વેર વિખેર – પ્રકરણ 17
કિરણ રાયવડેરા
છોકરી, અમને જગમોહનની હત્યા કરવાની સુપારી મળી છે. હવે તું પણ સાથે છો તો અફસોસ તને અમે જીવતી છોડી ન શકીએ…!
`બોસ, કામ હો ગયા હૈ. જગમોહન દીવાન કો હમને કિડનેપ કર લીયા હૈ.’
માતિ વાનમાં ગોઠવાયા બાદ મુફલિસ જેવા માણસે એના મોબાઈલ પર જેવા આ શબ્દો ઉચ્ચાર્યા કે જગમોહન દીવાનનો પિત્તો ગયો. એ એની જગ્યાએથી ઊછળ્યો ને પેલાનું ગળું પકડી લીધું.
તું શું સમજે છે તારા મનમાં? જગમોહન દીવાન કોઈ ફૂટપાથ પર પડેલી વસ્તુ છે કે કોઈ પણ મવાલી એને ઊંચકીને ચાલવા માંડે. બાપનો માલ સમજ્યો છે મને?' જગમોહનના અણધાર્યા હુમલાની પેલા મવાલી પર બિલકુલ અસર થઈ નહીં. ચહેરાના ભાવ બદલ્યા વગર એણે મોબાઈલ પર બોલવાનું ચાલુ રાખ્યું :
બોસ, આ તમારો દીવાન બહુ જ છટપટાય છે. હું એને અહીં એક-બે અડબોથ લગાવું કે તમે ત્યાં એના લાડકાને ઠમઠોરી નાખો છો?’
જગમોહનની પકડ ઢીલી પડી ગઈ :
અચ્છા, તો કરણ આ લોકોના કબજામાં છે. કોણ છે આ લોકો? જો માત્ર પિયા પડાવવાનો ઈરાદો હોય તો કરણનું જ કિડનેપિંગ થવું જોઈએ. અમારા બંનેનું અપહરણ કરીને આ ગુનેગારો પૈસા કોની પાસે ઉઘરાવશે? જગમોહન ઉશ્કેરાયેલો હતો પણ એનું દિમાગ ઝડપથી કામ કરતું હતું.
`કાકુ, તમે એનું ગળું છોડી દો.’ ગાયત્રીનો અવાજ ઉત્તેજનાથી કંપતો હતો.
જગમોહન દીવાને પેલાના ગળા પરથી હાથ હટાવી લીધો. કિડનેપર પર પોતાનો ગુસ્સો કાઢી ન શકતાં હતાશ થયેલા જગમોહને પોતાની ખીજ ગાયત્રી પર ઉતારી :
`તને બહુ શોખ હતો રમત રમવાનો! હવે રમ જેટલું રમવું હોય એટલું આ ખોફનાક માણસો સાથે. બોલ શું રમીશ ગીલ્લી -દંડા કે પકડદાવ?’
આમાં મારો શું વાંક છે? મેં તો પહેલાં જ તમને ચેતવ્યા હતા કે આ માણસની વાત પર ધ્યાન ન આપો. પણ કોણ જાણે કેમ તમને ધખારા હતા પોતાની સાચી ઓળખાણ આપવાના. હવે ભોગવો. કોઈ કરોડપતિ ઉદ્યોગપતિને સાંજના ઈન્ડિયન મ્યુઝિયમની ફૂટપાથ પર આંટા મારતા જોયા છે?’
જિંદગીમાં પહેલી વાર આમ જાહેરમાં ચાલ્યો કને કિડનેપ થઈ ગયો!' જગમોહને નિખાલસતાથી કબૂલ્યું.
અરે, પણ તમે તો શ્રીમંત છો એટલે કિડનેપ થવાની લાયકાત ધરાવો છો. મેં તો ભૂખ્યા પેટે વરસો ગાળ્યાં છે. હું ક્યાં તમારી સાથે ઘસડાઈ?’
જગમોહનને લાગ્યું કે ગાયત્રી વાતાવરણની ગંભીરતા તોડવા માગે છે.
