તરોતાઝા

લીલાચિંતનરૂપી ધ્યાન દ્વારા ભાવસંવેદના ઉત્કૃષ્ટ બને છે

યોગ મટાડે મનના રોગ

તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ

(૩) ભગવલ્લીલાનું ચિંતન:
રામ, કૃષ્ણ આદિ અવતારોની લીલાનું ચિંતન પણ ધ્યાનનું જ એક સ્વરૂપ છે.
પ્રારંભમાં ભગવાનના લીલાવિષયક ગ્રંથોનો સ્વાધ્યાય કે શ્રરણ કરવું
જોઇએ. ચિત્તમાં ભગવલ્લીલા દઢીભૂત થઇ જાય પછી લીલાચિંતન થઇ શકે છે. ભગવત્સ્વરૂપના ધ્યાનમાં ભગવાનનું કોઇ એક સ્વરૂપ પસંદ કરી તેમાં એકાગ્ર થવાનું હોય છે, અર્થાત્ ભગવતત્સ્વરૂપના ધ્યાનમાં દશ્ય સ્થિર હોય છે.

લીલાચિંતનમાં દશ્ય સ્થિર નથી, કારણ કે લીલા તો એક પ્રક્રિયા છે. લીલા ચલચિત્રની જેમ ચિત્તના પડદા પરથી પસાર થાય છે. સાધક તલ્લીન બનીને તે ચિત્તસ્થ લીલાનું દર્શન કરે છે. આ સ્વરૂપના
ધ્યાનમાં દશ્ય અને દ્રષ્ટા બંને સાધકના અંર:કરણમાં છે.

સાધકની સ્મૃતિ અને કલ્પનાશક્તિને આધારે સાધકના ચિત્તમાં ભગવલ્લીલાની દશ્યાવલી રચાય છે. આમ છતાં તેના પાયામાં ભાવ હોય છે. હ્રદયનો ભાવ -ઇષ્ટદેવ પ્રત્યેનો પ્રેમ તે જ આ પ્રકારના ધ્યાનનો પાયો છે. આ ભાવ દ્વારા સાધકના ચિત્તમાં ભગવાનની અવનવી લીલાઓની સ્ફુરણા થાય છે.

લીલાચિંતનરૂપી ધ્યાન દ્વારા ભાવસંવેદના ઉત્કૃષ્ટ બને છે. સાધકનું ચિત્ત ભગવત્પ્રેમથી તરબોળ બની જાય છે અને ચિત્તની એકાગ્રતા સહજ રીતે સિદ્ધ
થાય છે.

(૪) ભગવદ્ગુણનું ચિંતન:
પરમાત્મા તેના એક સ્વરૂપે નિર્ગુણ-નિરાકાર છે અને છતાં અવતારસ્વરૂપે તે સગુણ-સાકાર પણ છે. અવતારસ્વરૂપે ભગવાન અનંત ગુણો અને અનંત શક્તિનું ધામ છે.
ભગવાનના સ્વરૂપ અને ભગવાનની લીલાની જેમ ભગવાનના ગુણોને
પણ ચિંતન-ધ્યાનનો વિષય બનાવી
શકાય છે.

શ્રીકૃષ્ણનો વિશુદ્ધ અને દેવદુર્લભ પ્રેમ, તેમની નિ:સ્પૃહતા, તેમના ચિત્તની મેરુવત્ અચલ સ્થિતિ, તેમની ભક્તવત્સલતા, ભગવાન શ્રીરામનો રાજધર્મ, પિતૃભક્તિ, શરણાગતવત્સલતા, અમોઘ સામર્થ્ય આદિ ગુણોનું ચિંતન પણ એક સ્વરૂપનું ધ્યાન
જ છે.

ભગવદ્ગુણચિંતનનું સાતત્ય સાધકના ચિત્તને ઊંચી ભૂમિકા પર દોરી જાય છે. ભગવાનના ગુણોનું ચિંતન સાધકના ચિત્તને સદ્ગુણપ્રેમી અને સદ્ગુણી બનાવે છે, એટલું જ નહીં, પણ ચિંતન દ્વારા સાધકના ચિત્તમાં ભગવાન માટેનો પ્રેમ પણ અચૂક પ્રગટે છે.

