ઉઘાડી ચેલેન્જ – (પ્રકરણ-15)
કનુ ભગદેવ
મિસ્ટર શેખ !' ગીની ગંભીર અવાજે બોલી, મહેરબાની કરીને મને મેળવવાનાં સ્વપ્નાં જોવાનું બંધ કરો, એમાં જ તમારું ભલું છે.'
ગીની…!’ શેખ ઉર્ફે દિલાવરખાન કરગરતા અવાજે બોલ્યો, નારી ભાવનાની મારી તારા પ્રત્યેની લાગણીની કદર કર ! શું હું ખૂબસૂરત નથી…!
(ગતાંકથી ચાલુ)તમે...તમે એમ કરી શકશો દિલાવરખાન...!' રતનલાલાના અવાજમાં હર્ષ ઊભરાતો હતો. એની શૂન્યમાં અટકેલી આંખો જાણે કે કોઈક ખૂબસૂરત સ્વપ્ન જોઈ રહી હતી.
ચોક્કસ, આ દુનિયામાં કશું ન અશક્ય નથી, મારે માટે તો નહિ જ!’સાંભળો!' રતનલાલ બીજી આંગળી તથા અંગૂઠો અડાડ ચપટી વગાડતાં બોલ્યો,
મે તમને સંસ્થાના લાભ માટે જ બચાવ્યા છે એવો મેસેજ એ લોકોને હું મોકલીશ, સાથે જ પોલીસની ભીંસ તમારા પર વધી છે. એ વાતથી પણ તેમને વાકેફ કરીશ. તમને નકલી નોટો તૈયાર કરવાનું મુંબઈથી દૂર દૂર… વધુ ફાવશે એમ જણાવીશ. જો તેઓ કબૂલ કરશે તો પછી ચોક્કસ તમે ચંદ્રનગર જઈ શકશો.’વાંધો નહીં.. અને બીજી વાત!' દિલાવર બોલ્યો, મેં તમારા માણસો પાસેથી સાંભળ્યું છે કે કોર્ટમાં મને મદદ માટે આવી પહોંચેલા મારા સાથીઓ પોલીસના હાથમાં પકડાઈ ગયા છે, શું આ વાત સાચી છે?'
હા…’ઓહ!' દિલાવરખાનના ચહેરા પર બેહદ ચિંતા ઊપસી આવી. થોડીવાર પછી બોલ્યો,
રતનલાલ, એ લોકોને છોડાવી શકાય એમ છે?’નહીં મારા દોસ્ત...!' રતનલાલે કહ્યું,
પોલીસનો ખૂબ જ કડક જાપ્તો છે. ઉપરાંત દિલ્હીનો સરકારી જાસૂસ નાગપાલ પણ અત્યારે મુંબઈમાં મોજૂદ છે. જોકે એને સ્વધામ પહોંચાડવા માટે છેક કલકત્તાની શાખામાંથી બે માણસો અહીં આવ્યા છે. મને સૂચના મળી હતી કે મારે એ બંનેને ભાડૂતી ગુંડાઓ પૂરા પાડવાના છે. મુંબઈમાં એક દાદાનોયે બાપ છે. કલ્લુ પહેલવાન…! અત્યાર સુધીમાં તો તે નાગપાલને કદાચ ઠેકાણે પાડી ચૂકયો… રતનલાલનું વાકય અધૂરું રહ્યું....' એના અન-લિસ્ટેડ ફોનની ઘંટડી એ જ પળે રણકી ઊઠી...
હલ્લો…!’ રતનલાલે રિસીવર ઊંચકર્યું, કામતાનાથ સ્પિકિંગ...' (આ કોડવર્ડ હતો.)
હું દિનાનાથ બોલું છું. સામેથી એક ગભરાટભર્યો અવાજ આવ્યો. પછી થોડીવાર સુધી એની વાતો રતનલાલ સાંભળતો રહ્યો અને ત્યારબાદ રિસીવર મૂકી દીધું. ગજવામાંથી રૂમાલ કાઢીને એણે કપાળ પર વળેલો પરસેવો લૂછયો. ત્યારબાદ દિલાવર સામે જોઈ એ ખોલ્યો, નાગપાલ બચી ગયો છે, અને કલ્લુ પહેલવાન તથા તેના પાંચેય સાથીઓ અત્યારે પોલીસના કબજામાં છે. કલકત્તાથી જે બે માણસો આવ્યા હતા, તેઓમાંથી જ એકનો ફોન હતો. એના કહેવા પ્રમાણે નાગપાલ જેવો નીડર અને શક્તિશાળી માણસ બીજો કોઈ જ હજુ સુધી તેઓએ નથી જોયો. તેઓ ભયભીત બનીને હમણાં જ પાછા ઊપડી જવા માટે રવાના થઈ રહ્યા છે.'
