તરોતાઝા

એવોર્ડ

ટૂંકી વાર્તા – સુમંત રાવલ

`તમનેં સંભળાતું નથી?’
તે બહાર નીકળવા જતો હતો, ખીંટીએ લટકતી થેલી હાથમાં લીધી અને પગમાં ચંપલ પહેર્યાં, ત્યાં શાંતાએ ટપાર્યો. શાંતા તેની પત્ની હતી, ત્રીસ વર્ષનું દાંપત્યજીવન ખળખળ વહેતા ઝરણાંની જેમ તેની સામે વહી ગયું હતું. પણ હમણાં હમણાં તે ઘાંટો પાડીને વાતો કરતી હતી.

ઘાંટા ઓછા પાડ... હું બધું ય સાંભળું છું...' તેના ચહેરા પર રંજ પ્રસરી ગયો. પણ ક્યારેક સાંભળતા નથી… મારો આ અનુભવ છે, બહાર જાવ છો તો કાનના ડૉક્ટર કાન બતાવી આવો…!’
`નથી બતાવવા’

તેના ચહેરાપરનો રંજ રોષમા4ં પલટાઈ ગયો, તેણે પોતાના હાથની બંને આંગળીઓ સીધી કરી, બંને કાનના કાણામાં ખોસી અને ગોળ ગોળ ધુમાવી બહાર કાઢી, પછી કહ્યું, ક્યારેક ધાક્ પડી જાય છે.. ઉમ્મરને કારણે!'પણ આ ધાક્ કાયમી ન પડી જાય…’ શાંતાએ દહેશત વ્યક્ત કરતાં કહ્યું, પાંત્રીસ વરસ સુધી બહેરા- મૂંગા લોકો સાથે કામ કર્યું છે. હવે સાઈઠ વર્ષની ઉંમરે તમે પોતે બહેરા બની ગયા હો તેવું લાગે છે...!' મારી સંસ્થાને બદનામ ન કરીશ! મને મારી સંસ્થાનું ગૌરવ છે…’ તેણે છાતી ટટ્ટાર કરતાં કહ્યું. ખાદીનો ઝભ્ભો- લેંઘો અને બંડી ધારણ કર્યાં હતા, પગમાં ખાદીભંડારમાંથી ખરીદેલા ચંપલ અને હાથમાં ગાંધીજી જેવી લાકડી, અસલ ગાંધીવાદી કાર્યકર જેવો તેનો દેખાવ હતો.

પાંત્રીસ વર્ષ સુધી બહેરા-મૂંગાની સંસ્થામાં જોડાયો, ત્યારે તેને સારી સારી સરકારી નોકરી માટે ઓફર' થઈ હતી. એ તરવરિયો જુવાન હતો. ગાંધીવાદથી રંગાયેલો. એ નોકરી નહીં સેવા કરવા માગતો હતો. તેની સાથે ભણીને મેટ્રીક થયેલા મિત્રો સરકારી નોકરીમાં જોડાઈને બઢતી પામી મોટા મોટા હોદ્ા પરથી નિવૃત્ત થયા હતા, જ્યારે પોતે બહેરા- મૂંગાનીનિનાદ’ નામની સંસ્થામાં સંચાલક તરીકે જોડાઈને `સંચાલક’ તરીકે જ નિવત્ત થયા હતા. નિનાદ નામના સંસ્થાએ તેને એક જ પદ આપ્યું હતું.

સંચાલકનું છતાં સંસ્થાનું એ મૂળ હતો, થડ હતો અને ડાળીઓ પણ હતો…! વૃક્ષને જે રીતે રોપી, પાણી પાઈ જતનપૂર્વક માળી ઉછેર તે રીતે તેણે આ સંસ્થાને ઉછેરી હતી. `તે જ્યારે આ સંસ્થામાં દાખલ થયો ત્યારે ફક્ત એક મકાન હતું. વિલાયતી નળિયાવાળું! પણ તે કામ કરતો ગયો… તેમ તેમ દાન પેટે લાખો રૂપિયા આવતા ગયા અને સંસ્થાનો વિકાસ થતો ગયો. હમણાં તે નિવૃત્ત થયો હતો. નિવૃત્તિની ઉંમર અઠ્ઠાવન વર્ષની હોય છે, પણ સંસ્થાએ તેને સાઈઠ વર્ષે નિવૃત્ત કર્યો હતો. ખરેખર તો સંસ્થા તેને નિવૃત્ત કરવા ઈચ્છતી નહોતી, પણ તે થાકી ગયો હતો… પહેલાં જેવી ચેતના, ધગશ, તરવરાટ રહ્યાં નહોતાં એટલે તે પરાણે નિવૃત્ત થઈ ગયો હતો…!’નિવૃત્ત થઈ ગયા પછી સાઈઠ વર્ષની ઉંમરે સરકારે તેની કદર કરી હતી.. તેની આ મૂક સેવા બદલ એવૉર્ડ મળવાનો હતો.