જો મારી સાથે ઘસડાવું નહોતું તો સવારના મને શા માટે બચાવ્યો?’
`ભૂલ થઈ ગઈ , ભ’ઈશાબ. ત્યારથી તો મોકાણની શઆત થઈ છે અને એક પછી એક ઘટના-દુર્ઘટનાઓ બનતી રહે છે.’
હા, અને તું એક પછી એક રમત શ કરતી રહી છો. ગાયત્રી, મેં તને થોડી વાર પહેલાં શું કહ્યું હતું યાદ છે? કાં તું મારી સાથે કોઈ ગેમ રમે છે અથવા કુદરત મારી સાથે ખેલ ખેલે છે. પણ એ મારી ભૂલ હતી.'
કેવી ભૂલ?’
`લાગે છે ગાયત્રી, કુદરત અને તારા સિવાય બીજી પણ કોઈ વ્યક્તિ છે જે મારી સાથે રમત રમે છે.’
અરે તુમ લોગ બહુત બાત કરતા હૈ! તુમ લોગ કો હમ કિડનેપ કિયા હૈ, કોઈ કોલકાતા શહેર ઘુમાને નહીં લે જા રહે હૈં.' બંનેની વચ્ચે બેઠેલો કિડનેપર તાડૂક્યો.
બાત કરના મના હૈ ક્યા? અમે વાત કરશું તો તું શું કરી લઈશ?’ જગમોહન થોડી વાર માટે ભૂલી ગયો કે એનું અપહરણ કરવામાં આવ્યું છે.
ક્યા કરેગા ? હમ તુમકો માર દેગા!' પેલાએ ખિસ્સામાંથી રિવોલ્વર કાઢી.
હા… હા… હા…’ જગમોહન દીવાને અટ્ટહાસ્ય કર્યું. એનું હાસ્ય સાંભળીને એક વાર તો ગાયત્રી પણ ધડકી ગઈ : જગમોહનનું ચસકી ગયું કે શું?
જગમોહન ખડખડાટ હસતો રહ્યો. પેલો મૂંઝાઈ ગયો. આગળની સીટમાં બેસેલા બંને પણ અસ્વસ્થ થઈ ગયા પણ કોઈ બોલ્યું નહીં.
`અરે ક્યા પાગલ હો ગયા હૈ ક્યા?’
`તુમ હમકો મારેગા? તો અભી તક કહાં થા ? મારો હમકો મારો… માર મને… ચલાવ ગોળી… હું કહું છું ને!’
જગમોહને પેલાનો હાથ પકડીને રિવોલ્વરની નાળ પોતાના જ કપાળ પર અફળાવી. પેલો ગભરાઈ ગયો : આ શું થઈ રહ્યું છે!
યહ બોસ કૈસે કૈસે આદમી કો કિડનેપ કરને કો બોલતા હૈ! બબલુકા ગલતી તો નહીં હો રહા હૈ? અરે સૂનો બાબુભાઈ, યહ જગમોહન દીવાન નહીં લગતા! યહ પૈસેવાલા નહીં હૈ, યહ તો મરને કી બાત કરતા હૈ!' ગાયત્રીને હસવું આવી ગયું, પણ એણે ચહેરાના ભાવ બદલાવા ન દીધા. આ જગમોહન દીવાન નથી એવું માનીને આ લોકો છોડી દે તો! આગળની સીટ પર બેઠેલા બાબુએ પાછળ ફરીને કહ્યું :
ઈરફાન, બબલુ કા ગલતી નહીં હો સકતા. ધ્યાનથી આ માણસને જો. આપણને જેનો ફોટોગ્રાફ આપવામાં આવ્યો હતો એ આ જ છે. એ તને બેવકૂફ બનાવે છે.’
જગમોહનને દીવાનને જાણે જોઈતી તક મળી ગઈ: `અરે , આ બેવકૂફને કોણ બેવકૂફ બનવી શકે. ઈરફાન, મને માર… મને મારવાના જેટલા પિયા જોઈતા હોય એ હું તને આપીશ.’
