થાય છે. 2018ની સાલમાં
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)ના એક અનુમાન પ્રમાણે દરરોજ પેનકિલર દવાના દોઢ કરોડ ડોઝ લેવાય છે . 2010થી 2018 સુધી પેનકિલરના ઉપયોગના ટે્રન્ડના આધારે સહેલાઈથી કહી શકાય કે આજના સમયે દરરોજ પેનકિલરના 2.5 કરોડ ડોઝ લેવાય છે. જોકે 2020-21માં આખી દુનિયા કોરોના મહામારીનો સામનો કરી રહી હતી ત્યારે પેનકિલર દવાના વેચાણમાં 200 ટકાથી વધારો થયો હતેો.
આધુનિક મેડિકલ ચિકિત્સાના નામ પર પેનકિલરનો જીવલેણ સકંજો આખી દુનિયા પર તણાઈ રહ્યો છે.
હાલમાં એવો કોઈ દેશ નથી જ્યાં પેનકિલરના ઉપયોગના ખતરનાક દુષ્પરિણામોનો તબીબો દ્વારા કે હુ જેવા વૈશ્વિક આરોગ્ય સંગઠનો દ્વારા બતાડવામાં આવે છે. વિભિન્ન તાત્કાલિક દર્દો જેવા કાનમાં દર્દ, દાંતોના દર્દ, માથાનો દુ:ખાવો અને જખમ લાગવાના દર્દોની સાથે સાથે દર મહિને આવતા માસિક ધર્મ, માંસપેસીઓના દર્દમાં તરત રાહત મેળવવા માટે પેનકિલરનો ઉપયોગ થાય છે.
દુનિયામાં દર વર્ષે 13.5 લાખ લોકો રોડ એક્સિડન્ટમાં માર્યા જાય છે અને લગભગ 40 લાખ લોકો રોડ એક્સિડન્ટના શિકાર બને છે.. આ લોકો મહિનાઓ સુધી દરરોજ પેનકિલર ખાય છે. ઓછામાં ઓછા પાંચથી સાત કરોડ પેનકિલર રોડ એક્સિડન્ટના ઈજાગ્રસ્તો ખાય છે. આના પરથી તેની ખપતનો અંદાજ આવી શકે છે. જોકે દેશી દવાઓ અને જડીબુટ્ટીમાં પણ દર્દનિવારણની ક્ષમતા છે. આમ છતાં તાત્કાલિક રાહત મેળવવા લોકો પેનકિલર વાપરે છે.
યુરોપ અને અમેરિકામાં હાલમાં સંસ્થાઓ અને સંગઠનો કામ કરે છે જે લોકોને પેનકિલરના ઉપયોગમાં સચેત કરે છે. આમ કરવું અતિશય આવશ્યક છે કારણકે દર વર્ષે પેનકિલરની સાઈડ ઈફેક્ટ્સ અથવા આડઅસરના કારણે 15થી 16 લાખ લોકોના મોત થાય છે. હકીકત એ છે કે પેનકિલરના ઉપયોગથી લિવર, કિડની, હૃદય અને લોહીની ખરાબી જેવી બીમારી થાય છે. પેટ ખરાબ થવાની વાત તો સામાન્ય છે. પેનકિલર લાંબા સમય સુધી લેવાથી મોટા રિએક્શન આવે છે. પેટમાં અલ્સર થવું એ આની સામાન્ય આડઅસર છે. આમ છતાં લોકો પેનકિલર સતત ખાય છે. જેમને પેનકિલરની આડઅસર ન ખબર હોય અને તેને ખાય એમાં નવાઈ નથી. પરંતુ તેની સાઈડ ઈફેક્ટસની ખબર હોવા છતાં જીવલેણ દર્દમાંથી છુટકારો લેવા ઘણાં લોકો એનું સેવન કરે છે. ગમે એટલી સ્ટ્રોન્ગ પેનકિલર પણ દર્દમાંથી ફક્ત પાંચ-છ કલાક છુટકારો અપાવી શકે. જેથી દર્દ ઘટાડવા માટે તેનો ઉપયોગ કરવો હોય તો દિવસમાં પાંચ-છ પેનકિલર લેવી પડે.
તાજેતરમાં ન્યૂ યોર્ક ટાઈમ્સમાં છપાયેલા એક લેખમાં એક દર્દીએ કહ્યું કે મારા તબીબ મને પીડામાંથી બચવા પેનકિલર ખાવા માટે કહે છે. મને પેનકિલર ખાવી ગમતી નહીં, પરંતુ તબીબે કહ્યું કે આ સિવાય કોઈ બીજો ઉપાય નથી. તેણે ઈન્ટરનેટમાં પેનકિલરનો વિકલ્પ શોધ્યો તો તેને ન્યુરોપેથીમાં વિકલ્પ મળી ગયો. જોકે બીજા દર્દીઓ આટલી કોશિશ કરતા નથી. એક સદી પહેલાં શોધાયેલી પેનકિલરનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ પછી વધી ગયો છે.
મોર્ડન લાઈફસ્ટાઈલ સાથે જે મેડિકલ ચિકિત્સા વ્યવસ્થા વિકસી છે એમાં પેનકિલરનો અંધાધૂંધ ઉપયોગ વધી ગયો છે. આની સાથે લોકોએ એ વાત નોંધવી જોઈએ કે દરેક દેશી ઉપચાર પદ્ધતિમાં સાઈડ ઈફેક્ટસ વગરની દવા ઉપલબ્ધ છે, પરંતુ સામાન્ય લોકોને ઈબોબ્રુફિન, નેટ્રોસિન, ડાઈક્લોફૈનોક, એસ્પિન, એસિટામિનોફિન, કૈપસાઈસિન. લિડોકૈન, મેન્થોલ, લિડોસ્ટ્રીમ, સેરેડોન, વૈલટ્રિક્સ, મૈફનેમિક એસિડ જેવી દવાઓની પીડામાંથી છુટકારો અપાવવા ભલામણ કરાય છે. આને લીધે દર વર્ષે લાખો લોકો ગંભીર રીતે બીમાર થાય છે અને જાન પણ ગુમાવે છે. ઉ