ગોળી મારો નાગપાલને!’ દિલાવર મગરૂરીથી બોલ્યો, આપણે આપણું જ કરોને…! નાગપાલ મરે કે જીવે, આપણે તેની અત્યારે શી પંચાત છે. ભવિષ્યમાં તે કદાચ આપણા માર્ગમાં આવશે તો હું એકલો જ તેને માટે બસ છું. કાશ, મારા ત્રણ સાથીઓ અત્યારે અહીં હોત તો…!’તમે કહેતા હો તો હું પ્રયાસ કરી જોઉં...' રતનલાલ બોલ્યો.
ખરેખર…?’ દિલાવરખાનની આંખો પ્રસન્નતાથી ચમકી ઊઠી: જો તેઓ છૂટી જાય તો મને ઘણી જ મદદ મળશે...'
ઠીક છે, હું ચોક્કસ તો તમને નથી કહેતો પણ પ્રયાસ કરી જોઉં છું.’
`કરી જુઓ…’
ઉપરોક્ત બનાવના ચાર દિવસ પછી ભારતનાં અગ્રગણ્ય દૈનિકોમાં એક ચોંકાવનારા સનસનાટીભર્યા સમાચાર પ્રગટ થયા:
કલકત્તા-ચંદ્રનગર હાઈવે પર સી.આઈ.ડી.ના સ્પેશિયલ ઓફિસરોએ, હેન્ડબોમ્બ ભરેલી એક વિદેશી બનાવટની પકડી પાડેલી મોટરકાર!
(અમારા ખબરપત્રી તરફથી)
ગઈકાલે મધરાતે ભારતના ચપળ અને સાહસિક સી.આઈ.ડી.ના સ્પેશિયલ ઓફિસરોની એક ટુકડીએ કલકત્તા -ચંદ્રનગરને જોડતા હાઈવે પર એક શંકાસ્પદ મોટરકાર અટકાવી હતી. કારમાં ફક્ત એક જ માણસ હતો. સી.આઈ.ડી. ઓફિસરોને અચાનક જ જોતાં તે ગભરાઈ ઊઠ્યો હતો. અને કશોએ સંતોષકારક ખુલાસો તે નહોતો આપી શક્યો. તપાસનીશ અધિકારીઓને કારની ડેકીમાંથી પડેલી એક લાકડાની પેટીમાંથી લગભગ પંદર જેટલા હેન્ડબોમ્બ મળી આવ્યા હતા કારના ચાલકની વિધિસર ધરપકડ કરવામાં આવી છે. સી.આઈ.ડી. વિભાગે આ બાબતમાં પોતાની તપાસનાં ચક્રો ગતિમાન કરી દીધાં છે.
ચોથે દિવસે ફરીથી એક સમાચાર અખબારોમાં પ્રગટ થશે:
આજથી ચાર-પાંચ દિવસ પહેલાં જે કાર સી.આઈ.ડી. ઓફિસરોએ પકડી પાડી હતી, એની નંબર પ્લેટ બનાવટી હતી, એવું તપાસમાં બહાર આવ્યું છે. એટલું જ નહીં કારના એન્જિન પર તે બનાવનાર કુાં.નું નામ તથા તેનો નંબર પણ ઘસીને મિટાવી નાખવામાં આવ્યો હોવાથી એ કાર કે તેના માલિક અંગે કશીએ જાણકારી હાલ તુરત મળી નથી. છતાં એટલું તો ચોક્કસ છે કે આ કાર્ય પાછળ કોઈક દુશ્મન રાષ્ટ્રનો હાથ છે. કાર ચલાવનાર વિષે કરવામાં આવેલી તપાસમાં એવી વાત બહાર આવી છે છે કે તે શ્રીરામપુરનો રહેવાસી છે અને વર્ષોથી ત્યાં પરચૂરણ કામ જેવું કે ડ્રાઈવિંગ રીપેરિંગ વિગેરે કરે છે. ગામમાં તેની આબરૂ ઘણી સારી છે એની વય આશરે ચાલીશ વર્ષની છે. પરિવારમાં પત્ની તેમ જ ત્રણ સંતાનો છે. મહેનત અને શ્રમ કરીને તે પોતાની રોજીરોટી રળે છે. શ્રીરામપુરની પોલીસે પણ જણાવ્યું છે કે તે નિરુપદ્રવી અને નિર્દોષ માણસ છે. એણે પોતાના સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે કારમાં બોમ્બની પેટી ડેકીમાં પડી હોવા અંગે હું કશુંએ જાણતો નથી… બનાવના દિવસે રાત્રે દશ વાગ્યે એક માણસ મારે ત્યાં આવ્યો. હું ડ્રાઈવિંગ વિગેરે પરચૂરણ કામ કરું છું એવું તે કદાચ જાણતો હોવો જોઈએ.