જગમોહનનો ચહેરો જોઈને ગાયત્રીને પણ સમજાયું નહીં કે જગમોહન ગંભીર છે કે ફક્ત નાટક કરે છે.
`હવે હું કંટાળી ગયો છું, ગાયત્રી, સાલો, કોઈ વાતનો ફેંસલો જ નથી આવતો. નથી પૂરી રીતે મરી શકતો કે નથી જીવી શકતો. અધવચ્ચે લટક્યા કં છું. એના કરતાં આ ઈરફાનભાઈ જ આપણું કામ તમામ કરી નાખે તો સાં ! .’
કાકુ, તમે પ્લીઝ શાંત પડો'
ઈરફાન, જગમોહન કો નહીં, લડકી કો મારો’ આગળની સીટમાંથી હુકમ છૂટ્યો:
યહ પાગલ અપનેઆપ ઠીક હો જાયેગા.' ઈરફાનને સલાહ જચી ગઈ હોય એમ એણે ગાયત્રીના લમણે ગન તાકી. જગમોહન ઢીલોઢફ થઈ ગયો. જે માણસે એનું અપહરણ કર્યું હતું એ મંદબુદ્ધિનો જડ લાગતો હતો. ક્યાંક ગાયત્રીને ગોળી મારી દે તો!
ઓ.કે. ઈરફાનભાઈ, તમે જીત્યા છોકરીને છોડી મૂક.’
અબ આયા બુઢ્ઢા લાઈન પર... તુમ્હારા લડકા હમારે પાસ હૈ, ઉસકા ટેન્શન નહીં હોતા હૈ ઓર ઈસ લડકી કો બચા રહા હૈ?' પછી ગાયત્રી તરફ એક હલકી નજર ફેંકીને એક હાથથી બીભત્સ ચાળો કરતાં જગમોહનને કહ્યું,
તુમ્હારી ચોઈસ ક્લાસ હૈ, લડકી તો અચ્છી પટાઈ હૈ!’
અચાનક જગમોહનને શું ઝનૂન ચડી આવ્યું કે એણે ઈરફાનને એક તમાચો ઝીંકી દીધો :
`મને બુઢ્ઢો કહ્યો એ માટે તને હજી માફ કરી દઉં પણ આ છોકરી માટે એક પણ અપશબ્દ સાંભળી નહીં લઉં.’
જગમોહનનું આખું શરીર ઉત્તેજનાથી કાંપતું હતું. એક ક્ષણ માટે તો વાનમાં સોપો પડી ગયો. ઈરફાનને જ્યારે કળ વળી ત્યારે એને ખ્યાલ આવ્યો કે બધાં એની સામે જોઈ રહ્યા હતા.
ગાયત્રીને થયું, પત્યું, હવે બંનેમાંથી કોઈ નહીં બચે. એણે આંખો મીંચીને ઈશ્વરનું સ્મરણ કરી લીધું.
ઈરફાન તો માની જ નહોતો શકતો કે કોઈ એને થપ્પડ મારી શકે. કંઈ ન સૂઝતાં એ ખૂંખાર જાનવરની જેમ જગમોહન પર તૂટી પડ્યો. ડ્રાઈવરે ગાડી સાઈડમાં ઊભી રાખી દીધી. આગળની સીટ પર બેઠેલા બાબુએ તરત જ ઈરફાનના હાથમાંથી ગન ઝૂંટવી લીધી.
ઈરફાન, તું આની ચાલને સમજ, અહીં પોલીસનું લફં થઈ શકે છે. એક વાર અડ્ડા પર પહોંચ્યા બાદ તારે જે કરવું હોય તે કરજે.' બાબુ થોડો ઠરેલ દેખાતો હતો.
નહીં, બાબુભાઈ, તમે વચ્ચે નહીં પડો, આ મારી ઈજ્જતનો સવાલ છે. મારી ગન મને અપી દો. બાબુભાઈ, આની તો સાન હું ઠેકાણે લાવી દઈશ.’