`એવૉર્ડ’ શબ્દ કાને પડતાં જ સાઈઠ વર્ષની કંપતી કાયામાં યુવાન જેવો રોમાંચ થતો હતો. શરીરમાં નવું લોહી ઉભરાતું હતું… ફેફસામાં હવા ભરાતી હોય તેમ છાતી ફૂલવા લાગતી હતી.

હાથની આંગળી વડે ચપટી વગાડતાં શાંતાએ કહ્યું શું થયું?' કંઈ નહી!’
વિચારમાં ખોવાઈ ગયા હો તેવું લાગતું હતું!' હા, વિચારમાં ખોવાઈ ગયો હતો..!’
`આમ ક્યાં સુધી હવામાં ઉડતા રહેશો, ક્યારેક તો ધરતી પર પગ મૂકો… અને મારી અરજ કાને ધરો..!’

તારી અરજ તો રોજ કાને ધરતો આવ્યો છું..!' હા, એક કાને સાંભળો છો અને બીજા કાને કાઢી નાખો છો!’
શાંતાએ મશ્કરી કરતા કહ્યું. તે ચૂપ થઈ ગયો.
`બજારમાં જાવ છો તો હાર્મોનિયમના ભાવ તો જાણતા આવો… રેવતીની એક ઈચ્છા તો પૂરી કરો!’

વાત કરતાં શાંતાનો ચહેરો ઉતરી ગયો, બિચારીને એક હાર્મોનિયમ પણ અપાવી શકતા નથી!' હાર્મોનિયમ’ શબ્દ કાને પડતાં જ તેની અંદર જે આનંદના સૂર વહેતા થયા હતા તે અટકી ગયા તેનો ચહેરો દિવેલિયો બની ગયો!

ફુટબોલના મેદાનમાં કોઈ ખેલાડી દડાને પગની લાત મારે અને તે સીમારેખાની બહાર ફેંકાઈ જાય તે રીતે તેને પણ કોઈએ લાત મારી હોય તેમ ઘરની બહાર ફેંકાઈ ગયો.. તે આઉટ થઈ ગયો. મને કમને બજારની દિશામાં પગલાં ભરી રહ્યો હતો, જાણે કોઈ પાછળથી હડસેલતું ના હોય!
જેમ જેમ તે ઘરડો થતો જતો હતો તેમ તેમ તૃષ્ણા યુવાન થતી જતી હતી.. તૃષ્ણા મરતી નહોતી, અંગમ, ગલીતમ પલીતમ મુંડન… વાળો સંસ્કૃત શ્લોક યાદ આવી જતો હતો. દાંત પડી ગયા હતાં. પણ તૃષ્ણા પડતી નહોતી. આંખો પર વધતા જતા ચશ્માંના નંબરની જેમ તે વધતી જતી હતી.

દિલ્હી સરકાર તરફથી, રાષ્ટ્રપતિ ભવનના સિક્કાવાળું પરબિડીયું તેને ટપાલ દ્વારા મળ્યું ત્યારે તેની છાતી ધક્ ધક્ થઈ ગઈ હતી. તેણે પરબિડીયું ખોલ્યું, તેમાંથી રાષ્ટ્રપતિની સહીવાળો પત્ર બહાર નીકળ્યો. જેમાં એવૉર્ડ માટે તેનું નામ પસંદ કરતાં રાષ્ટ્રપતિની સહીવાળો પત્ર બહાર નીકળ્યો. જેમાં એવૉર્ડ માટે તેનું નામ પસંદ કરતાં રાષ્ટ્રપતિ જાતે પણ ગૌરવની લાગણી અનુભવતા હતા અને તેની સિદ્ધિ બદલ અભિનંદન પણ આપ્યા હતા. ક્ષણભર માટે તે આવક્ બની ગયો. તે કોઈ જુદી જ દુનિયામાં સરી પડ્યો- સપનાની દુનિયામાં! રસ્તા પર દોડ્યા જતા વાહનોના અવાજ અટકી ગયા…! રસ્તા પર જતા- આવતા રાહદારી જાણે તેને અભિનંદન આપવા માટે દોડી આવતા હોય તેવો ભ્રમ થવા લાગ્યો. પોતાની ઊંચાઈ આમઆદમી કરતાં એક વેંત વધી ગઈ હોય તેવું લાગતું હતું. એ પોસ્ટ ઓફિસ પાસેથી આગળ ન જતાં ઘેર પાછો આવ્યો, શાંતાને વાત કરી શાંતા હરખાઈ ગઈ..’ જાતી જિંદગીએ પણ સરકારે તમારી કદર કરી, કરેલું ફોગટ જતું નથી..’

