તરોતાઝા

આરોગ્ય પ્લસ: ઉપવાસ એટલે શું?

-સંકલન: સ્મૃતિ શાહ-મહેતા

આધ્યાત્મિક દૃષ્ટિએ અર્થ:
ઉપ=નજીક, વાસ=નિવાસ કરવો. અર્થાત્ પરમાત્માની નજીક નિવાસ કરવો તેને ઉપવાસ કહેવાય છે. અને તેને માટે પંચવિષયો તજવા જરૂરી હોય છે.

નેચરોપથીની દૃષ્ટિએ અર્થ:
ટૂંકો અર્થ છે કે, હોજરી, શરીર અને મનને આરામ આપવો. ઉપવાસ આ ત્રણ પ્રકારના આરામથી જ ફળદાયી નિવડે છે.

1) શરીરમાં કોઈ પણ પ્રકારનું ખાદ્ય કે પ્રવાહી ન નાખવું.

2) પરિશ્રમ નહિ કરતાં આરામપરાયણ રહેવું.

3) મન આદિ અંત:કરણને પણ ભગવત્સ્વરૂપમાં વિરામ આપવો, કહેતાં સંકલ્પ-વિકલ્પ કે અન્ય વિચારો પણ ન કરવા. અંદરથી શાંત રહેવું.

આમ, હોજરી, શરીર અને મન આ ત્રણેયને તેના તેના કાર્યથી વંચિત રાખવા; એને જ ખરા અર્થમાં લાભદાયી ઉપવાસ કહેવાય છે.

આ પણ વાંચો: આરોગ્ય પ્લસ: આયુર્વેદિક દિનચર્યા

આયુર્વેદની દૃષ્ટિએ અર્થ:

માત્ર સાદા પાણી ઉપર જ ચોવીસે કલાક રહેવું તેને ઉપવાસ કહેવાય છે. ઘણા લોકો ઉપવાસના દિવસે ચા-કોફી, દૂધ, ફળોના રસ વગેરે લઈને તેને ‘મેં ઉપવાસ કર્યો છે’ એમ માનતા હોય છે, પરંતુ એમને ઉપવાસનો સંપૂર્ણ ફાયદો થતો નથી.

એકાદશી આદિક વ્રતની દૃષ્ટિએ ઉપવાસ એટલે કેવળ જીહ્વા ઈન્દ્રિયને આહાર ન દેવો એટલું જ નહિ, આંખ, કાન આદિ ઈન્દ્રિયોને પણ એમના વિષયમાં લુબ્ધ થવા દેવા નહીં. તેમ જ મનને પણ પંચવિષયના સંકલ્પ-વિકલ્ય કરવારૂપ આહાર ન કરવા દેવો તે છે.

લાંધણ કરીએ પરંતુ શરીરને આખો દિવસ શ્રમ કરાવ્યા કરીએ અથવા તો મગજને વિવિધ વિચારોથી શ્રમ કરાવ્યા કરીએ તો તેનાથી જોઈએ એવો ઉપવાસનો અર્થ સરતો નથી. અર્થાત્ સ્વાસ્થ્યમાં સંપૂર્ણ લાભ થતો નથી.

આ પણ વાંચો: આરોગ્ય પ્લસ : આયુર્વેદિક દિનચર્યા એટલે શું?

ઉપવાસ શા માટે?

આપણે સહુ જીવનનિર્વાહને અર્થે કાંઈને કાંઈ નોકરી અથવા ધંધાકીય પ્રવૃત્તિ કરીએ છીએ. તે પ્રવૃત્તિમાં અઠવાડિયે કે પંદર દિવસે એક રજા રાખીએ છીએ. આ રજાનો મુખ્ય હેતુ શરીર તથા મનને આરામ આપવો તે છે. શા માટે? તો સતત પ્રવૃત્તિમાં રહેલા આપણને જો એક દિવસ આરામ મળે, તો ફરીને કાર્યોમાં નવા ઉત્સાહ સાથે જોડાઈ શકીએ. અને આ રીતે લાંબા સમય સુધી જીવનમાં સ્વસ્થતાપૂર્વક કાર્યો કરી શકીએ.