`પછી બોસને શું જવાબ આપીશ? એક સેક્નડમાં એક કરોડ પિયા હાથમાંથી સરકી જશે, ઈરફાન. આ માણસ જીવે છે ત્યાં સુધી જ એની કિમત છે. એક વાર મરી ગયા બાદ એનો કોઈ ભાવ નહીં ઊપજે. એક પૈસો પણ કોઈ નહીં પરખાવે.’
ઈરફાન સમજ્યો હોય એમ થોડો ઢીલો પડ્યો. વાનમાં હજી તંગદિલી છવાયેલી હતી. બાબુએ ડ્રાઈવરને ગાડી સ્ટાર્ટ કરવાનો ઈશારો કર્યો. એક ધારદાર નજર જગમોહન પર ફેંકીને ઈરફાન બોલ્યો:
બાબુભાઈ, આજ જિંદગીમેં કિસીને પહલીબાર થપ્પડ મારા ઓર મૈં ચૂપ રહા. ઈજ્જત કા કચરા કર દિયા.' આ લોકો પણ ઈજ્જતની વાત કરતા હોય છે, જગમોહને વિચાર્યું. અચાનક ઈરફાન બોલ્યો:
પણ બાબુભાઈ, તમે ઠીક ફરમાવ્યું. એક કરોડ માટે તો રોજ એક થપ્પડ ખાવા તૈયાર છું.’ ઈરફાન હવે હસતો હતો. કદાચ એ અપમાન ગળવાની કોશિશ કરતો હતો.
અચ્છા, તો એક કરોડ પિયા! કોણે સુપારી આપી છે મને કિડનેપ કરવાની? જગમોહન વિચારમાં પડી ગયો. પણ એનું અપહરણ કરાવીને પિયા એના કુટુંબીજનો પાસેથી ઓકાવાની કોશિશ થવી જોઈએ. એના બદલે અહીં કોઈએ પિયા આપીને જગમોહનનું અપહરણ કરવાની કામગીરી સોંપી છે. ચિત્ર હજી ધૂંધળું હતું.
જોકે બાબુ નામના માણસે જાણેઅજાણે એક કડવું સત્ય ઉચ્ચાર્યું હતું. એ જીવતો છે ત્યાં સુધી જ એની કિમત છે. મરી ગયા પછી હાથીની જેમ એની કિમત વધવાની નથી. કીડા-મકોડાની જેમ એ રગદોળાઈ જશે.
`શું થયું જગમોહનબાબુ?’ હવે વારો ઈરફાનનો હતો, તું મને મારીશ ? જર માર. એક કરોડપતિની થપ્પડ ખાવામાં પણ મજા આવે.’
જગમોહન ચૂપ રહ્યો: હવે શું કરવું?
વાન પાર્કસર્કસ વટાવીને ઈસ્ટર્ન બાયપાસ તરફ આગળ વધી રહી હતી. અચાનક જગમોહનના દિમાગમાં એક વિચાર ચમકી ગયો. આ લોકો એમની આંખે પાટો બાંધીને કેમ નથી લઈ જતા? સામાન્ય રીતે તો અપહરણકારો શિકારનો પોતાના અડ્ડાનો પત્તો જણાવા ન દે,પણ જગમોહન પ્રશ્ન પૂછવાનું વિચારે એ પહેલાં જ ગાયત્રી બોલી ઊઠી :અમારી આંખ પર પાટો કેમ નથી બાંધ્યો? અમે ફિલ્મોમાં તો જોયું છે કે જેનું અપહરણ થતું હોય એની આંખો પર કાળી પટ્ટી પહેરાવવામાં આવે!'
તેં સાચું જ જોયું છે, છોકરી. જેનું અપહરણ થાય એની આંખો બંધ કરી દેવામાં આવે.’ બાબુના અવાજમાં રહેલી બરફ જેવી ઠંડક ગાયત્રીને દઝાડતી હતી.
પણ જ્યારે અમારે પૈસા લઈને શિકારને છોડી મૂકવાનો હોય ત્યારે જ અમે એને પટ્ટી બાંધીને લઈ જઈએ.'
