કોલેસ્ટરોલ વળી કઈ બલા છે?
આરોગ્ય પ્લસ -સંકલન: સ્મૃતિ શાહ-મહેતા
શું આપ જાણો છો?…
* વિશ્ર્વમાં દર વર્ષે અંદાજિત 40 લાખથી વધુ લોકો કોલેસ્ટરોલના કારણે થતી બીમારીથી મૃત્યુ પામે છે.
* હાઈ-કોલેસ્ટરોલના દર્દીઓને હાર્ટએટેક અને સ્ટ્રોક આવવાની સંભાવના ત્રણ ગણી વધી જાય છે.
* કોલેસ્ટરોલ એટલે શું?
* મીણ અને ચરબી જેવો પદાર્થ કે જેને યકૃત
( લીવર) કુદરતી રીતે શરીરના ઉપયોગ માટે ઉત્પન્ન કરે છે.
કોલેસ્ટરોલના શરીરમાં મુખ્ય ચાર કામ:
1) કોષોનું બંધારણ કરવું.
2). આંતરડામાં અમુક પાચકરસો બનાવવા.
3.) શરીરને વિટામિન-ડી બનાવવામાં સહાયરૂપ થવું.
4) શરીરને અમુક હોર્મોન્સ બનાવવામાં મદદરૂપ થવું.
* કોલેસ્ટરોલ આપણો મિત્ર અને શત્રુ બંને છે.
જ્યાં સુધી કોલેસ્ટરોલનું પ્રમાણ શરીરમાં માપસરનું હોય ત્યાં સુધી તે આપણો મિત્ર છે, કેમ કે શરીરને કામ કરવા માટે તે ખૂબ જ અગત્યનો છે. જો તેની માત્રા વધી જાય તો તે જ કોલેસ્ટરોલ શરીરમાં અનેક રોગને આમંત્રિત કરે છે.
કોલેસ્ટરોલના ત્રણ પ્રકાર
1) ઇં.ઉ.ક કોલેસ્ટરોલ (ઇંશલવ ઉયક્ષતશિું કશાજ્ઞાજ્ઞિયિંશક્ષ)
ધમનીમાંથી ખરાબ કોલેસ્ટરોલને યકૃત દ્વારા શરીરની બહાર કાઢી નાખે છે. ક.ઉ.ક. જમા થતો અટકાવે છે. એ રીતે શરીર માટે આ કોલેસ્ટરોલ ફાયદારૂપ છે.
2) ક.ઉ.ક. કોલેસ્ટરોલ (કજ્ઞૂ ઉયક્ષતશિું કશાજ્ઞાજ્ઞિયિંશક્ષ ) ધમનીની અંદર જામ થઈ જાય છે. શરીર માટે આ કોલેસ્ટરોલ નુકસાનકર્તા છે.
3) ટ્રાઈગ્લાઈસરાઈડ્સ (ઝશિલહુભયશિમયત) કોલેસ્ટરોલ ઊર્જા માટે વપરાય છે, પરંતુ જો એ વધી જાય તો નુકસાનકારક પણ બને છે. (હાર્ટએટેક-સ્ટ્રોક, વગેરે થઈ શકે છે.)
કોલેસ્ટરોલનાં લક્ષણ
* ધમનીની અંદર કોલેસ્ટરોલ જામ થઈ ગયો હોય તેના કોઈ સ્પષ્ટ લક્ષણો નથી તેથી મોટા ભાગના લોકો આ રોગથી છેતરાય જાય છે માટે વર્ષમાં એકવાર બ્લડ કોલેસ્ટરોલ ટેસ્ટ કરાવી લેવો.
કોલેસ્ટરોલ થવાનાં કારણ
Also read: સ્વાસ્થ્ય સુધા: શિયાળાનું જાદુઈ પીણું-કાંજી સ્વાસ્થ્યને ટકાટક બનાવવામાં લાભકારી…
* જે કારણોથી બ્લડપ્રેશર વધે છે તે કારણોથી શરીરમાં કોલેસ્ટરોલ વધે છે.