નોંધ:
૧. ઉપરોકત ત્રણે ધ્યાનપદ્ધતિઓ અર્થાત્ ભગવત્સ્વરૂપનું ધ્યાન, ભગવલ્લીલાનું ચિંતન, અને ભગવદ્ગુણચિંતનનો અરસપરસ સમન્વય પણ કરી શકાય છે.
૨. ઉપરોક્ત ત્રણે પદ્ધતિને સાથે ભગવન્નામનો જપ પણ કરી શકાય. તેમ કરવાથી ચિત્ત સરળતાથી ધ્યાનમાં લીન બની જાય છે.
૩. ભગવત્પ્રેમના પ્રારંભ અને વિકાસ માટે આ ત્રણે પદ્ધતિઓ ઘણી મૂલ્યવાન ધ્યાનપદ્ધતિઓ છે.

(૫) માનસપૂજા:
ભગવાનની મૂર્તિની પંચોપચાર, દશોપચાર કે ષોડશોપચાર પૂજા કરવામાં આવે છે. તે જ રીતે પરંતુ બાહ્યમૂર્તિ કે બાહ્ય ઉપચાર વિના માત્ર મનોમય રીતે ભગવત્પૂજા કરવામાં આવે ત્યારે તેવી પૂજાને માનસપૂજા કહેવામાં આવે છે. જેણે સ્થળપૂજાનું પર્યાપ્ત પ્રમાણમાં અનુષ્ઠાન કર્યું હોય તેને જ માનસપૂજાના અધિકારી ગણવામાં આવે છે. માનસપૂજા પણ એક સ્વરૂપે પૂજા જ છે, પરંતુ તેમાં ભગવદ્વિગ્રહ, પૂજા, દ્રવ્યો, ઉપકરણો અને પૂજાવિધિ- આ બધું મનોમય જ હોય છે. સાધક પોતાના ચિત્તમાં આ બધાં તત્ત્વો કલ્પીને ચિત્તથી જ ભગવદ્વિગ્રહની પૂજા કરે છે. માનસપૂજા સ્થૂળપૂજા કરતાં સૂક્ષ્મ છે, ઊડી છે અને ચિત્તની ભૂમિકા પર ચાલે છે, તેથી તેને એક સ્વરૂપનું ધ્યાન ગણી શકાય તેમ છે.

જેમ સ્થૂળ પૂજા ભગવાન સાથે સંબંધ જોડવા માટેનો એક મૂલ્યવાન ઉપાય છે તેમ માનસપૂજા પણ તે જ સ્વરૂપનો પરંતુ તેના કરતાં વધુ સૂક્ષ્મ અને વધુ સૂક્ષ્મ અને વધુ સચોટ ઉપાય છે. સ્થૂળ પૂજા યંત્રવત્ બની જાય તેવું જોખમ છે, પરંતુ માનસપૂજા યંત્રવત્ અર્થાત્ બેધ્યાનપણે થઇ શકે નહીં. માનસપૂજા તો મનપૂર્વક જ થઇ શકે નહીં. માનસપૂજા તો મનપૂર્વક જ થઇ શકે છે.

(૬) સંકીર્તન -ધ્યાન:
રાગ અને તાલ સાથે ભગવન્નામના સંકીર્તન દ્વારા પણ ધ્યાનાવસ્થામાં પ્રવેશ થઇ શકે છે. ધ્યાનના હેતુથી કરેલા સંકીર્તનમાં નીચે પ્રમાણે લક્ષણો હોય તે આશ્યક અને ઉપયોગી બની શકે છે.
(૧) સંકીર્તન સામાન્યત: સમૂહ-સંકીર્તન પદ્ધતિ છે. છતાં સંકીર્તન એકલા પણ કરી શકાય છે.
(૨) સંકીર્તન રાગ અને તાલપૂર્વક થાય તે ઇષ્ટ છે.
(૩) સંકીર્તનમાં યથાશક્ય વાર્જિત્રોનો ઉપયોગ કરી શકાય છે.
(૪) સંકીર્તન વિલંબિત લયમાં કરવું જોઇએ.
(૫) સંકીર્તન યથાશક્ય નીચા સ્વરથી કરવું જોઇએ.
(૬) સંકીર્તનમાં માધુર્ય જાળવવું જોઇએ.
(૭) સંકીર્તન ભાવપૂર્વક થવું જોઇએ.
આ રીતે સંકીર્તન કરતાં કરતાં સાધક કે સાધકોનાં ચિત સંકીર્તનમાં લીન થવા માંડે છે. સંકીર્તન ધીમેધીમે મંદ થવા માંડે છે અને આખરે બંધ પડી જાય છે. સંકીર્તન દ્વારા નિષ્પન્ન થયેલા ભાવ દ્વારા સાધકનો ધ્યાનમાં પ્રવેશ થઇ શકે છે.