એટલે તમે કહેવા શું માગો છો?’ ગાયત્રીના મનમાં થકડો પડ્યો.એ જ કે અમને જગમોહન દીવાનનું અપહરણ કરવાની સુપારી નથી મળી!'
તો પછી અમને કિડનેપ શું કામ કર્યા?’ અવાજમાં દહેશત પ્રવેશી ન જાય એની તકેદારી ગાયત્રી લેતી હતી.
એટલા માટે કે જગમોહન દીવાનને મારી નાખવા હોય તો પહેલાં એમનું અપહરણ તો કરવું જોઈએ ને! છોકરી, અમને જગમોહનની હત્યા કરવાની સુપારી મળી છે. હવે તું પણ સાથે છો તો અફસોસ તને અમે જીવતી છોડી ન શકીએ.' પોતાની વાત પૂરી કરીને બાબુએ ઈરફાન સામે જોયું.
બાબુભાઈ, મને તો એમ જ કહેવામાં આવ્યું હતું કે આપણે જગમોહનને ફક્ત કિડનેપ…’ ઈરફાને ફરિયાદ કરી.
હા, ઈરફાન, આ વાતની ફક્ત મને અને બબલુને જ જાણ હતી. તને કહેવાનો સમય જ ન મળ્યો.'
કંઈ વાંધો નહીં , શું ફરક પડે છે! અપહરણ હોય કે ખૂન… છેલ્લે પિયા હાથમાં આવે એટલે…’ બોલીને ઈરફાન ખંધું હસ્યો.
જગમોહન અને ગાયત્રીની આંખો મળી.. નીકળ્યો હતો મરવા, પણ નિયતિએ એક યા બીજી રીતે બચાવ્યો. હવે આ હત્યારાઓ બંનેને મારી નાખશે. જગમોહન ભય કરતાં વધુ અપમાનની લાગણી અનુભવતો હતો.
સ્વેચ્છાએ મરીને એ પોતાનો વિરોધ નોંધાવી શકતો હતો. જીવન સામે ફરિયાદ કરી શકતો હતો. જેમની સાથે જીવતો હતો એમને જિંદગીભર માટે એમના અક્ષમ્ય વ્યવહાર બદલ જગમોહનની આત્મહત્યાનો બોજ ખભા પર ઊંચકવો પડત. પણ કોઈ ખૂન કરી જાય તો આપણી ફરિયાદ કઈ સુધી પહોંચે જ નહીં. ઊલટું, લોકો મરનાર કરતાં એની પાછળ બચી જનાર પ્રત્યે વધુ સહાનુભૂતિ દર્શાવે છે.
જગમોહન દીવાન ફક્ત એક વિક્ટિમ – એક શિકાર તરીકે દેખાશે. જૂની અદાવતના કારણે કોઈ શત્રુએ એની હત્યા કરી નાખી એવું ચિત્ર ઉપસાવવામાં આવશે. અને આખી જિંદગી પોતાની આગમાં બળેલાઝળેલા જગમોહનને ચિતા પર પણ ચૂપચાપ બાળી નાખવામાં આવશે.કોઈ નહીં પૂછે, જગમોહન સુખી હતો કે દુ:ખી? કોઈ જાણવાની કોશિશ નહીં કરે કે જગમોહન કેટકેટલી યાતનામાંથી ગુજર્યો હતો.
જગમોહનને આત્મહત્યા મંજૂર હતી. જગમોહનને હત્યા કબૂલ નહોતી.
બંનેનાં પરિણામ એક જ છે, પણ રીત જુદી છે. આત્મહત્યા આપણી ઈચ્છા મુજબ થાય જ્યારે હત્યા…
જગમોહને માથું ધુણાવ્યું, ના, આત્મહત્યા મારો બદલો છે , પણ હત્યા તો શરણાગતિ છે. એક સફળ -અનુભવી બિઝનેસમેન આવી હાર તો ન જ કબૂલે. કોઈ એનો જીવ લઈ જાય એટલી સસ્તી જિંદગી નથી એની. કંઈક વિચારવું પડશે… કંઈક કરવું પડશે.
(ક્રમશ:)