તે જ રીતે શરીરના દરેક અંગ શરીરની જાળવણી માટે કોઈને કોઈ ચોક્કસ કાર્યમાં સતત પ્રવૃત્તિશીલ હોય છે. આહાર એ આપણા શરીરનો મુખ્ય આધાર છે. અને તે આહાર મુખ દ્વારા ગ્રહણ કરવાથી લઈને મળદ્વાર દ્વારા બહાર ન નીકળે ત્યાં સુધી શરીરના મોટા ભાગના અંગો સતત કાર્યાન્વિત હોય છે. માટે જો અઠવાડિએ કે પંદર દિવસે એક ઉપવાસ કરવામાં આવે તો શરીરના અંગોને આરામ મળે છે, તેમનું આયુષ્ય વધે છે અને તે ફરીને સારી રીતે કાર્ય કરવા સક્ષમ બને છે.

વળી, સ્વસ્થ કે બીમાર કોઈ પણ વ્યક્તિ પોતાના કાર્યમાંથી અમુક દિવસે એક રજા જરૂર ઈચ્છે છે. તે જ રીતે આપણે સ્વસ્થ હોઈએ કે બીમાર, પરંતુ અમુક દિવસે ઉપવાસ કરવો તે શરીર માટે ખૂબ જ લાભદાયક છે.

આ પણ વાંચો: આરોગ્ય પ્લસ : ત્રિદોષ જાણવાની આ છે કેટલીક રીત

ઉપવાસની તૈયારી :

જેમ ઉપવાસના આગલા દિવસે જમીને આપણે શરીરને ઉપવાસ માટે તૈયાર કરીએ છીએ, તેમ જ મનને પણ તૈયાર કરવું જોઈએ.

ઉપવાસ ખૂબ જ ઉત્સાહ, આનંદ અને સહજતાથી કરવો જોઈએ. તે કરવા માટે મન ઉપર નિયંત્રણ હોવું ખૂબ જ આવશ્યક છે, કારણ કે મનને આધીન એવા નિર્બળ વ્યક્તિઓ ઉપવાસ કરી શકતા નથી. વૈજ્ઞાનિક સંશોધનોના આધારે રસાસ્વાદિયા વ્યક્તિઓને ઉપવાસના દિવસે માથું દુ:ખવું, એસિડિટી, અશક્તિ વગેરે શારીરિક મુશ્કેલીઓ સામાન્ય વ્યક્તિઓ કરતાં વધુ થતી હોય છે, જેમકે ઉપવાસના દિવસે મનનાં સતત જમવા સંબંધી વિચારો આવતા હોય છે, પણ શરીરને આહાર ન મળતો હોવાથી મગજને ઉપવાસ ખૂબ જ બોજરૂપ લાગે છે, અને તેની અસર શરીરમાં થાય છે. માટે ઉપવાસના દિવસે મનમાં આહારસંબંધી વિચારો ન થવા દેવા.

ઉપવાસના દિવસે સાવ નવરા ન રહેવું કેમ કે, આપણે જ્યારે નવરા હોઈએ ત્યારે જમવાના વિચારો વધુ આવવાની સંભાવના હોય છે. માટે મનને ભજન, કથા કે કોઈ સેવા-પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખવું.

ઉપવાસ માત્ર કરવા ખાતર જ ન કરવો, પરંતુ કોઈ એક સ્પષ્ટ હેતુ સાથે કરવો, નહિં તો ઉપવાસના ફાયદાઓથી વંચિત રહેવાશે.

આ પણ વાંચો: આરોગ્ય પ્લસ: વિવિધ બાળરોગને ઓળખો ને કરો એના ઉપચાર

ઉપવાસ કરવાની રીત:

ઉપવાસના આગલા દિવસે રાખવાની સાવધાની:

ઉપવાસ કરતી વખતે ઉપવાસના આગલા દિવસે કેવો અને કેટલો આહાર લેવો, તે અતિ અગત્યની બાબત છે. ઘણા ઓછી સમજણવાળા લોકો એવું માનતા હોય છે કે, ‘કાલે જમવાનું નથી એટલે આજે ઠાંસી-ઠાંસીને જમી લઈએ તો ઉપવાસમાં ટેકો રહે.’ તેવું કરવાથી ઉપવાસનો આધ્યાત્મિક, માનસિક કે શારીરિક એક પણ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થતો નથી. ઉપવાસના આગલા દિવસે હંમેશાં માપસરનું જમવું જોઈએ. તેમાં કેવા પ્રકારનો આહાર લેવો અને ન લેવો, તેની વિગત અહીં આપી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button