આ રીતે સંકીર્તન ધ્યાનાવસ્થામાં પ્રવેશ માટેનું એક માધ્યમ બની શકે છે.
(૭) અભીપ્સા-ધ્યાન:
અભીપ્સા એટલે ભગવત્પ્રાપ્તિની ઝંખના સાધક ભગવાન માટે તીવ્ર અભીપ્સા સેવે. ભગવાનને વ્યાકુળભાવે પ્રાર્થના કરે. ભગવાનને પોતાના જીવનમાં પધારવા માટે પૂકારે- આ પણ એક સ્વરૂપનું ધ્યાન જ છે. ભગવાન માટેની તીવ્ર ઝંખનાને કારણે સાધકનું ચિત્ત ભગવાનમાં લીન બની જાય છે. ચિત્ત ભગવાન સાથે તદાકારતા અનુભવે તે ધ્યાન જ છે. અભીપ્સા દ્વારા જ ધ્યાનમાં પ્રવેશ થતો હોવાથી આ પદ્ધતિને અભીપ્સા- ધ્યાન કહેવામાં આવે છે.

(૮) સમર્પણ-ધ્યાન:
ચિત્તમાં ઉપસ્થિત થતી સર્વ વૃત્તિઓ, સર્વ વિચારો, સર્વ આવેલો, સર્વ લાગણીઓ, સર્વ ચિંતાઓ ભગવાનનાં ચરણોમાં સમર્પિત કરતા રહેવું તે સમર્પણ – ધ્યાન/ પદ્ધતિની પ્રક્રિયા છે.
આ રીતે મનની બધી ક્રિયાઓ ભગવાનને સમપિંત કરવાનો અભ્યાસ ચાલુ રાખતાં આખરે મન ખાલી બની જાય છે- નિસ્પંદ બની જાય છે.
સમપિંત થયેલું ચિત્ત સહજ રીતે જ ધ્યાનમાં પ્રવેશ પામે છે.

પ્રારંભમાં સમર્પણ-ધ્યાન એક ધ્યાનપદ્ધતિ છે. પરંતુ આખરે તો સમર્પણ જીવનપદ્ધતિ બની જાય છે અને એ જ અભિપ્રેત છે.

૪. યોગપરક ધ્યાનપદ્ધતિઓ:
ચિત્તવૃત્તિઓના નિરોધ દ્વારા સમાધિ-અવસ્થામાં પ્રવેશ તે યોગનો પ્રધાન સિદ્ધાંત છે. યોગમાં સમાધિ-અવસ્થાની પ્રાપ્તિ માટેની પદ્ધતિઓનું વૈજ્ઞાનિક રીતે ખેડાણ થયું છે અને ધ્યાનની અનેકવિધ પદ્ધતિઓ શોધાઇ છે. અહીં મુખ્ય પદ્ધતિઓ પ્રસ્તુત છે.

(૧) યોગાસન દ્વારા ધ્યાન:
સિદ્ધાસન, પદ્માસન, વજાસન, શવાસન જેવાં કેટલાક આસનો દ્વારા ધ્યાનમાં પ્રવેશ થઇ શકે છે. ધ્યાનના હેતુથી યોગાસન કરવા માટે નીચેની પદ્ધતિ જાળવવી જોઇએ.
(૧) યોગાસનની યોગ્ય પદ્ધતિ અધિકાર વ્યક્તિ પાસેથી શીખી લેવી જોઇએ.

