તરોતાઝા

થાઈરોઈડ- આયોડીનયુક્ત આહાર

આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા

પ્રકૃતિએ આપણા શરીરની રચના અદ્ભુત કરી છે. વિવિધ પ્રકારના રસાયણો શરીરને ચલાવે છે. વિભિન્ન પ્રકારની શારીરિક પ્રક્રિયાઓ સંચાલિત કરે છે. રસાયણોનો સંતુલન ભંગ થાય ત્યારે શરીરમાં સમસ્યાઓ પેદા થાય છે. આ રસાયણો રક્ત દ્વારા અંગો અને ઉત્સેચકો પાસે પહોંચે છે. આ આપણા શરીરમાં ધીરે ધીરે કાર્ય કરે છે અને શરીરની ક્રિયાઓને પ્રભાવિત કરે છે. શરીરનું મેટાબોલિઝમ, પ્રજનન, મૂડ જેવી ક્રિયાઓમાં મહત્ત્વપૂર્ણ કાર્ય કરે છે જેને આપણે હોર્મોન કરીએ છીએ.

આ ગ્રંથિઓમાં ગ્રંથિઓ હોતી નથી, આમાંથી જે હાર્મોન નીકળે છે તે સીધા રક્તમાં પહોંચે છે. હાર્મોનનું સ્તર સામાન્ય હોવું જોઈએ વધુ કે ઓછું થતાં શરીરનું સામાન્ય કાર્ય ખોરવાય છે ને અલગ અલગ બીમારીઓ થાય છે. હાર્મોન પ્રોટીન અને સ્ટેરોઈડ્થી બનેલા હોય છે.
હાર્મોનના અસંતુલનને કારણે મધુમેહ, થાઈરોઈડ, હૃદયરોગ, કૅન્સર, વાંઝિયાપણુ અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે. હાલમાં થાઈરોઈડ્સની સમસ્યા વધુ છે. પહેલા સ્ત્રીઓમાં વધુ હતી હવે પુરુષોમાં પણ અધિક જોવા મળે છે. ડાયાબિટીસ પણ લગભગ બધા જ ઘરોમાં જોવા મળે છે.

થાઈરોઈડ્સ ગ્રંથિ થાયરોક્સિન નામનું હાર્મોન ઉત્પાદન કરે છે. આનો સ્રાવ હાઈપોથેલેમસથી થાયરોટ્રોપિન રિલીઝ હાર્મોન (ટી.આર.એચ) અને પૂર્વકાલ પિટ્યુટરીથી થાઈરોઈડ્સ ઉત્તેજક હાર્મોન (ટી.એસ.એસ.) દ્વારા નિયંત્રિત થાય છે, જ્યારે રક્તમાં થાયરોક્સિનનું સ્તર ઓછું થાય તો હાઈપોથેલેમસ (ટી.એસ.એચ.) સ્રાવ ઉત્તેજિત થઈ થાઈરોક્સિન સ્રાવને ઉત્તેજિત કરે છે.

હાઈપોથેલેમસ થાયરોક્સિન ઉત્પાદન કરવાનું નિરંતર કરતો રહે પરિણામ સ્વરૂપ રક્તમાં થાઈરોક્સિનનું ઉચ્ચ સ્તર થઈ જાય.

થાઈરોઈડ ગ્રંથિ ટ્રાઈઆયોડોથાયરોનિન (ટી ૩) અને થાયરોક્સિન (ટી ૪) હાર્મોનનું નિર્માણ કરે છે.

હાઈપો થાયરાઈડિજમથી પીડાતા લોકોમાં વજન વધી જાય, અવાજ ભારી થાય ત્વચા સૂકાવા લાગે, વાળ બરછટ થઈ જાય, કબજીયાત રહે. કોલેસ્ટ્રોલ વધી જાય ઠંડી સહન કરવાની ક્ષમતા ઓછી થાય. થકાવટ વધુ રહે, યાદશક્તિ ઓછી થાય, નસોમાં દુ:ખાવો થાય, પિરિયડમાં રક્તસ્રાવ વધુ થાય. યુરિક ઍસિડ વધી જાય.

હાઈપર થાયરાઈડિજમથી પીડાતા લોકોમાં વજન વધુ ઘટી જાય, હંમેશાં તણાવમાં રહે, ઘભરાહટ અને ચિડચિડાપણુ વધુ રહે. આંખમાં જલન, નીંદર ન આવવાની સમસ્યા રહે. માસિક ધર્મ જલદી બંધ થઈ જાય, ગ્રંથિના આકાર વધી જાય.

