તરોતાઝા

વ્હાલનો દરિયો…

ટૂંકી વાર્તા – નીલમ દોશી

પંચમ, બેટા બરાબર પાંચ વાગ્યે તમે લોકો તૈયાર થઈ જજો. ઓકે? અને હા.. તમારી આદત મુજબ મોડું ન કરતા.
ડોંટ વરી પપ્પા, અમે બધા શાર્પ પાંચ વાગ્યે તૈયાર રહીશું. ભાઈ તો આમ પણ અત્યારથી અધીરો થઈ ગયો છે. ચાર વાગ્યાથી તૈયાર થઈને આંટા મારે છે. મમ્મીને પણ કંઈ સાસુ બનવાની ઉતાવળ ઓછી નથી. જોકે મારી થનાર ભાભીને જોવાની હોંશ મને પણ કંઈ ઓછી નથી. એટલે આજે તો અમે બધા બીફરો ટાઈમ જ તૈયાર હોવાના..હા.. તમે મોડા ન પડતા.
ભાઈને બદલે બહેને જ હરખથી જવાબ આપ્યો.
બિમલ એક મિનિટ પુત્રી સામે જોઈ રહ્યો.
નહીં પારિજા, તું સાથે નથી આવતી.' આવાજમાં આદેશનો રણકો હતો. પારિજા ડઘાઈ ગઈ. તેણે મમ્મી સામે જોયું. પણ મમ્મી મૌન જ રહી. પણ પપ્પા..શા માટે? શા માટે? અને તને સમજાવું પડશે? હજુ કશું બાકી છે? પારિજાની આંખોમાં વાદળ ઊમટી આવ્યા. તે ધીમેથી અંદર ચાલી ગઈ. વરસોથી વહાલનો ઘૂઘવતો દરિયો આજે એકાએક ખારો ભઠ્ઠ બની ગયો હતો. શા માટે? શો વાંક હતો. તેનો? જવાબની ખબર નહોતી એવું તો નહોતું..પણ હજુ એ જવાબ સ્વીકારવા મન માનતું નહોતું. બરાબર પાંચના ટકોરે મમ્મી, પપ્પા સાથે પંચમ મોટરમાં ગોઠવાયો. છેલ્લે સુધી પારિજાને આશા હતી કે ભાઈ કે મમ્મી કોઈ તો તેને સાથે આવવા કહેશે.. પણ.. નિ:શબ્દ બનીને પારિજા ધૂંધળી આંખે સડસડાટ દોડી જતી, નજરથી ઓઝલ થતી મોટરને જોઈ રહી. એક ભારેખમ નિ:શ્વાસ સરી પડ્યો. જોકે છેલ્લા એક મહિનાથી ન ધારેલું જ બધું બનતું હતું. કાલ સવારની જ વાત લો ને.. દૂરના કોઈ સગા ઘેર આવ્યા હતા. પારિજાને જોઈને પૂછ્યું. અરે...વાહ..દીકરીબાઈ આવ્યા છે ને શું? ક્યારે આવી બેટા? અરે, હજુ તો હમણાં બે દિવસ પહેલાં જ આવી. સારું..સારું બેટા, આવી છે તો નિરાંતે થોડા દિવસ રહેજે હોં.. વારે વારે ત્યાં છેકથી થોડું આવી શકાય છે? હા..કાકી, હું પણ પારિજાને એ જ કહું છું. લગન પછી પહેલીવાર આવી છે તો નિરાંતે રોકાજે' હા..હા..બાકી દીકરી તો પારકું પંખી.. એના માળામાં સુખી હોય એટલે નિરાંત. બીજું માબાપને શું જોઈએ? હસતી આવે ને હસતી જાય.. માબાપની આંતરડી ટાઢી હવે દીકરી ઉપર આપણો હક્ક કેવો? બેટા, જમાઈરાજ મજામાંને? પારિજા જવાબ આપે એ પહેલાં.... હા..હા.. એકદમ મજામાં.. હુતો ને હુતી બે જણા જલસા જ કરે ને? જમાઈના રોજ ફોન આવી જ જાય. એ તો બોલવવાની ઉતાવળ કરે છે.. પણ મેં તો કાલે ચોખ્ખું કહી દીધું કે બે મહિના પહેલા તો તેડવાની વાત જ ન કરતાં.' સારુ..