તરોતાઝા

સેનિટરી પેડનો વિકલ્પ બની રહ્યો છે મેન્સ્ટ્રુઅલ કપ

વિશેષ – મધુ સિંહ

મેન્સ્ટ્રુઅલ કપ રબર કે સિલિકોનથી બનેલો એક નાનો લચીલા કપ જેવા આકારનો કપ હોય છે, જેને પિરિયડ્સ કે પછી માસિક વખતે મહિલાઓ તેમની યોનીમાં ફિટ કરી લે છે જેથી માસિકમાં થનાર રક્તસ્રાવ એમાં જમા થતો રહે. ઉલ્લેખનીય છે કે ટેમ્પોન અને પેડ જેવા બીજા ઉપાયોની સરખામણીમાં મેન્સ્ટ્રુઅલ કપ ઘણુ વધારે બ્લડ જમા કરવાની ક્ષમતા ધરાવે છે. જોકે આ કપનો પ્રોટોટાઇપ પહેલીવાર પાછલી સદીમાં ૧૯૩૦માં સામે આવ્યો હતો અને ૧૯૩૭માં એમેરિકન અભિનેત્રી લિયોના ચાર્મ્સે આના પેટન્ટ માટે અરજી કરી હતી. જોકે તમામ પ્રયાસો બાદ પણ આ આ મેન્સ્ટ્રુઅલ કપ પોણી સદી સુધી મહિલાઓમાં સ્વીકાર્ય બન્યો નહોતો. જોકે હમણાં હમણાં થોડા વર્ષો પહેલાં જ આની લોકપ્રિયતા આખા વિશ્ર્વમાં ઘણી વધી ગઇ છે. કદાચ હવે તેનો આકાર, પ્રકાર અને મટીરિયલ ઘણું બોડી ફ્રેન્ડલી થયું હોવાથી તે મહિલાઓની પસંદ બની રહ્યો છે અને આ જ કારણ છે કે હવે મેન્સ્ટ્રુઅલ કપ આખા વિશ્ર્વમાં મહિલાઓના એક વર્ગમાં ઝડપભેર સેનિટરી પેડની જગ્યા લઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે સેનિટરી પેડ એક જ વાર ઉપયોગમાં આવતાં હોવાથી તે વધુ ખર્ચાળ છે અને ત્યાં બીજી બાજુ મેન્સ્ટ્રુઅલ કપ વારંવાર ઉપયોગમાં લઇ શકાતો હોવાથી તે વધુ વ્યવહારિક, ટકાઉ અને સસ્તો હોવાથી આગામી દિવસોમાં આ મેન્સ્ટ્રુઅલ કપ તમામ વર્ગની મહિલાઓમાં લોકપ્રિય થઇ શકે છે. જોકે પાછલાં કેટલાંક વર્ષોમાં આ કપની અદ્યતન અને અપગ્રેડેડ આવૃત્તિ આવી છે, તેથી જ લાગી રહ્યું કે બહુ જલ્દી આ કપ સેનિટરી પેડની જગ્યાએ મહિલાઓની પહેલી પસંદ બની જશે, કારણ કે હવે તે અદ્યતન અને ખૂબ જ લચીલા મટીરિયલથી બનાવેલ હોવાથી તે મહિલાઓના જનનાંગોમાં કોઇ જ તકલીફ આપતો નથી. તેનો ઉપયોગ કરવો પણ ખૂબ જ સહેલો છે. ખાસ વાત એ છે કે આજની આધુનિક મહિલાઓને અલગ અલગ પ્રકારના આધુનિક કપડાં પહેરવા પડે છે ત્યારે આ કપ તેમના માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે બિકિની કે પછી લેગિંસ જેવા ડ્રેસ પહેરવા પર પણ કોઇને તેની જાણ થતી નથી.