(૨) તે યોગાસનનું યૌગિક રહસ્ય અધિકારી વ્યક્તિ પાસેથી જાણી લેવું જોઇએ.

(૩) તે યોગાસન ધારણ કરી તેમાં લાંબા સમય સુધી અવસ્થિત રહેવાનો અભ્યાસ કરવો જોઇએ, અર્થાત્ યોગાસન સિદ્ધ કરવું જોઇએ.

(૪) યોગાસનનો અભ્યાસ, આધ્યાત્મિક દષ્ટિકોણથી કરવો જોઇએ- ઇૂંપળૃટ્ર અદ્વપળટ્ટનખજ્ઞટણળ ! યોગાસન માત્ર શારીરિક અવસ્થા નથી, પરંતુ મન:શારીરિક આધ્યાત્મિક અસ્થા છે, તે ખ્યાલમાં રાખવું જોઇએ.

(૫) તે યોગાસનમાં શાંતભાવે લાંબા સમય સુધી સ્થિરતાપૂર્વક અવસ્થિત રહેવું જોઇએ.

આ રીતે સિદ્ધ કરેલ યોગાસનમાં રહેવાથી પ્રાણના પ્રવાહો આપોઆપ શાંત થવા માંડે છે. પ્રાણના પ્રવાહો સમ અવસ્થામાં આવી જવાથી ચિત્તની વૃત્તિઓ શાંત થવા માંડે છે. ચિત્તની વૃત્તિઓ શાંત થતાં ધ્યાનમાં પ્રવેશ થાય છે.

(૨) પ્રાણાયામ દ્વારા ધ્યાન:
અનુલોમવિલોમ, ભવિસ્ત્રકા, ઉજ્જાવી અને શીતલી- આ ચાર પ્રકારના પ્રાણાયામ ધ્યાનાભ્યાસ માટે વિશેષ ઉપયોગી છે.

આ ચારમાંથી કોઇ એક પ્રાણાયામ અધિકારી વ્યક્તિ પાસેથી શીખીને તેનો દીર્ઘકાળપર્યંત અભ્યાસ કરવો જોઇએ.

પ્રાણાયામ વસ્તુત: ધ્યાનાભ્યાસ માટે છે તે હેતુ દષ્ટિ સમક્ષ રાખીને તેનું અનુષ્ઠાન થાય તે આવશ્યક છે. આ રીતે પ્રાણાયામનો અભ્યાસ કરવાથી પ્રાણાયામની કળા હસ્તગત કરી શકાય.
પ્રાણાયામની કળા સારી રીતે હસ્તગત કર્યા પછી ધ્યાનાભ્યાસ માટે પ્રાણાયામ નીચેની રીતે કરવા જોઇએ.

(૧) શાંત એકાંત સ્થાનમાં બેસો.
(૨) ધ્યાનાભ્યાસને લક્ષ્ય તરીકે નિશ્ર્ચિત કરો.
(૩) ભગવાનનું સ્મરણ કરી, સદ્ગુરુને વંદન કરીને પ્રાણાયામનો પ્રારંભ કરો.
(૪) પ્રાણાયામના અભ્યાસ દરમિયાન ચિત્ત શ્ર્વાસની ગતિ એકાગ્ર રાખો. બહાર ભટકતા મનને પાછું વાળીને પુન:પુન: શ્ર્વાસની ગતિ પર એકાગ્ર રાખો.
આ રીતે લાંબા સમય સુધી પ્રાણાયામની અભ્યાસ કરવાથી પ્રાણના પ્રવાહો સમ અવસ્થામાં આવવા માંડશે. પ્રાણના સંયમ દ્વારા ચિત્તનો સંયમ સિદ્ધ થાય છે. પ્રાણ શાંત થતાં ચિત્ત પણ શાંત થાય છે. ચિત્તની વૃત્તિઓ આપોઆપ શાંત થવા માંડે છે.

એકનિષ્ઠભાવે અને ધૈર્યપૂર્વક આ અભ્યાસ ચાલુ રાખવામાં આવે તો આ પદ્ધતિ દ્વારા સાધકનો ધ્યાનમાં અચૂક પ્રવેશ થશે.

