તરોતાઝા

અષ્ટાંગ યોગનું અનોખું વિજ્ઞાન આસન દ્વારા શરીરરહિત અસ્તિત્વની અનુભૂતિ

ફિટ સોલ – ડૉ. મયંક શાહ

મૂળ ભારતની યોગીક પરંપરાની આજે વિશ્ર્વભરમા બોલબાલા છે. અનેક દેશોમાં યોગ ‘આસન’ શિખવાડવામાં આવે છે અને આપણ દેશ કરતાં વિદેશમાં તે વધુ લોકપ્રિય બની ગયું છે. બ્રેન્ડેડ (ઇફિક્ષમયમ) યોગના વર્ગો એક ધમધોકાર ધંધો બની ગયો છે. યોગા કલાસમાં જઇને શરીરને આમ તેમ મરોડવું અને ઊંડા શ્ર્વાસ લઇને શરીરમાં પ્રાણવાયુ ધકેલીને લોકો સ્વસ્થ રહેવાની કોશિષ કરતા હોય છે. યોગની ગહન ફિલસૂફી આવા વ્યાયામ શાળાઓમાં ઘૂંટાઇ રહી છે.

‘આસન’ એ અષ્ટાંગ યોગનું ત્રીજું અને મહત્ત્વપૂર્ણ અંગ છે. શરીરની ગોઠવણી દ્વારા આપણા સૂક્ષ્મ નાડી તંત્રમાં વિશેષ ઊર્જાનું હેરફેર શુદ્ધ થાય છે અને આપણા રોમેરોમમાં પ્રાણ શક્તિની અનુભૂતિ થાય છે. આપણા અસ્તિત્વની આવી પ્રાણમય દશામાં મગ્ન યોગી ઘણા લાંબા અંતર સુધી સ્થિર અને શાંત થઇને બેસી શકે છે. આ નીરવતામાં પરમાત્માનાં દર્શન થાય છે.

‘આસન’ શબ્દનું સાધારણ અર્થઘટન એટલે ચોક્કસ અંગ સ્થિતિ. બેસીને, ઊભા રહીને અથવા જમીન પર લેટીને વિવિધ પ્રાણીઓની અથવા કુદરતી વસ્તુઓની નકલ કરીને આસનને આકાર આપવામાં આવે છે. વૃક્ષાસનમાં વૃક્ષની નકલ કરવામાં આવે છે. સિંહાસનમાં સિંહની અને વિદ્યાસનમા સાહસ અને કર્તવ્યનિષ્ઠાની અનુભૂતિ કરવાાંઆવે છે.

આસનનો મુખ્ય લક્ષ એટલે સીધી કરોડ સાથે લાંબા અંતર સુધી સ્થિર બેસી રહેવાની ક્ષમતા. યોગાસન એક પ્રકારનું ધ્યાન છે, એક સાધના છે. જે સહજતાથી થાય, જ્યાં કોઇ પણ પ્રકારે દુ:ખ અથવા બેચેની ના હોય, અને જયાં પ્રયત્નનો અંત આવે તે જ યોગાસન કહેવાય. જો સાચી રીતે યોગાસન કરવામાં આવે, તો સાધક શારીરિક બળ બુદ્ધિ સાથે સકારાત્મક મનોભાવ અને આત્મિક શક્તિનો વિકાસને સિદ્ધ કરી શકે છે. અને જેમ જેમ યોગાસનમાં પરિપકવતા આવે છે, ત્યારે સાધક એની ઊર્જામાં લીન થઇ જાય છે. એ દશામાં શરીર અથવા અંગસ્થિતિ પર ધ્યાન રહેતું નથી અને આપણું શરીર બ્રહ્માંનદની વિશાળ શક્તિ ઝીલવા સશક્ત બની જાય છે.

આસનની ફિલસૂફી કંઇક વિરલ છે. સંસ્કૃત ભાષામાં આસન એટલે ‘હોવાપણું’ (જ્ઞિં ઇઊ) એવું પણ થાય છે. શરીર અને ઇન્દ્રિયો દ્વારા સીમિત આપણાં અસ્તિત્વને આપણે શરીર રહીત શુદ્ધ ચેતનાના સ્તરે પહોંચાડી શકીએ છીએ. જયારે શરીર એકદમ સ્થિર હોય, શાંત હોય, કોઇ પણ પ્રકારનાં જડ કંપન્નથી મુક્ત હોય, ત્યારે ‘સર્વ-વ્યપ્તતા’, અર્થાત્ સીમા વગરના અસ્તિત્વની અનુભૂતિ થાય છે. આપણું શરીર દિવ્ય જાગરૂકતાનું દેવળ બની જાય છે.