રેવતી આ સમાચાર સાંભળી ખુશ થઈ ગઈ અને ગીત ગાવા લાગી…
અઠવાડિયામાં તો બધાં છાપામાં સમાચાર આવી ગયા, એક- બે સામાયિકના તંત્રીએ તો તેના ફોટા સાથે તેની કહાણી પણ છાપી હતી…
તેણે ધાર્યું નહોતું કે આટલી ઝડપથી સરકાર એવૉર્ડ આપવા સંમત થઈ જશે… કારણ કે દર વર્ષે બાયોડેટા મંગાવતો હતો, દર વર્ષે તે `નિનાદ’ સંસ્થાનો અથતિ માંડી ઈતિ સુધીનો ઈતિહાસ લખતો.. પોતાનો વિશદ્ પરિચય મોકલતો, પછી રાહ જોતો. સમય પસાર થતો રહેતો અને વાત વિસારે પડી જતી હતી..

નિનાદ' પાછળ ખરેખર તેણે પોતાની જાત ઘસી નાખી હતી. દર મહિને પાંચ- હજાર માનદ્ વેતન લેતો હતો. તેમાં પોતાનો પરિવાર નિભાવતો હતો... સાવ સાદું અને કરકસરભર્યું જીવન હતું. પોતાનો વિકાસ થયો નહોતો, પણ પોતાની સંસ્થાનિનાદ’નો વિકાસ થયો હતો, એ જ એને મન ગૌરવ હતું.

બે છોકરા ભણીગણીને પરણી ગયા હતા અને અમદાવાદ નોકરી કરતા હતા, એક રેવતી બાકી હતી, એ તેની એકની એક સૌથી નાની લાડકી હતી. સત્તરમાં વર્ષમાં બેઠી હતી. તે સંગીતના ક્લાસ ભરતી હતી, શાસ્ત્રીય સંગીતદ જાણતી હતી, એટલે રિયાઝ કરવા માટે તે રોજ હોર્મોનિયમની માગણી મૂકતી હતી જેની કિંમત પાંચ હજાર હતી.. પણ તેનાં ખિસ્સાં ખાલી હતા. સંસ્થા તરફથી તેને પેન્શન મળતું નહોતું, જે થોડી ઘણી રકમ મળી હતી. એ તેણે દાન પેઠે સંસ્થામાં જમા કરાવી દીધી હતી એ વખતે શાંતા ચીડાઈ ગઈ હતી.

“પૈસાની જરૂર પાછલી અવસ્થામાં જ પડે આપણે કંઈ બાવા- સાધ નથી, સંસાર માંડીને બેઠાં છીએ.. આમ ને આમ બધું લૂંટાવતા રહેશો તો એક દહાડો ભીખ માગવાના દિવસો આવશે…!’

એવૉડ માટે પસંદગીનો જે કાગળ મળ્યો હતો, તે કાગળ તેણે આડોશી- પાડોશી, મિત્રો- મુરબ્બીઓ, સગા-સંબંધી અને સ્ટાફને વંચાવ્યો હતો. પોતાનું નામ કેવા મોટા મોટા અક્ષરોમાં છાપ્યું હતું. મહાદેવભાઈ જોષી. દિલ્હી રાષ્ટ્રપતિના હસ્તે એવૉર્ડ લેવા માટે આગોતરી સંમતિ મોકવાની હતી. જેથી ત્યાં વ્યવસ્થા તી શકે..તેમણે ઝડપથી સમતિપત્રક ટાઈપ કરાવી મોકલી આપ્યું. એવૉર્ડ માટેના કાગળોની એક અલાયદી ફાઈલ તૈયૈર કરી..
એકવાર શાંતા અને રેવતી સાથે બેઠો બેઠો એ ટીવી પર સમાચાર જોઈ રહ્યો હતો, રાષ્ટ્રપતિના હસ્તે એવૉર્ડ વિતરણ થતું હતું, હોલ ખીચોખીચ ભરેલો હતો અને એવૉર્ડ લેવા જનાર મંચ પર જતો, એક હાથે એવાર્ડ લેતો… પછી શેક હેન્ડ કરતો..! કેમેરાની ચાંપ દબાવી. કેવો શાનદાર સમારંભ હતો..! આખી દુનિયા જોતી હશે! પોતાનો સીન પણ આખી દુનિયા જોશે! નાનકડા ગામડામાં જન્મેલો એક બાળક, ઘરડો થયો ત્યારે દેશના પાટનગરમાં પહોંચી ગયો હતો! કેટલી લાંબી મજલ તેણે કાપી હતી,.!