થાઈરોઈડ્સ થવાના મુખ્ય કારણ કેમિકલયુક્ત આહાર અને કૅફેનવાળી વસ્તુઓ જેવી કે ચોકલેટ, કૉફી, ચા, આલ્કોહોલથી બનતી ખાદ્યવસ્તુઓ, તેમ જ સોયાસોસ કે વિનેગરના ઉપયોગથી બનતી વસ્તુઓ પ્રિઝવવેટીયુક્ત આહાર મુખ્ય કારણ છે. આ બધા ખાદ્ય-પદાર્થ શરીરનું ચયાપચન બગાડી નાખે છે, જેથી થાઈરોઈડ ગ્રંથિનો બી.એમ.આર. રેટ બગડી જાય અને ગ્રંથિ પર સોજા આવે છે. થાઈરોઈડ્સ વધી જતા ઘણીવાર આંખના ડોળા બહાર તરફ આવી જાય છે. આનું મુખ્ય કારણ છે દવાનું સેવન દવાથી યાદશક્તિ પણ ઘટી જાય છે. તેમજ ડાયાબિટીસની બીમારી પણ થઈ જાય છે.

થાઈરોઈડસમાં મુખ્યત્વે આયોડિનની કમી થઈ જાય છે. દવાના સેવનથી થાઈરોઈડસ રોગ દબાય છે તે સારો થતો નથી. કુદરતી આહાર કે આયોડિનયુક્ત આહારથી થાઈરોઈડ્સ બેથી ત્રણ મહિનામાં નોર્મલ થઈ જાય છે. આહારમાં કેમિકલયુક્ત આહાર ન લેવો જોઈએ. બ્રેડ, બિસ્કિટ, જામ, સોસ, ચાઈનીઝ, ચા, કૉફી, ચીઝ, ચોકલેટ, ડબ્બા બંધ ખોરાક, કોલ્ડડ્રીંક, આઈસક્રીમ, ફ્રોઝન ડેઝડ, આ બધા ખાદ્ય-પદાર્થ મરેલા પદાર્થ (ડેડ ફૂડ) છે. જેમાં કોઈ ફૂડ વેલ્યુ નથી. ફક્ત સ્વાદ જ છે.

આપણી પાસે આયોડિનયુક્ત આહાર ભરપૂર છે. તલની ચટણી, દૂધ, ચીકી, શીંગોડા, રોટલી, ખીચુ, સૂપ, શાક, છાલનું સૂપ, એપલ, લોટની રોટલી, સૂપ, શાક, ચટણી, જ્યુસ, કેળા, લોટની રોટલી, શાક, સૂપ, ખીચુ, કેળાના છાલનું શાક, પેરુ, શાક, સૂપ, ચટણી, જ્યુસ, ધોળભાજી, સૂપ, ચટણી, રસ, બટાકા, લોટની રોટલી, ખીચુ, શાક, મોરરાભાજી, શાક, ચટણી, મૂઠિયા. પાલક રોટલી, શાક, ચટણી, સૂપ, કાચોરસ, પાણીચી ભાજી, શાક, પરોઠામાં નાખીને. શીંગદાણા, દૂધ, સૂપ, ચટણી બાફીને. રીંગણા, શાક, ભરથુ. કેપ્સીકમ (લાલ-પીળા-લીલા), ચટણી, શાક, કાચો રસ, ભરથુ.

ફલાવર, શાક, પાનની ચટણી, પાનનો રસ, સૂપ, સ્ટ્રોબેરી, રસ, સ્મુધિ, મસૂર, દાળ, સૂપ, સંતરા, રસ, છાલની ચટણી, સૂપ, દૂધી, રસ, સૂપ, શાક, છાલની ચટણી, દાડમ, રસ, છાલને પાણીમાં ભીંજવી પાણી પીવું. આવા કુદરતી આયોડિનયુક્ત ખોરાકના ઉપયોગથી થોડા દિવસોમાં થાઈરોઈડ નોર્મલ થઈ જાય છે. કોઈપણ પ્રકારનો આયોડિનયુકત નમક ન લેવો જોઈએ કારણ આ પણ કેમિકલ જ છે.

જાડું સમુદ્રી નમક જ ખાવું જોઈએ. આ ખાદ્ય પદાર્થોનો ઉપયોગ આપણને થાઈરોઈડથી બચાવ કરશે. કેળાંની છાલને થોડીવાર ફ્રીજમાં ઠંડી કરી ગળા પર બાંધવી. થાઈરોઈડનો સોજો ઓછો થઈ જશે. તેમ જ પેટ પર ઠંડા પાણીની પટ્ટી રાખવી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button