તરોતાઝા

ઊભા રહેવાની યોગ્ય રીત

આરોગ્ય પ્લસ -સંકલન: સ્મૃતિ શાહ-મહેતા

આપણે ઘણીવાર એક પગ ઉપર વધારે વજન આવે તે રીતે ઊભા રહેતા હોઈએ છીએ. તેનાથી શરીરના સાંધાઓ અને સ્નાયુઓ અસંતુલિત થઈ જાય છે. માટે હંમેશાં સીધા અને બંને પગ પર સમાન વજન આવે તે રીતે જ ઊભા રહેવું જોઈએ.

સાચી રીત ખોટી રીત

ખોટી રીતે ઊભા રહેવાથી કરોડરજ્જુને નુકસાન થાય છે.

તેવી જ રીતે ઘણીવાર જ્યારે આપણે ઊભા હોઈએ ત્યારે આપણું માથું કરોડરજ્જુની સમાંતર ન હોવાથી તે કરોડરજ્જુ ઉપર ખૂબ જ ભાર આપે છે.

માથું કરોડરજ્જુથી જેટલા ઈંચ આગળ વળાંક લે, તેટલા ગણું કરોડરજ્જુ ઉપર વજન વધે છે.

આપણા માથાનું વજન આશરે ૩.૫ થી ૪.૫ કિલો હોય છે, જ્યારે આપણે સંતુલિત અવસ્થામાં ઊભા હોઈએ ત્યારે કરોડરજ્જુને માથાના વજનનો ભાર નથી અનુભવાતો, પરંતુ જ્યારે આપણું માથું કરોડરજ્જુથી જેટલા ઈંચ આગળ હોય ત્યારે ઉપર દર્શાવ્યા મુજબ કરોડરજ્જુને માથાનું વજન વધુ અનુભવાય છે.

ચાલવાની યોગ્ય રીત
દરેક વ્યક્તિના પગની નીચે અમુક વળાંક હોય છે. તે વળાંક શરીરને વ્યવસ્થિત ઊભું રાખવા અને ચાલવા માટે ખૂબ જ જરૂરી હોય છે. તે વળાંકથી પગનો પાયો મજબૂત બને છે. તેથી ચાલવામાં ખૂબ જ સાનુકૂળતા રહે છે. પરંતુ અમુક લોકોનો પગ નીચેથી સપાટ (Flat Foot)ં હોય છે, અને તેનાથી તેમને ચાલતી વખતે પગમાં વધુ પડતો અંદરનો વળાંક (Over Pronation) લેવાય છે અને તે લાંબા સમયે ઘૂંટી, ઢીંચણ, કેડ અને કમરનો દુ:ખાવો કરી શકે છે.

ચાલતી વખતે પગનો પંજો વ્યવસ્થિત સીધો રાખવો. જો તે અંદર અથવા બહાર વધુ પડતો વળાંક લેતો હોય તો, તે પગના સ્નાયુઓ, ઘૂંટી, એડી વગેરેને જલ્દી નિષ્ક્રિય બનાવે છે અને સમયાંતરે તેની સર્જરી કરાવવી પડે છે. માટે પહેલેથી જ વ્યવસ્થિત ચાલવાની ટેવ પાડવી.

ૄ ચાલવાના ૩ સ્ટેજ :
(૧) એડી ઉપર વજન મૂકવું.
(૨) સંપૂર્ણ પગ જમીન પર મૂકવો.
(૩) પગ ઊંચો કરતી વખતે પગના પંજા ઉપર વજન આપવું.

ચાલતી વખતે જો જમીન પર પગ મૂકવાનો અવાજ આવતો હોય તો સમજવું કે ચાલવાની રીત ખોટી છે.

ચાલતી વખતે બંને હાથ હલવા જોઈએ. તેમાં પણ જ્યારે જમણો પગ આગળ હોય ત્યારે ડાબો હાથ અને ડાબો પગ આગળ હોય ત્યારે જમણો હાથ આગળ આવવો જોઈએ.

ચાલતી વખતે હાથ હલાવવાની સાચી-ખોટી રીત
અમુક લોકો ચાલતી વખતે એક પગ ઉપર વધારે વજન આપીને ચાલતા હોય છે. પરંતુ તે આદત સમયાંતરે પગ, ઢીંચણ, કેડ અને ગરદનના દુ:ખાવા કરે છે. બાજુમાં જણાવેલ ખોટી રીત મુજબ અમુક લોકો માથું અને ડોક આગળ તરફ નમાવીને ચાલતા હોય છે. તેથી સમયાંતરે તેમનું શરીર નાની ઉંમરથી જ વાંકું વળી જાય છે.

બેસવાની યોગ્ય રીત
ૄ જમીન પર બેસવાની રીત :
સાચી રીત: બંને હાથ ઢીંચણે રાખવા.

ખોટી રીત: હાથ ઢીંચણે ન હોવાથી શરીર કરોડરજ્જુથી ગમે ત્યારે વાંકુ વળી શકે છે.

આજકાલ આપણને નાની ઉંમરથી જ દીવાલે ટેકો દઈને બેસવાની કુટેવ પડી ગઈ છે. પરંતુ તે કરોડરજ્જુની સક્ષમતા અને આયુષ્યને ઘટાડે છે.

ૄ ખુરશી પર બેસવાની રીત :
આ રીતે બેસવાથી કરોડરજ્જુનો ‘ત’ આકાર જળવાઈ રહે છે.

આપણે શરીરને આરામ આપવા માટે ઘણીવાર ખોટી રીતે ટેકો લઈએ છીએ, પરંતુ તે ટેકો જ લાંબા સમયે કરોડરજ્જુને નુકસાન કરીને શરીરનો આરામ છીનવી લે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…