વિચાર કરતાં તેનું હૈયું ગદગદ્ થઈ ગયું અને આંખો ભરાઈ આવી… શાંતા અને રેવતીને ખબરન પડે તે રીતે ચશ્માંના કાચ ઊંચા કરી આંખો લૂછી નાખી.. દીવાલનું પ્લાસ્ટર ઉખડી ગયું હોય ત્યાં કોઈ રંગારો રંગનો પીછડો ફેરવે અને દીવાલ સાવ નવીનક્કોર થઈ જાય તેમ એ નવો નક્કોર થઈ ગયો હતો.. એ ખર્યું પાન હતો, જર્જરિત હતો, તેના શરીર પરથી પોપડા ખરી પડ્યા હતા, ત્યાં રંગારાએ પીછડો ફેરવી દીધો હતો! કેટલું બધું ઝડપથી બની ગયું હતું! અત્યાર સુધી સ્થિર થઈ ગયેલું પાણી વહેવા લાગ્યું હતું.. સંમતિપત્રક મોકલ્યાને મહિનો પણ વીત્યો નહોતો ત્યાં તેના નામનું આમંત્રણ કાર્ડ મળી ગયું. આમંત્રણ કાર્ડમાં તેના પરિવારનાં ત્રણ સભ્યોને સાથે લઈ જવાની છૂટ હતી, આઠ દિવસની મુદ્દત હતી, નવમાં દિવસે દિલ્હીના કનૉટ હોલમાં કાર્યક્રમ હતો… પણ દિલ્હી બહુ દૂર હતું….

આમંત્રણ કાર્ડ મળતાં તે હાંફળો બની ગયો… રોજ ખિસ્સામાં કાર્ડ રાખીને બહાર નીકળતો હતો અને રસ્તામાં પરિચિત મળે તેને એ કાર્ડ બતાવવાનું ચૂકતો નહોતો.. સામાવાળો તેને અભિનંદન આપતો અને બહુમાન કરે છે. તમારી પછીની પેઢી દર પેઢી તમને ગૌરવપૂર્વક યાદ કરતી રહેશે… આ શબ્દો સાંભળતાં તેની છાતી ગજગજ ફૂલી જતી હતી… જેમ જેમ દિલ્હી જવાના દિવસો નજીક આવતા જતાં તેમ તેમ વર્તન બદલાતું જતું હતું. શાંતાએ કહ્યું ત્યારે તેને ખબર પડી કે દિવસમાં ક્ટલીય વાર તે બહેરો-મૂંગાની ભાષામાં ઈશારાછી વાત કરતો હતો.. રેવતીએ મજાકમાં કહ્યું, `પપ્પા.. આ ઘર છે, તમારી સંસ્થા નથી.. સંસ્થામાં બહેરા- મૂંગા સાથે જે રીતે ઈશારાથી વાતો કરતા હતા એ રીતે અમારી સાથે પણ ઈશારાથી વાતો કરો છો! શાંતા કહેતી તારા પપ્પાના કાન કાશીએ ગયા છે..! હું રોજ કહું છું કે રેવતી માટે હાર્મોનિયમનું કૈંક કરો, પણ કંઈ કરતા નથી..

ઠોકર વાગી હોય તેમ તે ઊભો રહી ગયો. હાર્મોનિયમ યાદ આવતાં માથામાં સણકો આવ્યો… રસ્તા પર જોરજોરથી લાકડી ઠપકારવા લાગ્યો… અંબિકા ચોકમાં વાજિંત્રની એક દુકાન હતી. તેણે ઢાળવાળો ટૂંકો રસ્તો લીધો… અહીંથી અંબિકા ચોકમાં સીધા જઈ શકાતું હતું. એ પોતે પણ નીચલા સ્તરેથી ઉપલા સ્તરે કહેતા. અહીં નીચેથી ઊંચે ઢાળ ચડીને ઉપર ચોકમાં જવાતું હતું. એ પોતે પણ નીચલા સ્તરેથી ઉપલા સ્તરે જઈ રહ્યો હતો. તેણે ડોક ઘુમાવી નીચે જતા ઢાળ તરફ નજર નાખી. જીવજતુંઓની જેમ રાહદારીઓ ખદબદતા હતા. પોતે એ બધાંથી પર હતો, ઊંચાસ્થાને પહોંચી ગયો હતો.. તેને અભિમાન થયું..