* ઘણા લોકો એવું માનતા હાયે છે કે, માત્ર ઘી-તેલ જેવા પદાર્થો જમવાથી જ ચરબી વધે છે, પરંતુ કોઈપણ ગ્રહણ કરેલો આહાર કે, જે ન પચે તે અંતે તો શરીરમાં ચરબીમાં જ રૂપાંતર થાય છે માટે હંમેશાં માપસરનું જ જમવું તે શરીર માટે ઈચ્છનીય છે.
હૃદયરોગના દર્દીઓ માટે કયું અનાજ સારું?
* આપણે નિરોગી રહેવા માગીએ છીએ, પણ સ્વાદને ત્યાગ કરવામાં પાછા પગ ભરીએ છીએ તેથી સ્વાસ્થ્ય અને સ્વાદ એકસાથે રહી શકતા નથી. પહેલાના જમાનામાં આપણા પૂર્વજો આખા અનાજના (પોલિશ વગરના) દાણાની જ રસોઈ કરતા હતા અને તેથી જ એ લોકો લાંબા સમય સુધી નિરોગી રહી શકતા હતા. અહીં પોલિશ કરેલું અને પોલિશ કર્યા વગરનું અનાજ જમવાથી શું ફાયદા-નુકસાન થાય છે? તે જાણી લો…. પોલિશ કરેલું અનાજ પોલિશ કર્યા વગરનું (ઘઉં, ચોખા વગેરે) અનાજ પોષકતા ખૂબ જ ઓછી ભરપૂર પાચનતંત્રપર લોડ આવે છે. જમવાથી એકસાથે પાચનતંત્ર પર લોડ આવે છે. પાચન ખૂબ જ ધીરે-ધીરે થાય છે. તેથી પાચનતંત્રને તેનું પાચન કરવામાં હળવાશ અનુભવાય છે. લોહીમાં શર્કરાનું પ્રમાણ લોહીમાં એકસાથે શર્કરાનું પ્રમાણ વધારી દે છે, તેથી ડાયાબીટીસના દર્દીઓ માટે ખૂબ જ હાનિકારક.
લોહીમાં શર્કરાનું પ્રમાણ ખૂબ જ નિયંત્રિત રાખે છે, તેથી ડાયાબીટીસના દર્દીઓ માટે માટે ખૂબ જ ફાયદાકારક. ચરબી લોહીમાં રહેલી વધારાની શર્કરા ચરબીમાં રૂપાંતરીત થાય છે. હૃદયરોગ માટે ખૂબ જ હાનિકારક લોહીમાં શર્કરાનું પ્રમાણ નિયંત્રિત રહેવાથી ચરબી જમા થતી નથી. હૃદયરોગ માટે ખૂબ જ ફાયદાકારક.
કોલેસ્ટરોલના ઉપચાર
1) સવાર અને સાંજે અડધી ચમચી હળદર ફાકીને પાણી પીવું. હળદરમાં કકર્યુમીન નામનું તત્ત્વ હોય છે. એના સેવનથી કોલેસ્ટરોલ ઓગળી શકાય છે.
2) રોજ ખોરાક સાથે બે ચમચી મધ લેવું.
3) 1 ચમચી મેથી પાણીમાં પલાળી, સવારે ખૂબ મસળી, ગાળીને પીવું.
4) અડધી ચમચી સૂકી મેથી દિવસમાં 2 વાર ફાકવાથી કોલેસ્ટરોલ ઘટે છે.
5) એક ચમચી લીંબુનો રસ, થોડું મધ અને કાળા મરીનો પાઉડર ભેગા કરીને 1 ગ્લાસ હૂંફાળા પાણીમાં લેવું.
6 ) બે ચમચી ધાણાનો પાવડર 1 કપ પાણીમાં ઉકાળી, ગાળીને રોજ પીવું.
7) એકચમચી આમળાનો પાવડર 1 કપ ગરમ પાણીમાં નાખીને પીવું.
8) દિવસમાં બે વાર 2થી 3 ગ્રામ તજનું ચૂર્ણ મધ સાથે લેવું.
(નોંધ: જે ઉપચારોથી વધુ બ્લડપ્રેશર ઘટે છે, તે ઉપચારો કોલેસ્ટરોલ ઘટાડવામાં પણ ઉપયોગી થાય છે.)