એણે આવીને મને જણાવ્યું કે હું એક દવા બનાવનારી કુાં.નો સેલ્સ ઓફિસર છું. અમારા મોટા સાહેબ કલકત્તાથી આવવાના છે અને મારે કાર લઈને તેમને લાવવા માટે જવાનું છે, પરંતુ મારી પત્ની અચાનક બીમાર પડી ગઈ છે. આથી હું જઈ શકું તેમ નથી. જો તમે કારને લઈ જાઓ તો મહેનતાણાના એકસો રૂપિયા હું આપીશ. કારને તમારે કલકત્તામાં મેટ્રો સિનેમા સામે મૂકી દેવાની છે. મારા ડ્રાઈવર કલકત્તા ગયો છે. મેં તેને ફોન કરી દીધો છે, એટલે તે મારી રાહ જોતો ત્યાં જ ઊભો હશે.'
સો રૂપિયાની ઓફર મને સારી લાગી. એ માણસ મને કાર સોંપીને ચાલ્યો ગયો. બસ આથી વિશેષ હું કશુંએ નથી જાણતો.’
ટ્રીન.. ન... ટ્રીન...' ટેલિફોનની ઘંટડી રણકી-
હલ્લો, નાગપાલ સ્પિકિંગ…’યોર ટ્રકકોલ ફ્રોમ દિલ્હી! પ્લીઝ હોલ્ડ ઓન...!' સામેથી એક મધુર અવાજ સંભળાયો અને બે-ચાર પળો બાદ નાગપાલના કાને ચીફ ઓફ સ્ટાફ મહેતાસાહેબનો વ્યગ્ર અવાજ સંભળાયો,
નાગ…! હું મહેતા બોલું છું.’ફરમાવો સર...!'
તેં ચંદ્રનગર વિષેના સમાચાર વાંચ્યા જ હશે’હા વાંચ્યા છે...'
નાગપાલ…! પરિસ્થિતિ દિવસે દિવસે ગંભીર થતી જાય છે ત્યાં તને કોઈ કલ્યૂ મળી?’નથી મળી સર!' નાગપાલના અવાજમાં હતાશા સરવરતી હતી,
પરંતુ મારા પ્રયાસો ચાલુ જ છે.’તું એમ કર નાગપાલ...!' સામેથી મહેતાસાહેબનો અવાજ આવ્યો.'
ચંદ્રનગર ઊપડી જા… મને લાગે છે કે ત્યાંથી જરૂર કોઈક ને કોઈક કલ્યૂ મળી આવશે. મુંબઈના કામ માટે હું અહીંથી બીજા આઠ-દશ ચુનંદા માણસોને મોકલું છું.’જેવો આપનો હુકમ સર !'