લોકો આખી જિંદગી ટળવળતા રહેતા હતા, છતાં કશું પામતા નહોતા! આમંત્રણ કાર્ડ સાથે સેક્રેટરીએ નોંધ રજૂ કરી હતી કાંસાનો ચંદ્રક, એક સર્ટિફિકેટ અને શાલ! હા, રાષ્ટ્રપતિ પોતાના હસ્તે તેને શાલ સહેલાઈથી જોઈ શકાય તે રીતે ગોઠવી દેશે અને પ્રમાણપત્રને મઢાવીને દીવાલ પર લટકાવી રાખશે.. અને શાલ પેઢી દર પેઢી જોઈ શકે તે રીતે કબાટમાં પ્લાસ્ટીકની કોથળીમાં પેક કરી મૂકી રાખશે!

એક ઊંચા ઓટલાવાળી દુકાન પાસે તે અટક્યો. દુકાનની બંને બાજુ કાચના શૉ કેસમાં તબલાં, સારંગી, તાનપુરો અને હાર્મોનિયમ નજરે પડતાં હતાં, સંગીતનાં સાધનો વેચવા ઉપરાંત મરામતનું કામ પણ આ દુકાનમાં થતું હતું. એક જુવાન છોકરો તબલાંને ગોળ ઘુમાવતાં હથોડી વડે ટીપી રહ્યો હતો! તેણે પૂછ્યું, હાર્મોનિયમ ભાવ!'ક્વોલીટી ઉપર છે કાકા ! ત્રણ હજારથી માંડી પાંચ હજાર! અસલ જર્મન કંપનીના છે. જુઓ…!’લાંબા વાળવાળા એક બુર્ઝગે કહ્યું. પાન ચાવવાને કારણે તેના દાંત કાળા પડી ગયા હતા. કપાળમાં મોટું તિલક કરેલું હતું. એજ કદાચ આ દુકાનનો માલીક હતો! તેણે એક હાર્મોનિયમ બહાર કાઢી. એક હાથે ધમણ ચાલુ કરી બીજા હાથે સૂર દબાવવા લાગ્યો..તે વધુ વાર ત્યાં ઊભો ન રહી શક્યો.. ઢાળ ઉતરી ગયો.

રાતે શાંતા તેની બાજુમાં સૂતી હતી. તેના ચહેરાને ધારીધારીને જોવા લાગ્યો. શાંતાન વાંકડિયો વાળમાં પણ સફેદી આવી ગઈ હતી, બંધ આંખો ફરતાં કુંડાળાં દેખાંતા હતાં! પંચાવન વર્ષની ઉંમરે તે સિત્તેર વર્ષની બૂઢી લાગતી હતી. આખા ઘરનો ભાર એકલી ઉપાડતી હતી. ઊંઘમાં નસકોરાં બોલતાં હતાં. પચાસ વર્ષ પછી બધાંનાં નસકોરા બોલવા લાગતાં હશે. અચાનક તે જાગી ગઈ.

ઊંઘ નથી આવતી?' તેણે પૂછ્યું. પચાસ પછી ઊંઘ ઘટતી જાય છે.’
રેવતી એ ખાધું પણ નથી..' કેમ?’
હાર્મોનિયમનું વેન કર્યું છે..!' તેને હાર્મોનિયમની પડી છે અને મને મારા એવૉડની પડી છે..’
`હવે એવા એવૉર્ડની કોઈ કિંમત નથી, એવૉર્ડ પણ આ દેશમાં વેચતા મળે છે..!’ શાંતાએ ઠાવકું મોં કરતાં કહ્યું.

આ તું શું બોલે છે?' એવૉર્ડ માટે તો લોકો વલખાં મારે છે..!' તમારા જેવા!’ શાંતાએ જાણે તેની જાત પર પ્રહાર કર્યો..
`એકની એક દીકરી છે અત્યાર સુધી બિચારીએ કંઈ માંગ્યું નથી. તેને ગાવાનો શોખ છે, હાર્મોનિયમ વગાડતાં ગાય છે ત્યારે તો તે કલાકાર લાગે છે! તેનો આ એક શોખ તો પૂરો કરો. કાલ બિચારી સાસરેમાં કોની પાસે લાડ કરશે..!’