આસન દ્વારા આપણા સંપૂર્ણ અસ્તિત્વ સાથે આપણી પ્રાણીક ઊર્જાનો પરિચય થાય છે. ત્યારે વ્યક્તિ પોતાના વિજયની મર્યાદિત દૃષ્ટિ અને જીવન વિશેની સંકુચિતતાઓથી પર થઇ જાય છે અને પોતાના દિવ્ય સ્વરૂપમાં કેન્દ્રિત થઇ જાય છે.

‘આસન’ની સાધના

હજારો વર્ષ પૂર્વે રચિત ધોરક્ષા સંહિતામાં ૮૪ હજાર આસન હોવાનો ઉલ્લેખ છે. શાસ્ત્રોક્ત, સ્તર શિવ વિવિધ પ્રકારના જીવ-આકાર ગ્રહણ કરે છે. શિવ એટલે આપણી ચેતના, આપણી જાગરૂકતા (ભજ્ઞક્ષતફજ્ઞક્ષયતત) શિવ જેટલા આસન ગ્રહણ કરે છે, તેટલા પ્રકારે જીવ સૃષ્ટિ નિર્મિત થાય છે. માટે જ ૮૪ હજાર આસન અને ૮૪ હજાર યોનીનો સંબંધ જોવા મળે છે. આપણે ‘શિવ’ ગુણના અભિવ્યક્ત સ્વરૂપ છીએ પણ એ અભિવ્યક્ત સ્વરૂપ આપણી સાચી ઓળખ નથી, આપણે એ સ્વરૂપથી વિશેષ છીએ એ સમજવાની જરૂર છે. આસન દ્વારા આપણા અનંત અને અસીમ સ્વરૂપને માણી શકાય.

આસન આપણા શરીર, આપણા બાહ્ય વ્યક્તિત્વનું વિલીનીકરણ છે. આસનને સિદ્ધ કરવા માટે તેની વિજ્ઞાનીક સાધનાને જાણીએ.

૧. અંગસ્થિતિમાં ઊર્જા કેન્દ્ર તરફ ધ્યાન: પ્રત્યેક આસન એક ઊર્જા કેન્દ્રને ઉત્તેજિત કરે છે. જયારે મયૂરાસન કરવામાં આવે છે. ત્યારે આપણી સમગ્ર શક્તિ
જાણ પેટમાં કેન્દ્રિત થઇ જાય છે. એની અનુભૂતિ થાય છે. જયારે આવા ઊર્જા કેન્દ્રનો આભાસ થાય છે ત્યારે એ ઊર્જા આપણા સમગ્ર નક્કી નાડી તંત્રને એની શક્તિથી સંપન્ન કરી નાખે છે.

૨. આસનની ભાવના પર ચિંતન કરવું: પ્રત્યેક આસન કોઇક આત્મિક ભાવના સાથે સંકળાયેલ હોય છે. શારીરિક ઊર્જા સાથે એ ભાવના તરફ ધ્યાન કેન્દ્રિત કરવાની આવશ્યકતા હોય છે. સાહસ, ધૈર્ય, પ્રેમ, વફાદારી, સંતોષ, આત્મવિશ્ર્વાસ વિ. સદગુણની કેળવણી આસન દ્વારા શક્ય બને છે.

૩. વિશ્ર્વ ચેતના સાથે એકતાનતા: જીવ ચેતના અને વિશ્ર્વ રેખાના ભેદ જાણવા અને સમજવા આપણા આત્મ-વિકાસ માટે અનિવાર્ય છે. આપણા રોજિંદા જીવન સાધારણ શારીરિક ચેતના પર આધારિત હોય છે. આસનની સાધના દ્વારા જયારે આપણા નાડી તંત્ર વિશ્ર્વ ચેતનાના દિવ્ય પ્રવાહને ઝીલે છે, ત્યારે આપણું અસ્તિત્વ પ્રાણમય બની જાય છે.
આપણી સંસ્કૃતિની વિશાળતા અને મહાનતાને સાચી રીતે સાર્થક કરીએ અને ઉપરછલ્લું જીવન જીવવાના બદલે અર્થપૂર્ણ અને દિવ્ય જીવન જીવીએ તો કેમ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button