ઓ. કે. વીસ યૂ ગુડલક…’થેંક યુ સર...' વાત પૂરી કરીને નાગપાલે રિસીવર મૂકી દીધું. પછી વળતી પળે એણે પૂના ખાતે લાઈટનિંગ કોલ બુક કરાવ્યો. તરત જ તેને લાઈન મળી ગઈ. દિલીપ ફોન પર આવતાં જ તેણે પોતાનો ચંદ્રનગર જવાનો પ્રોગ્રામ ટૂંકામાં પણ મુદ્દાસર જણાવ્યો. સાવધ રહેવાની તાકીદ કરી. પછી એણે ફોન બંધ કર્યો. બમનજી તેમ જ બીજા અધિકારીઓને જરૂરી કામ હોવાથી દિલ્હી જઉં છું એમ કહીને તેઓની વિદાય લીધી. એ જ રાત્રે તે ચંદ્રનગર જવા માટે ઊપડી ગયો. દિલાવરને ચંદ્રનગર આવ્યાને આઠ-દસ દિવસો વીતી ગયા હતા. અહીં આવતાં જ એણે એક મકાન ઉપરના ભાગે ભાડે રાખી લીધું હતું. જે વિસ્તારમાં એ મકાન હતું, તે છુટીછવાઈ વસ્તીવાળો હતો. અહીંની ઈમારતો એકબીજાથી દૂર...દૂર હતી... વચ્ચે અસમતલ મેદાન તથા ખાડાટેકરાઓ હતા. ચંદ્રનગર એક નાનકડું ગામ હતું. અલબત શહેરમાં મળતી લગભગ બધી જ ચીજવસ્તુઓ અહીં મળી શકતી હતી. ગામમાં એક જ મુખ્ય બજાર હતી અને ત્યાં સવારના છથી રાતના દશ વાગ્યા સુધી જબરો કોલાહલ છવાયેલો રહેતો હતો. ગામની હદ જ્યાંથી શરૂ થતી હતી એ સ્થળે એક લાંબી-પહોળી હોટલને એના માલિકે શહેરી રૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો. દિલાવરનો મકાનમાલિક એક આધેડાવસ્થાનો માનવી હતો. અને તે પોતાની એકની એક પુત્રી સાથે નીચેના ભાગમાં રહેતો હતો. રતનલાલની યોજના મુજબ બધું જ વ્યવસ્થિત રીતે પાર ઊતરી ગયું હતુ. ઉ.ઘ.અ તરફથી દિલાવરખાનને સંસ્થામાં સામેલ કરવાની પરવાનગી આપવામાં આપી હતી. એટલું જ નહિ રતનલાલની ભલામણથી તેને સહીસલામત રીતે ચંદ્રનગર પહોંચાડવામાં આવ્યો હતો. ઉ.ઘ.અની એક શાખા અહીં પણ હતી. રતનલાલે એક ઓળખચિહ્ન પણ તેને આપ્યું હતું-તે એક મૌખિક ચિહ્ન હતું. જોકે હજુ સુધી દિલાવરખાન સંસ્થાના મુખીને મળવા નહોતો ગયો. ચંદ્રનગરમાં ગુંડાગીરી બેહદ ફેલાયેલી હતી. અને અહીં વાતવાતમાં છૂરીચાકાં ઊછળતાં હતાં. ગાળોનો જવાબ અહીં છૂરી કે રિવોલ્વરની ગોળીથી જ અપાતો હતો. પોલીસ પણ બેહદ ત્રાસી ગઈ હતી. ગામમાં વસવાટ કરતા શરીફ માણસો ખૂબ જ ગભરાટભર્યું જીવન વિતાવતા હતા. અહીં તો મુખ્ય ચાર-ચાર દાદાઓ હતા, એમનાથી આખું ગામ થરથરતું હતું ગામમા આવી એક વ્યવસ્થિત ટોળી હતી અને એનું નામ