શરીરની રચના મુજબ અલગ અલગ મહિલાઓને માસિક દરમિયાન અલગ અલગ સ્તર પર રક્તસ્રાવ થાય છે. તેથી જ આ મેન્સ્ટ્રુઅલ કપ પણ ઘણી અલગ અલગ સાઇઝમાં ઉપલબ્ધ છે. નોર્મલ સાઇઝ ૩ થી ૫ સેન્ટિમીટરની હોય છે અને લાર્જ સાઇઝ ૪ થી ૬ સેન્ટિમીટરની હોય છે જેથી મહિલાઓ તેમના રક્તસ્રાવ પ્રમાણે અલગ અલગ સાઇઝનો ઉપયોગ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આ મેન્સ્ટ્રુઅલ કપનો પહેલી વાર ઉપયોગ કરતી વખતે તેની આદત ન હોવાથી શરૂઆતમાં થોડી તકલીફ થતી હોય છે. પણ એક વાર તેની આદત થઇ જતાં આ તકલીફો દૂર થઇ જાય છે. મહિલાઓને આ કપના ઉપયોગ માટે જે ખાસ વાત શીખવાની હોય છે તે એ છે કે આ કપને યોનીમાં કઇ રીતે ફિટ કરવો. અન્ય પ્રોડક્ટસની જેમ જ આ કપના યોગ્ય ઉપયોગ માટેની સૂચનાઓ પણ તેના પેકિંગમાં હોય છે. પણ સામાન્ય રીતે આ સૂચનાઓ પર ધ્યાન આપવામાં આવતું નથી. પણ એ દરેક મહિલા જે આનો ઉપયોગ કરવા માંગે છે તેણે આ વાત પર ધ્યાન આપવું જોઇએ કે એ આ કપને તેના શરીરમાં ઉપયોગ કરતી વખતે તેને બે કે ત્રણ ભાગમાં ફોલ્ડ કરવું જોઇએ. જેથી તે જનનાંગમાં સરળતાથી જઇ શકે. આ કપને કઇ રીતે ફોલ્ડ કરવો તે અંગેની સૂચનાઓ પણ પેકીંગમાં આપેલી હોય છે. છતા ન સમજાય તો જે મહિલા આનો ઉપયોગ કરી રહી છે અથવા તો મહિલાઓના ડૉક્ટર પાસેથી વ્યવસ્થિત રીતે સમજી લેવું જોઇએ.

મેન્સ્ટ્રુઅલ કપને આરામથી બેડ પર સૂઇને અને પગ પહોળા કરીને શરીરમાં ફીટ કરવો જોઇએ. જો જનનાંગ ખૂબ જ ડ્રાય હોય તો તેને શરીરમાં ફીટ કરવા માટે તેના પર લુબ્રિક્ધટ એટલે કે કોઇ ચીકણા પદાર્થનો ઉપયોગ કરી શકાય છે. ખાસ કરીને જ્યારે કોઇ મહિલા તેનો પહેલીવાર ઉપયોગ કરતી હોય ત્યારે. આ કપને તમારા જનનાંગમાં ધીરી ધીરે પ્રવેશ કરાવવો જોઇએ પછી જેમ આપણે બ્લડ જમા કરનારા ભાગને છોડીએ છીએ કે તરત જ આ કપ યોનીની અંદર ખૂલી જાય છે. તેને શરીરમાં યોગ્ય રીતે ફીટ કરવા થોડું ફેરવી દેવું જોઇએ. આ બધા જ કામો આંગળીઓની મદદથી કરવા જોઇએ. એવી જ રીતે જાણે આ ટેમ્પોન છે. મેન્સ્ટ્રુઅલ કપ અને ટેમ્પોનમાં ફર્ક એટલો જ છે કે ટેમ્પોન બ્લડને ચૂંસી લે છે અને કપ બ્લડને જમા કરે છે. જ્યારે આ કપ એકવાર સાચી રીતે સ્ત્રીના જનનાંગમાં ફીટ થઇ જાય છે તો તે તેની દીવાલો સાથે સારી રીતે ચોંટી જાય છે. આ ખૂલ્લો રહે તે માટે તેના કીનારાઓ પર લાગેલ બેન્ડ થોડો કડક હોવો જોઇએ.

