અતિ મહત્ત્વના વિટામિન-સી અને ઈ

આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા
વિટામિન કે જીવન સત્વ ભોજનના અવયવ છે. જે બધા જ જીવોને અમુક માત્રામાં આવશ્યક છે. રાસાયણિક રૂપથી એ કાર્બનિક યૌગિક છે. શરીર દ્વારા પર્યાપ્ત માત્રામાં સ્વય ઉત્પન્ન નથી થતાં, તેને ભોજનમાં લેવા આવશ્યક છે. વિટામિન કાર્બનિક દ્રવ્ય જે ખાદ્ય વસ્તુમાં ઉપલબ્ધ છે શારીરિક પ્રકિયામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. બે પ્રકારના વિટામિન છે જે એક પાણીમાં ધુલનશીલ છે, બીજા વસામાં ધુલનશીલ છે.
વિટામિન-સી એલ એસ્કોબિક અમ્લ માનવ અને વિભિન્ન અન્ય પશુ-પ્રજાતિઓને માટે અત્યંત આવશ્યક પોષકતત્ત્વ છે. લગભગ બધા જ જીવોમાં આંતરિક પ્રણાલી દ્વારા નિર્માણ થાય છે. વિશેષ પ્રજાતિ જેવી કે સ્તનપાયી ચામાચિડીયું, વાનર અને માનવ આંતરિક રીતે નથી બનાવી શકતું. ફળો અને શાકભાજી દ્વારા તેને લેવું પડે છે. વિટામિન-સી રોજબરોજ લેવું પડે છે. શરીર તેનો સગ્રંહ લાંબો સમય સુધી નથી કરી શકતું.
વિટામિન-સી શરીરની મૂળભૂત રાસાયણિક ક્રિયાઓમાં યૌગિકોનું નિર્માણ અને સહયોગ કરે છે. જેમ કે તંત્રિકાઓને સંદેશો પહોંચાડવાનું કે કોશિકાઓમાં ઊર્જા પહોંચડાવાનું. હાડકાને જોડવાવાળું કોલાજેમ નામક પદાર્થ, રક્તવાહિની, લિગામેંટ્સ, કાર્ટિલેજ આદિ અંગોના નિર્માણ માટે વિટામિન-સી એ વાંછિત છે. આ વિટામિન કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે લોહ તત્ત્વો બનવાનો આધાર છે.
માનવને પ્રતિદિન એસી મિલીગ્રામની આવશ્યકતા છે. વધુ પડતું વિટામિન-સી પથરીનું કારણ બને છે. પણ સારા ખાદ્ય પદાર્થનું વધુ વિટામિન-સી વધુ પડતો નુકસાન નથી કરતું.
વિટામિન-સીની ઊણપ કે કમી થી
૧) ઘા રૂઝાતા નથી.
૨) હાડકાં બનવાની પ્રક્રિયા ખોરવાય છે. હાડકાંમાં દુખાવો, પીડા થાય, વાંકાચૂકા બની જાય, કાર્ટિલેજ નબળું થતું જાય.
૩) સિરમ અલ્કલાઈન ફોસ્ફેટ બનવાની પ્રક્રિયા અટકી જાય.
૪) ગેંગરીન થાય.
૫) અસ્થિચય ક્રિયામાં તીવ્ર ઘટાડો થાય છે.
૬) શ્ર્વાસ ચડે છે.
૭) ચામડી સૂકી થાય, ત્વચાના રોગો.
૮) વાળ ખરવા માંડે.
૯) સ્કર્વી નામક રોગ થાય, પ્રતિકારક શક્તિ ઘટી જાય, હાડકાં તૂટે ત્યારે જોડવામાં લાંબો સમય લાગે. સ્નાયુની અંદર અને ચામડી નીચે હંમેશાં રક્તસ્રાવ થાય. મોઢાની આંતરત્વચામાંતી રક્તસ્રાવ થાય. રક્તવાહિની તૂટી જાય. આંખોના રેટિનામાં રક્તસ્રાવ થાય. મગજના ભાગમાં રક્તસ્રાવ થાય. ઝાડામાં ઊલટીમાં લોહી નીકળે. દાંતના પેઢામાં સોજો આવે. ત્યાંથી રક્તસ્રાવ થાય.
૧૦) સતત શરદી રહ્યા કરે.
૧૧) શર્કરા વધી જાય અને થાક લાગે.
૧૨) એલર્જી થાય.
૧૩) માસિક ધર્મના રોગો જલદી સારા ન થાય.
૧૪) મસ્તિષ્ક સંબંધી રોગો થાય.
૧૫) હાઈટલ હર્નિયા, સારણગાંઠ, આર્થરાઈટીસ જેવી બીમારી થાય.