સિંહ ટોળી’ તરીકે પ્રખ્યાત હતું. વાસ્તવમાં સિંહ ટોળી ઉપનામ ધરાવતી આ સંસ્થા ઉ.ઘ.અની જ શાખા હતી. સિંહ ટોળીના બુરખા નીચે તે પોતાની પ્રવૃત્તિઓ ચલાવતી હતી. રતનલાલ આ વાતથી વાકેફ હતો એટલે જ એણે દિલાવરખાનને પણ મુંબઈ ખાતેની સિંહ ટોળી' નો સભ્ય બનાવ્યો હતો તેમજ સભ્યપદનું કાર્ડ અપાવ્યું હતું. ઉપરાંત સાંકેતિક ભાષામાં ચંદ્રનગર શાખાના મુખી પર એક ઓળખપત્ર પણ તેને લખી આપ્યો હતો. વચ્ચે દિલાવરખાન ત્રણ દિવસ માટે કલકત્તા ગયો હતો. અને ત્યાંથી થોડી મશીનરી તેમજ ખાસ પ્રકારના કાગળો ખરીદી લાવ્યો હતો. આમ મશીનરી એણે ઉપર પોતાના એક ખંડમાં ગોઠવી હતી. કદાચ તે અહીં બનાવટી નોટો છાપવા માગતો હતો. જોઈતાં રસાયણો, શાહી વિગરે પણ તેણે છૂપી રીતે લાવી રાખ્યાં હતાં. દિલાવર કદાચ દિલ -ફેંક પણ હતો. મકાનમાલિકની ખૂબસૂરત પુત્રી પ્રત્યે તેને પ્રેમ ઉત્પન્ન થયો હોય એવું તેના હાવભાવ તથા વર્તન પરથી લાગતું હતું, મકાનમાલિકની પુત્રી કે જેનું નામ
ગીની’ હતું. તે ચાલાક હતી, ચપળ હતી, પુરુષોની આંખોમાં છવાયેલા હાવભાવ પરથી તેમનું માનસ પારખી શકે તેમ હતી…દિલાવરખાનની નજર સાથે નજર મિલાવતાં જ તે તેની મનોસ્થિતિ કળી ગઈ, અને પછી તે તેનાથી દૂર રહેવાનો પ્રયાસ કરવા લાગી હતી. દિલાવરખાને પોતાનું જમવાનું પણ મકાનમાલિક સાથે જ ગોઠવ્યું હતું અને એ માટેની એડવાન્સ રકમ પણ તે આપી ચૂક્યો હતો. અહીં મેક-અપમાં રહેતો હતો- મસ્તક પર હેટ, આંખો પર ચશ્માં અને બનાવટી દાઢી-મૂછ…!
મિસ્ટર શેખ !' ગીની ગંભીર અવાજે બોલી, મહેરબાની કરીને મને મેળવવાનાં સ્વપ્નાં જોવાનું બંધ કરો, એમાં જ તમારું ભલું છે.'
ગીની…!’ શેખ ઉર્ફે દિલાવરખાન કરગરતા અવાજે બોલ્યો, નારી ભાવનાની મારી તારા પ્રત્યેની લાગણીની કદર કર ! શું હું
ખૂબસૂરત નથી…! હું તને સાચા હૃદયથી ચાહું છું અને તારી સાથે લગ્ન કરવાં માગું છું. તને જોતાં જ હું ભાન ભૂલી બેઠો છું. મારો પવિત્ર પ્રેમનો સ્વીકાર કર ગીની! હું તને ખૂબ જ સુખી કરીશ. હું પ્રેમ કોને કહેવાય એ પણ તને જોયા પહેલાં નહોતો જાણતો. તને જોતાં જ મારું હૃદય ઝણઝણી ઊઠયું અને એક મીઠી ધ્રુજારી મારામાં ફરી વળી. હું તને દગો નહિ દઉં ગીની ! શું તને મારામાં ભરોસો નથી? હું અહીં આ ગામમાં મજૂરી કરવા આવ્યો છું.તે મને કયારેક અવળા માર્ગે જતો જોયો ખરો? સવારે કામ પર જઈને છેક સાંજે અહીંની મિલમાંથી પાછો ફરું છું. મારામાં કોઈ જ દુર્ગુણ કે કમી નથી. તું મને સ્વીકારી લે… હું તને…’મિ. શેખ...!' તેને અટકાવીને ગીની વચ્ચેથી બોલી ઊઠી,