(૩) પ્રણવોપાસના દ્વારા ધ્યાન:
વેદ-ઉપનિષદોમાં સર્વત્ર પ્રણવનો મહિમા ગવાયો છે. પ્રણવ પરમાત્માનું સર્વશ્રેષ્ઠ નામ છે અને બ્રહ્મવાચક મંત્ર છે.
સમગ્ર જગત નાદમાંથી ઉત્પન્ન થયું છે. પ્રણવનો નાદ આ આદિનાદનું યથાશક્ય અનુકરણ છે. સાધક પ્રણવના નાદ દ્વારા અને તેના ચિંતન દ્વારા મૂળ તત્ત્વ સુધી પહોંચી શકે છે.
પ્રણવોપાસનાની પદ્ધતિ સંક્ષેપમાં અહીં પ્રસ્તુત છે.

(૧) સિદ્ધાસન કે પદ્માસનમાં બેસવું.
(૨) રેચક સાથે ખૂૃબ નીચા સ્વરથી ‘ઓ’નો ઉચ્ચાર કરવો. ‘ઓ’નો ત્રણ માત્રા છે. એક માત્રા એટલે આશરે એક સેક્ધડ. ત્રણ સેક્ધડ સુધી ‘ઓ’ની ઉચ્ચાર કર્યા પછી મુખ બંધ કરી ‘મ’નો ઉચ્ચાર કરવો. ‘મ’નો ઉચ્ચાર પોતાની શક્તિ પ્રમાણે ગમે તોટલો લંબાવી શકાય. ‘મ’નું ઉચ્ચારણ પૂરું થાય પછી થોડી ક્ષણો બાહ્ય કુંભકની અવસ્થામાં રહેવું. પછી પૂરકનો પ્રારંભ કરવી. ધીમી ગતિએ પૂરક દ્વારા વાયુ પર્યાપ્ત પ્રમાણમાં અંદર લેવો. પુન: રેચકપૂર્વક પ્રણવનાદનું ઉચ્ચારણ કરવું. આ રીતે રેચકપૂર્વક પ્રણવનાદનું ઉચ્ચારણ કરવું. આ રીતે રેચકપૂર્વક અનેક વાર પ્રણવનાદનું ઉચ્ચારણ કરવું.

પ્રણવનાદના ઉચ્ચારણ દરમિયાન ધ્યાન નાદ પર રાખવું જોઇએ. નાદનું ઉચ્ચારણ અને નાદનું શ્રવણ- બંને ઘટના એકસાથે થવી જોઇએ. આમ થવાથી નાદસર્જન અને નાદશ્રવણનું એક ચક્ર પૂરું થાય છે.
(૪) દરેક આવર્તનમાં નાદને અંતે નાદના અનુરણન પર ધ્યાન રાખવું. અનુરણન એટલે નાદના અંતે ચિત્તમાં ગુંજતી નાદની પ્રતિમા.

(૫) નાદના અનુસંધાન સાથે પ્રણવના અર્થનું ચિંતન કરવું.

પ્રણવની સાડાત્રણ માત્રા છે. અ, ઉ અને મ અનુક્રમે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ-અવસ્થાની પ્રતીક-માત્રાઓ છે. અર્ધમાત્રા તુરીયાવસ્થાની પ્રતીક છે. પ્રણવોપાસના દ્વારા આ ત્રણે અવસ્થાનો ભેદીને તુરીયાવસ્થામાં જવાનું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજે પવિત્ર શ્રાવણ મહિનાનો શઁકર ભગવાનનો પ્રિય સોમવાર છે આજે બુધ અસ્ત થઈને કરશે આ રાશિના જાતકોને માલામાલ, જોઈ લો તમારી પણ રાશિ છે ને… આટલું કરશો…તો હંમેશાં ઘરમાં રહેશે લક્ષ્મીજીનો વાસ 18 ઓગસ્ટ શનિ બદલશે ચાલ અને 47 દિવસ સુધી આ રાશિના લોકોના કરશે પૈસાથી માલામાલ