૧૬) નાના આંતરડામાં ચાંદા થાય.
આ બધા જ રોગોમાં વિટામિન-સી યુક્ત ખોરાક લેવાથી ઝડપથી ફાયદો થાય.
વિટામિન-સી કેલેટિંગ એજંટ તરીકે કામ કરે છે. જ્યારે સીસાનું ઝેર ચડે તેને નાબૂદ કરે છે. સ્લફોનોમાઈડ દવાની આડઅસર નાબૂદ કરે. એક્સ-રેની આડઅસર નાબૂદ કરે.
વિટામિન-સી ગરજ પૂરી કરવી બહુ સરળ છે. ફળો અને શાકભાજીનો ભરપૂર ઉપયોગ કરવો.
૧) ૧૦૦ ગ્રામ આમળામાં ૬૦૦ મિ.ગ્રા. જેટલું વિટામિન-સી છે. એક મોટો આમળો આખા દિવસની ગરજ પૂરી કરે.
૨) જામફળમાં ૨૦૦ મિ.ગ્રા.થી ૧૦૦ ગ્રામ જેટલું વિટામિન-સી છે. એટલે એક જામફળથી કામ થઈ શકે. જામફળથી શરદી જલદી મટી જાય છે. પ્રાકૃતિક ચિકિત્સામાં ઠંડુ-ગરમ એવું કાંઈ હોતું નથી, પરંતુ ઝેરી અને બિનઝેરી જરૂર હોય છે. તો જામફળ નિશ્ર્ચિંત રીતે ખાઈ શકાય છે. જામફળ પ્રકૃતિ એ નિર્માણ કરેલું ઝેર વગરનું ઉત્પાદન છે.
૩) ટમેટામાં વિટામિન-સી ૩૯ મિ.ગ્રાથી ૧૦૦ ગ્રામ જેટલા પ્રમાણમાં છે. દરરોજ એક મોટું ટમેટું ખાઈ લેવાથી આ ગરજ સહજ રીતે પૂરી શકાય.
વિટામિન-સી યુક્ત આહાર વિશે જાણવું જરૂરી છે. જેમકે લીંબું, સંતરા, મોસંબી, પપનસ, કીવી, ઓરગોનિક દ્રાક્ષ, ફણસ, મૂળાના પાન, ગાજરપાન, બીટના પાન, કોબી, બટેટાના પાન, કમળ-દાંડી, તાંદળજા ભાજી, સરગવાના પાન, ફૂલ, પાલક, સેલરીભાજી, શક્કરિયા, પપૈયુ, બ્રોકલી, વટાણા, લીલી તુવેર, ઘરનું માખણ, છાસ, પનીરનું પાણી.
વિટામિન ઈ (અલ્ફા ટોકોફેરોલ)
વિટામિન ઈની ઊણપથી સ્ત્રીઓમાં વાઝીયા પણું, પુરુષોમાં નંપુસકતા અને શુક્રાણુ દોષ ઉત્પન્ન થાય. ચામડી પર જલદી રીંકલ આવી જાય છે. ચામડીનું તેજ ઓછું થાય છે.
આ વિટામિન ઘણા પ્રાકૃતિક તેલ અને તેલીબિયામાંથી સહજ મળી રહે છે. તેલ પ્રાકૃતિક હોવા જોઈએ. રીફાઈન્ડ કરેલા ન હોવા જોઈએ.
સૂરજમુખી બીજ, પીનટ, પીકેન, હેઝલનટ, અખરોટ, પમકીન સીડ, બદામ, મગફળી, તલ, નારિયેળનું તેલ, ઘઉંના જવારાનું તેલ, બધા જ રંગના મરી જેમ કે લાલ મરી, સફેદ મરી, પીળા અને લીલા મરીમાંથી મળે છે. બધી જાતના થુલા, ફણગાવેલા ધાન્ય, કાકડી, ટમેટાં, શક્કરિયા.
આહારમાં વિટામિનની કમીથી શારીરિક પોષણ અવરોધાય છે. ભોજન સંતુલિત ન હોવાથી કે વધુ પડતા જંકફૂડ કે કેમિકલયુક્ત આહારથી વિટામિનની જરૂરિયાત પૂરી થતી નથી. બાહય વાસી ખોરાકને કારણે વિટામિનમાં ઘસારો થાય છે. પ્રાકૃતિક આહાર જ શરીરને મજબૂત રીતે ચલાવે છે. વિટામિનની ગોળી ફક્ત સરફેસ પર કામ કરે છે. તે ધુલનશીલ નથી અને ગોળીઓની આડ-અસરથી નવી બીમારીનો જન્મ થાય છે.