પણ હું તમને હરગીઝ નથી ચાહતી. કદાચ મારી ઈચ્છા હોય તો પણ લગ્ન કરી શકવાની સ્થિતિમાં નથી. એક બીજા જ માણસ સાથે મારે લગ્નથી જોડાવું પડે તેમ છે?’એમ ...? બીજો માણસ...?' અચાનક દિલાવરખાન પોતાના મૂળ સ્વભાવ પર આવી ગયો, ગીની...! તારી અને મારી વચ્ચે જો કોઈ આવશે તો તેનું દુર્ભાગ્ય જ હશે.' અને ત્યારબાદ દિલાવરખાને ફિલ્મી હીરોની જેમ નાટક શરૂ કર્યું. અવારનવાર તે ગીનીની પ્રશંસા અને તેનાં વખાણ કરવા લાગ્યો, અને ખુશામત તો ખુદાને પણ પ્યારી છે. તેના આ નાટકની ગીની પર અસર થઈ. દિવસે દિવસે તે દિલાવરખાન તરફ આકર્ષાતી હતી. હવે તે એનાથી દૂર નહોતી નાશતી. પરંતુ કોણ જાણે કેમ દિલાવરખાનની સાથે વાતો કરતી વખતે એની આંખોમાં એક અજ્ઞાત અને ખોફનાક ભયનાં કુંડાળાં ફેલાઈ જતાં. દિલાવરખાને એ બાબત અંગે તેને અવારનવાર પૂછયું હતું અને છેવટે એણે જવાબ આપ્યો હતો,
આ ગામમાં એક ભયંકર ગુંડો છે, દેખાવ પરથી તે શરીફ લાગે છે. ઊજળા કપડાં પહેરે છે. પરંતુ શરીફ ચહેરા પાછળ છુપાએલા ભયંકર રૂપને હું તો ઠીક, આખું ગામ ઓળખે છે અને તેનાથી થરથરે છે. લોકો એના માર્ગમાં પણ આડા નથી ઊતરતા… એનું સાચું નામ તો ભગવાન જાણે પણ અહીં તે રૂસ્તમના નામથી ઓળખાય છે. ઉપરાંત તે સિંહટોળીનો જમણો હાથ છે…’
`સમજ્યો.’ શેખ ઉર્ફે દિલાવરે કહ્યું.
રજાનો દિવસ હતો. સવારના નવ વાગ્યે ગીની બજારમાંથી પરચૂરણ ચીજવસ્તુઓ ખરીદીને ઘર તરફ પાછી ફરતી હતી. અચાનક સામેથી આવતા એક ઊંચા- મજબૂત બાંધાના માણસને જોઈને પળભર ખમચાઈ ગઈ. એ માણસે લાલ ટી-શર્ટ તથા કાળું પેન્ટ પહેર્યું હતું. એના બાવડાં અને ખભા દેખાવ પરથી જ મજબૂત અને કસાયેલા લાગતા હતા. ભરાવદાર બાંધો, પહોળી છાતી, લાલઘૂમ આંખો, કરડો અને ક્રૂર ઘઉં વર્ણો ચહેરો…
એ રૂસ્તમ હતો. ગામનો દાદો…!
રૂસ્તમે ગીનીને જોઈ. એની માંજરી આંખો ચમકવા લાગી. આગળ વધીને એણે ગીનીનો હાથ પકડી લીધો અને બોલ્યો, ઓહ ગીની!...હું તને જ યાદ કરતો હતો. સારું થયું, તું મળી ગઈ. નહિ તો મારે તારે ત્યાં ધક્કો ખાવો પડત! ગીની, આજે હું તને મારી સાથે ફરવા લઈ જવા માગું છું...ચાલ...'
પ્લીઝ… મારો હાથ છોડી દો…!’ ગીની ભયભીત અવાજે કરગરતાં બોલી `ભરી બજારમાં તમારે આમ ન કરવું જોઈએ, મને છોડી દો…’
આ દરમિયાન આજુબાજુના દુકાનદારોનું લક્ષ એ બંને તરફ ખેંચાયું હતું. રસ્તા પરથી પસાર થતા રાહદારીઓમાં પણ રૂસ્તમને જોઈને ગભરાટ ફેલાયો. દુકાનદારો મનોમન જ સમસમીને બેસી રહ્યા. રૂસ્તમ ગીનીને તંગ કરે છે એ વાત આખું ગામ જાણતું હતું. પરંતુ વચ્ચે પડવાની કોઈની હિંમત નહોતી ચાલતી. અગાઉ આવા બે પ્રસંગોએ એક જુવાનીઓ વચ્ચે પડ્યો હતો અને પરિણામે એને જીવ ગુમાવવો પડ્યો હતો. ધોળે દિવસે રૂસ્તમની છૂરી એના પેટમાં ઊતરી ગઈ હતી. પાછળથી એના પર કેસ થયો હતો. પરંતુ એની વિરુદ્ધમાં કોઇ જ જુબાની આપવા તૈયાર નહોતું થયું. પરિણામે દાર્શનિક પુરાવાઓને અભાવે તે છૂટી ગયો હતો…
(વધુ માટે આવતી કાલે)