તેના ધણી પાસે!' ધણી પાસે ધણીયાના લાડ ચાલે ખરા!’ શાંતાએ ઘૃણાથી મોં ઘુમાવતાં તીર છોડ્યું, `તમારી પાસે મારા કેટલા લાડ ચાલ્યા છે..!’
તીર તેના હૃદયમાં ઘુસી આરપાર નીકળી ગયું. તે ચૂપ થઈ ગયો. પરાણે આંખો મીંચી પડ્યો રહ્યો. માંડ માંડ નિંદર આવી..સવારે તે જાગ્યો ત્યારે રેવતી પરસાળમાં ઊભી હતી અને આંગણામાં કબૂતરને ચણ નાખી રહી હતી. સફેદ અને ભૂખરાં રંગના કબૂતરો ગટરગૂં ગટરગૂં કરતાં ચણતાં હતાં! વાદળી રંગના બ્લાઉઝ અને સાડીમાં રેવતી યુવતી જેવી લાગતી હતી! ઘડીભર ઊભો રહીને રેવતીને તે નીરખી રહ્યો કેવી રૂપાળી પોતાની છોકરી હતી!

પ્રાત: વિધિ પતાવી તેણે સંસ્થાની વાટ પકડી. દિલ્હી જવા- આવવાનો અને રહેવા-જમવાનો સઘળો ખર્ચ સંસ્થા ભોગવવા તૈયાર થઈ હતી. આ સુખદ સમાચાર સાંભળતાં તેના પગમાં તાકાત આવી ગઈ. વોકિંગસ્ટીકની મદદ વિના તે ચાલી રહ્યો હતો. વચ્ચે લાયબ્રેરી આવતાં તેમાં ઘૂસી ગયો. છાપામાં તેને મળનારા એવૉડના સમાચાર પ્રસિદ્ધ થયા હતા. આખા દેશના ખૂણે ખૂણેથી સેવાભાવી સજ્જનોની પસંદગી તઈ હતી, તેમાં સૌરાષ્ટ્રમાંથી ફક્ત પસંદગી તઈ હતી, તેમાં સૌરાષ્ટ્રમાંથી ફક્ત તેના એકની જ પસંદગી થઈ હતી! ધેટ્સ પ્રાઉડ ઓફ, સૌરાષ્ટ્ર! લાયબ્રેરી.ને આ સમાચારની ઝેરોક્ષ નકલ કઢાવી નોટિસ બોર્ડ પર મૂકી હતી. કેટલાક વાચકો ટોળે વળી એ સમાચારની કાપલી રસપૂર્વક વાંચી રહ્યા હતા.

લાયબ્રેરીમાંથી બહાર નીકળી સીધો નિનાદ' સંસ્થાના દરવાજે પહોંચી ગયો.. દરવાન તેને જોતા જ ઊભો થઈ ગયો અને સલામ કરી. આ સંસ્થાનું અણુએ અણુ તેનાથી પરિચિત હતું.. તે ઓફિસમાં ગયો. તેની જગ્યાએ સંચાલકની ખુરશી પર એક જુવાન છોકરો બેઠો હતો. તેણે ઊભા થઈ બે હાથ જોડી પ્રણામ કર્યા. તેણે અરજી ધરી. સંચાલકે તે અરજી આપવાની ન હોય! હુકમ કરવાનો હોયઽ આ સંસ્થા પર તમારું માટું ઋણ છે. તમને જે એવૉર્ડ મળે છે તે સંસ્થાને જ મળે છે, સંસ્થા ધન્યતાની લાગણી અનુભવે છે... બોલો કેટલી રકમ મંજૂર કરું!' સંચાલકે કહ્યું અને પછી તેની સામે જોઈ રહ્યો,સવારથી ટ્રસ્ટના બધા મેમ્બરના ફોન આવી ગયા છે કે મહાદેવભાઈને જેટલી જોઈએ તેટલી રકમ આપજો..!’
`પાંચ હજાર…’ તે માંડ માંડ બોલી શક્યો , આટલી રકમ માગતા પણ તેનું મન માનતું નહોતું. સંસ્થા પાસે લેવાનું ન હોય દેવાનું હોય… આ તેનો મદ્રા-લેખ હતો.!