સારું..' પારિજા તો સાંભળી જ રહી. જેટલીવાર વચ્ચે જવાબ આપવા ગઈ એટલી વાર મમ્મી તેને બોલવા જ ન દીધી. પોતે જ હસી હસીને જવાબ આપતી રહી. કાકીના ગયા પછી.. મમ્મી, તું યે ખરી છે એવું ખોટું કેમ કહ્યું? હું કંઈ એકાદ બે મહિના માટે થોડી આવી છું? તને ખબર છે હવે હું પાછી જવાની નથી..' એટલે શું મારે ગામ આખામાં ઢંઢેરો પીટતા ફરવાનું છે કે મારી દીકરી કાયમ માટે સાસરેથી પાછી આવી છે? સાચી વાત આજે નહીં તો કાલે કહેવી પડે જ ને મમ્મી? એ બધી તને સમજ ન પડે.' એમાં સમજ ન પડવા જેવું શું છે? મારો કંઈ વાંક થોડો છે? પંકજ એવો નીકળ્યો. એમાં હું શું કરી શકું? મેં વરસ સુધી ઓછું સહન કર્યું છે? આવા સંજોગો છતાં એક વરસ સુધી નિભાવવાની કોશિષ કરી. પણ..' કહેતા પારિજાએ ભીની આંખ લૂછી. બિનીતાને ઘડીમાં દીકરીના દયા આવતી હતી. પણ કઠોર નહીં બને તો દીકરી એનો નિર્ણય કદી ફેરવશે જ નહીં. અને તો પાતાને સમાજમાં મોં બતાવવા જેવું નહીં રહે. ગામને મોઢે કંઈ ગરણા બંધાય છે? આપણી વાત કોણ સાચી માનશે? બધા એમ જ વિચારેને એક હાથે તાળી થોડી પડે? દીકરીને સમજાવીને પાછી મોકલવી જ રહી. પતિએ કહ્યું હતું. થોડા દિવસ રહીને પારિજાને પાછી મોકલવી જ પડશે. અરે, બહેન કાયમ ઘરમાં બેઠી હોય તો પંચમને પણ સારી છોકરી જલદી ન મળે. મારે તો બધું તો જોવાનું ને ? પારિજા હવે અકળાઈ હતી. મમ્મી, પપ્પા કેવી વાતો કરતા હતા? છોકરો ચારિત્ર્યહીન છે, એ જાણ્યા પછી યે? જ્યાં દીકરી આટલી બધી દુ:ખી થતી હોય, રોજ માર ખાતી હોય ત્યાં ફરીથી મોકલવી છે? જાણી જોઈને કૂવામાં ધકેલવાના વાત કરે છે? જે દીકરીને આજ સુધી વહાલનો દરિયો કહેતી આવી છે એ દીકરીને આજ માની લીધેલી આબરૂ ખાતર.. પારિજા મનોમન વલોવાતી રહેતી. સાસરેથી દીકરીની અર્થી જ નીકળે. એ જમાનો હવે ગયો. માબાપની આવી મેન્ટાલીટીને લીધે જ દીકરીઓ બિચારી સહન કર્યા કરે છે.. આવું બધું મમ્મી બીજાને કહેતી. એ પોતે કયાં નથી સાંભળ્યું? એ જ મમ્મી આજે? હજું યે પારિજાને પૂરી ઘડ નહોતી બેસતી. બાકી મમ્મી પપ્પાને પારિજા કેવી વહાલી હતી. અરે, ભાઈને ઘણી વાર ઈર્ષ્યા થતી. કદીક રિસાઈને કહેતો . પપ્પા તમને તો પારિજા જ વધારે વહાલી છે. પપ્પા હસી પડતા.. મારી પારિજા છે જ એવી મીઠડી. મમ્મી પણ ક્યારેક હસતી..દીકરી સાસરે જશે ને ત્યારે આકરું લાગશે. અરે, એને જવા દઉં તો ને ? હું તો એને માટે ઘરજમાઈ જ શોધવાનો... પારિજા, તારે એવો છોકરો શોધવો પડશે જે તારી દરેક વાતમાં પપ્પાની જેમ હા એ હા કરે.’ બાકી તારા પપ્પાને ખબર પડે કે કોઈએ તેની દીકરીને કંઈ કહ્યું છે તો તેનું આવી જ બન્યું.. સમજો
પંચમ હસીને કહેતો..
અને ત્યારે પોતે લાડથી પપ્પાની નજીક ભરાઈ જતી. પંચમને અંગૂઠો બતાવતા ઈશારથી કહેતી
લે લેતો જા' આજે એ જ પપ્પાએ એના શરીર પર મારની નિશાનીઓ.. એને દેવાયેલા ધગધગતા ડામની નિશાનીઓ જોઈ હતી. અને છતાં? દૂર હતી ત્યારે ફોનમાં પણ હંમેશાં એવું જ કહ્યું હતું.. ધીરજ રાખ બેટા.. ધીમે ધીમે બધું સારું થઈ જશે. સુુખ પછી દુ:ખ ને દુ:ખ પછી સુખ તો કોના જીવનમાં નથી આવતા? સમાધાન તો કોને નથી કરવા પડતા?’