મેન્સ્ટ્રુઅલ કપ સાચી રીતે ફીટ કરવા પર તે અંદર જઇને થોડું ફેલાઇને અંદરની સાઇડ દીવાલો સાથે સારી રીતે ચોંટી જાય છે અને પછી સ્થિર રહે છે. સામાન્ય રીતે મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ એક વારમાં વધુમાં વધુ ૧૨ કલાક સુધી કરી શકાય છે. પણ જે મહિલાઓને રક્તસ્રાવ સરેરાશ કરતાં વધુ હોય છે તેમણે મેક્સીમમ ૪ થી ૬ કલાકમાં તેને બદલી નાંખવો જોઇએ. કારણ કે તે શરીરમાં વેક્યુમના સિદ્ધાંતને આધારે ફિટ હોય છે. તેથી તેને કાઢતી વખતે શરીરની અંદરના વેક્યુમને ઓછું કરવા માટે આંગળાઓનો ઉપયોગ કરવો જોઇએ. તેને કાઢવાનો સૌથી સરળ સમય શાવર લેતી વખતનો છે. ટોયલેટ સીટ પર બેસીને પણ તેને સુરક્ષિત રીતે કાઢી શકાય છે. મેન્સ્ટ્રુઅલ કપનો પહેલીવાર ઉપયોગ કદાચ થોડું ક્ધફ્યુઝન ઊભું કરી શકે છે પણ એક બે વાર તેનો ઉપયોગ કર્યા બાદ તે ખૂબ જ સરળ અને સુવિધાજનક લાગવા માંડે છે.

આ કપનો ઉપયોગ કર્યા બાદ તેને ખૂબ જ સારી રીતે ધોવો જોઇએ. જેના માટે ગરમ ઉકળતા પાણીમાં કે પછી માઇક્રોવેવ ઓવનમાં ૫ મિનિટ સુધી તેને રાખીને ઉકાળવો જોઇએ. ઘણાં બ્રાન્ડ આ કપ સાથે એક ખાસ ક્ધટેનર પણ આપે છે જેમાં તેને ઉકાળી શકાય. જોકે માસિક વખતે તેનો વારંવાર ઉપયોગ થવાથી તેને પાણી અને સાબુથી સારી રીતે ધોવો જોઇએ. અને જ્યારે માસિક પૂરું થઇ જાય ત્યાર બાદ તેને ઉકળતા પાણીમાં ધોઇને સાફ કરીને મૂકી દેવો જઇએ. અને પછી જ્યારે આ જ મેન્સ્ટ્રુઅલ કપનો ફરી ઉપયોગ કરવાનો હોય ત્યારે ફરી વાર તેને ગરમ પાણીમાંથી ઉકાળી લેવો જોઇએ. જો સારી રીતે સેનિટાઇઝ કરીને મૂકવામાં આવે તો મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ ખૂબ જ સલામત છે. પણ જો સફાઇમાં બેદરકારી દાખવવામાં આવે તો તેના કારણે ઇન્ફેક્શન થવાની શક્યતાઓ હોય છે. તેથી મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કરતી વખતે આ વાતની કાળજી લેવી જોઇએ.

સામાન્ય રીતે તો આ કપ લગાવ્યા બાદ પેશાબ કરવામાં કોઇ તકલીફ થતી નથી. પણ જો કોઇ કારણસર તમને તકલીફ થાય તો સમજી લેવું કે કપને તમારા જનનાંગમાં વધુ અંદર જવાની જરૂર છે. સેક્સ વખતે આ કપ કાઢી નાંખવો જોઇએ. જે મહિલાઓએ પહેલાં ક્યારેય સેક્સ ન કર્યું હોય એમના માટે ખૂબ જ મુલાયમ અને સોફ્ટ મેન્સ્ટ્રુઅલ કપ પણ આવે છે. તબીબોના મત મુજબ મેન્સ્ટ્રુઅલ કપ મહિલાઓ માટે વધુ ઉપયુક્ત છે કારણ કે, એ એક સ્થાયી પ્રકારની વસ્તું છે. એક અનુમાન મુજબ મહિલાઓને તેમના જીવનમાં ૪૫૦ વાર માસિક આવે છે. એનો એર્થ એ છે કે દરેક મહિલાને જીવનમાં ૭,૫૦૦ પેડનો ઉપયોગ કરવો પડે છે. જ્યારે મેન્સ્ટ્રુઅલ કપની ખાસ વાત એ છે કે, જો તેનો યોગ્ય અને સજાગતાથી ઉપયોગ કરવામાં આવે તો આ કપ સામાન્ય રીતે ૩ થી ૧૦ વર્ષ સુધી ચાલી શકે છે. તેથી એક મોટી અને ખાસ વાત તો એ છે કે, આ માસિકના રક્તસ્રાવને હવાના સંપર્કમાં આવવા દેતો નથી. તેથી જ માસિક દરમિયાન કપડાંમાંથી પણ કોઇ દુર્ગંધ આવતી નથી. જે સામાન્ય રીતે પેડના ઉપયોગને કારણે આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button