ફક્ત પાંચ હજાર?' હા, મારા એકલા માટે પૂરતા છે..!’
સંસ્થાએ તો પ્રવેશદ્વારના દરવાજે તમારી આ સિદ્ધિની તખ્તી મૂકવાનું વિચાર્યું છે..'તેટલું કહી સંચાલકે ગોદરેજની તિજોરી ખોલી પાંચ હજારની થોકડી કાઢી. લંબાવી. એટલી રકમ લેતાં પણ તેના હાથ કંપાતા હતા..! સંસ્થા પાસે હાથ લાંબો કરવા તેનું મન માનતું નહોતું! વોકિંગસ્ટીકના ટેકે તે ચાલવા લાગ્યો. રસ્તો પરિચિત હતો, છતાં તે રાહદારી સાથે અથડાઈ ગયો, એક સાયકલસવાર ટકરાઈ ગયોકેમ કાકા! દેખાતું નથી!’ સાયકલ ચલાવનારે ગુસ્સે થતાં પૂછ્યું ભાઈ... ચશ્માંના નંબર વધી ગયા છે..! તો નવા ચશ્મા કઢાવી લો!’ પેલાએ કહ્યું અને સાયકલ દોડાવી ગયો.. બધાં દોડી જતા હતા, પણ તે ઊડી રહ્યો હતો… દિલ્હીની દિશામાં!
સાંજે તે ઘેર આવ્યો, જમી પરવારી પથારીમાં પડ્યો, કોઈ તેની સાથે બોલતું પણ નહોતું. આટલો મોટો અવૉર્ડ રાષ્ટ્રપતિ આપવાના હતા પણ ઘરનો કોઈને તેની કિંમત નહોતી, અફસોસ કરતો રહ્યો અને ઊંઘી ગયો.
સવારે તે જાગ્યો, બગસા ખાતાં પરસાળમાં આવ્યો અને ટેબલ પરથી ચશ્મા લઈ આંખે ચડાવ્યાં. રેવતી ઘર બહારના આંગણામાં ઓટલા પર બેઠી હતી અને પક્ષીઓને ચણ નાખી રહી હતી.. તે ટુથબ્રસ લઈ આંગણામાં આવી ઊભો રહ્યો. રેવતી તેને જોઈ ગઈ એટલે ઊભી થઈ થોડાક પક્ષી ફુરુરુરુકરતાં ઊડ્યાં

પપ્પા, હાર્મોનિયમ શબ્દ કાને પડતાં તેના દિમાગનો પારો છટકી ગયો તેને હાર્મોનિયમની પડી છે. મને એવૉર્ડ પડી છે. મારે આ રવિવારે એવૉર્ડ લેવા દિલ્હી જવાનું છે એટલે તું હવે હાર્મોનિયમનું નાહી નાખ!’

શા માટે બિચારીને દબડાવો છો? રસોડામાંથા શાંતા બહાર ટપકી પડી,બિચારી…એક- બે વરસની મે’માન છે!’ તેણે ચશ્માંના કાચમાંથી કતરાતી નજરે શાંતા સામે જોતાં કહ્યું, `મને એવૉર્ડ મળ્યો તેમાં કોઈ રાજી નથી..!’ પછી ચંપલ પહેરી, લાકડી ઠપકારતાં બહાર નીકળી ગયો. થોડે છેટે ગયા પછી ડોક ફેરવી પાછળ જોયું તો રેવતી સાડીની છેડા વડે આંખો લૂછી રહી હતી..!

તે રોજ કરતાં વહેલો બહાર નીકળી ગયો હતો. રસ્તો ખાલી હતો અને દુકાનો બંધ હતી. તે ચાલીને રેલવે સ્ટેશનની બહાર ચા-પાણીના ગલ્લા ખૂલી ગયા હતા, પણ બુકીંગ માટેની બારી હજુ બંધ હતી.

ખિસ્સામાં પાંચ હજાર પડ્યા હતા. રિર્ટન ટિકિટ કઢાવવાના મનસુબા સાથે તે અહીં આવ્યો હતો. એક ખાલી બાંકડે બેસી ગયો. બાજુના બાંકડા પર એક પ્રૌઢ દંપતી બેઠું હતું. તેની બાજુમાં દસેક વર્ષની એક બાળકી રમી હતી. અચાનક તે બાળકીની નજર સામેના પ્લટફોર્મ પર પડી.

પપ્પા, કેન્ડી!' ક્યાં છે?’ પ્રૌઢે પૂછયું.
ઓ રહી!' અરે ગાંડી… એ તો બીજા પ્લેટફોર્મ પર છે. દાદરો ચડીને હુ શી રીતે જાઉં..? મને ઘૂંટણ દુ:ખે છે!’