પણ પપ્પા.. આ કંઈ કુદરતનું દુ:ખ નથી.. આ તો જુલમ છે. અત્યાચાર છે. પંકજ બીજી છોકરીને ઘરમાં રાખીને બેઠો છે. શરાબ પીને મારી પર હાથ ઉપાડતા પણ અચકાતો નથી.
કહેતા પોતે ફોનમાં રડી પડતી.


બેટા, અમે વિઝાનો પ્રયત્ન કરીએ છીએ..ત્યાં આવીને પંકજને સમજાવીએ છીએ..
પોતે રડતા રડતા કહેતી,
પપ્પા, મેં બધું કરી જોયું છે. તમારી દીકરીએ કશું બાકી નથી રાખ્યું. મારે જીવવું હોય તો હવે પાછું આવ્યે જ છૂટકો…
એકવાર પણ ઘરમાંથી પપ્પા કે મમ્મી કોઈએ કદી ન કહ્યું કે બેટા, અમે બેઠા છીએ તું તારે ચિંતા કર્યા સિવાય આવતી રહે.
મમ્મી, પપ્પાની અનિચ્છા છતાં જીવ બચાવવા એને અંતે આવવું જ પડ્યું. તક મળતા જ ભાગી છૂટવું પડ્યું.
અહીં આવીને આંસુનો સમંદર મમ્મી પપ્પા પાસે ઠાલવ્યો ત્યારે પપ્પાએ માથે હાથ ફેરવીને તેને શાંત કરી હતી.
બેટા. શાંત થા… ધીમે ધીમે થોડા સમયમાં બધું બરાબર થઈ જશે. હમણાં થોડા દિવસ તું તારે નિરાંતે રહે.
અને પારિજા કંઈ કોઈને માથે ભારે પડે તેમ નહોતી જ. ભણેલી ગણેલી છોકરી હતી. એમ.બી.એ. કરેલી છોકરીને નોકરી મળવાની જ હતી. અને આર્થિક રીતે તો અહીં પણ ક્યાં ખોટ હતી? આવડો મોટો બંગલો… બે ગાડી અને સારો બિઝનેસ હતો જ ને?
એવો કોઈ પ્રશ્ન નહોતો તો પછી વાંધો ક્યા આવતો હતો? સમાજ માટે થઈને એના પપ્પા દીકરીને?
ના… એ વાત સ્વીકારવી અઘરી લાગતી હતી. કદાચ પપ્પા તેને સમજાવવા માગતા હતા. અને પ્રયત્ન કરી જોવા માગતા હશે..દીકરીના સંસાર માટે.
પણ એકવાર પાક્કી ખબર પડી જશે પછી બદલાઈ જશે…
પોતે જઈ શકે એમ જ નથી. જાય તો જીવી શકે એમ નથી. સાસુ-સસરાએ હાથ ઊંચા કરી દીધા હતા કે પતિ પત્નીની વાતમાં અમે વચ્ચે નથી પડતા.


મમ્મી, પપ્પા પારિજાને સમજાવવાના પ્રયત્નો રોજ રોજ કરતા રહ્યા.
પણ એકવાર નરકમાંથી છૂટ્યા પછી પારિજા બીજી વાર એ અનુભવ કેમ લે? મમ્મી, પપ્પા પોતાની વાત કેમ સમજી નથી શકતા એની જ પારિજાને તો નવાઈ લાગતી હતી. એ તો મમ્મી, પપ્પાનો વહાલનો દરિયો હતી.
અને આજે તો હદ આવી ગઈ હતી. પંચમ માટે છોકરી જોવા ગયા અને પોતાને સાથે ન લઈ ગયા?
પારિજા આઘાતથી સુન્ન બની રહી.
આ એ જ પપ્પા છે? એ જ મમ્મી અને એ જ ભાઈ છે? એ એક વરસ પહેલા દીકરીને વળાવતા આંસુ રોકી નહોતા શકતા… એ જ પપ્પા આજે…
પોતાના ઘરમાં તો કદી કોઈ જૂનવાણી વિચારો નહોતા. તો તછી આજે આવું કેમ?
રહી રહીને પારિજાને એ વાતનો જવાબ નહોતો મળતો. કે પછી બીજાને સલાહ આપનાર પણ પોતાના પગ નીચે રેલો આવે ત્યારે બદલાઈ જતો હશે?


પારિજાની આંખોમાં જ નહીં આખ્ખા અસ્તિત્વમાં આંસુ ઊભરાઈ આવ્યા. ભાઈ માટે છોકરી જોવા પોતે જશે એ કલ્પના વરસોથી કેટલી વાર કરેલી… આજે… બધું કડડભૂસ… પોતાના જ ઘરમાં પોતાના સ્વજનો વડે અપમાન અવહેલના કેમ સહન થાય? જોકે, જે પણ આઘાત જીવનમાં થતા હોય છે એ મોટે ભાગે સ્વજનો, મિત્રો, સગાંઓ વડે જ થતા હોય છે ને? પારકાઓ વળી આઘાત કેમ કરી શકવાના? અને કરે તો યે એની પીડા ન હોય…


પારકાઓ ક્યાં કદી નડે છે. પોતાનાઓ જ નડે છે…
શું નવાઈ સૂર્યને પણ જ્યાં વાદળાઓ જ નડે છે
આવું કોઈ કવિએ પોતીકા અનુભવની પીડા પછી જ લખ્યું હશે ને?
સૂરજ અસ્તાચળ તરફ વિદાય થયો. ઝાંખા પાંખા અંધકારે પોતાનો ડેરો જમાવ્યો. પારિજાને ઊભા થઈને લાઈટ કરવાની ઈચ્છા ન થઈ. તે સૂનમૂન બનીને એકલી બેઠી રહી. વહાલનો દરિયો આજે પોસપોસ આંસુ વહાવતો એકલો એકલો બેસી રહ્યો. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…