છોકરીનું મોં પડી ગયું. પ્રોઢ હસી પડી, `લાવી દોને બિચારીને! એકને એક છે..! પ્રૌઢ ઊભો થયો અને ડગમગતી ચાલે દાદરા તરફ ચાલવા લાગ્યો. બીજા મુસાફરો સામે જોતાં પ્રૌઢા લાચાર અવાજે કહેવા લાગી.. “મારા દીયરની દીકરી છે. અમે દત્તક લીધી છે. પંડની દીકરી હતી. વીસ વરસની થઈ અને ગુજરી ગઈ, તેના લાડ પૂરા ન કરી શક્યા, પણ આ બલાની બધી ઈચ્છા પૂરી કરવી પડે છે.. ઘુંટણ દુ:ખે છે તો ય દાદરા ચડ-ઉતર કરશે!’ ખટાક અવાજ થયો, બુકીંગની બારી બંધ હતી, પણ તેની અંદરની બારી ખૂલી ગઈ. તે ઊભો થઈ ગયો.. લાકડીનો વાંકો બજાર એક શ્વાસે ચડી ગયો, ફરી ઊંચા ઓટલાવાળી દુકાન ઊભો રહી ગયો, પેલો સાધુ જેવો લાંબા વાળવાળો માણસ બેઠો હતો અને હાર્મોનિયમના સૂર દબાવતાં આંખો મીંચીને ગાઈ રહ્યો હતો..

સારેગામા તેના ખુલ્લા મોંમાંથી પાન ખાવાને લીધે લાલચોળ જીભ અને દાંત બહાર દેખાઈ જતાં હતાં.
`એ ભાઈ…’ તેણે કહ્યું છતાં લાંબાવાળવાળો માંથાને ઝટકા દઈ વાળ ફંગોળી રહ્યો હતો.. સારેગામા! એ ભાઈ… તેણે જરા મોટેથી કહ્યું ત્યારે તેની તંદ્રા તૂટી પણ ભ્રકુટી તંગ થઈ ગઈ.

આ વખતે નિર્ણય કરીને આવ્યો છું!' શા નો?’
હાર્મોનિયમ ખરીદવાનો!' તેણે મોં ખોલ્યું...અહોહોહો! ધન્ય ઘડી ધન્ય ભાગ્ય!’ થૂંક સાથે પાનને પણ ગળા નીચે ઊતારી લીધું.’
લો, પાંચ હજાર!' તેણે ખિસ્સામાંથી નોટોની થોકડી બહાર કાઢતાં કહ્યું. બેન્ક દ્વારા સીલ થયેલી નોટોનું બંડલ હતું છતાં તેણે ગણતરી કરી. બરાબર! આ બધી પાંચ હજારની પેટી છે બધી પેટી વાર્નીસ કરેલી છે. તમે વગાડી જુઓ..!’
મને વગાડતાં ક્યાં આવડે છે!' તેણે પરાણે સ્મિત કરતાં કહ્યું દુકાનદારે એક પેટી પેક કરી. પેકિંગ પર નામ, સરનામું લખી લીધું પછી કહ્યું,હોમ ડિલવરી થઈ જશે..!’

`આભાર..!’ તે પહચ લઈ ઢાળ ઉતરી ગયો.
લાયબ્રરીમાં ગયો, છાપાં વાંચ્યાં, પણ છાપામાં જીવ ચોંટતો નહોતો. ક્યાંય જીવ ચોંટતો નહોતો, કોઈની સાથે વાત કરવાનું પણ મન થતું નહોતું. પાંચ હજારનું ખિસ્સું કપાઈ ગયું હોય તેવી વેદના થતી હતી.
તે ઘરના ફાટક સુધી પહોંચ્યો ત્યારે થાકીને લોથપોથ થઈ ગયો હતો. ગિરનાર ચડીને આવ્યો હોય તેટલો થાક લાગ્યો હતો, પણ તેના ઘરના આંગણામાં જે દૃશ્ય જોયું તેના કારણે તેનો સઘળો થાક ઓગળી ગયો.
આંગણામાં ઓટા પર હાર્મોનિયમ લઈને રેવતી બેઠી હતી, તેણે વાદળી રંગની કિનારી વાળી સફેદ ખાદીની સાડી ધારણ કરી હતી. બંને પગ ઢીચણથી વાળીને, એક હાથે હાર્મોનિયમની ધમણ હલાવી રહી હતી અને બીજા હાથની આંગણીઓ વડે સૂર દાબી રહી હતી.

તેની બંને આંખો બંધ હતી. તેના ગળામાંથી ખળખળ વહેતા ઝરણાં જેવું ગીત વહેતું હતું. તેનાં બંધ આંખોવાળા ચહેરા પર દરિયાનાં મોજાં જેવી લહેરાતી ખુશીને તે જોઈ રહ્યો..
તેના એવૉર્ડની ખુશીને રેવતી છીનવી લીધી હતી… ગળાની હલક અને સંગીતની સુરાવલિ તેના કાનમાં પ્રવેશતી ગઈ અને તેના કાનમાં પડેલી ધાક્ ધીમે ધીમે ખૂલતી ગઈ…!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો