આહારથી આરોગ્ય સુધી : કફ-શરદી-ખાંસી વખતે શું કરવું?

-ડૉ. હર્ષા છાડવા
ઋતુઓની વિવિધતા ધરાવતો આપણો ભારત દેશ જ્યાં વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, શિશિર અને હેમંત ઋતુઓ આવે છે. દરેક ઋતુ પોતાની એક આગવી મહત્ત્વતા ધરાવે છે. વસંતઋતુની એક અલગ વિશેષતા છે. ચારે બાજુ સુગમ વાતાવરણ, ફૂલોની મહેક, નવી કૂંપળો ફૂટવી, આવો સૌંદર્યનો વૈભવ આ ઋતુનો છે. તાજગી અને નવચેતન બક્ષે છે. તેથી જ તેને ઋતુરાજનું બિરુદ મળ્યું છે. વસંતપંચમી, હોળી અને ધુળેટી જેવા આનંદવર્ધક તહેવારો આવે છે. ફૂલ-ફળની અધિકતા રહે છે. જે શરીરને નવચેતન આપે છે.
Also read : તંદુરસ્તી-મનદુરસ્તી : જીવનમાં કોઈ સમસ્યા જ ન હોય એની વિકાસયાત્રા અટકી જાય
વસંત ઋતુમાં કફની અધિકતા રહે છે. ઠંડીની ઋતુમાંથી ગરમી તરફ મોસમ આગળ વધે છે. ત્યારે શરીરમાં જામેલો કફ પાતળો થાય છે. તે શરદી, ખાંસી અને ચામડી દ્વારા બહાર ફેંકાય છે. શરીર પોતાનું સંતુલન બનાવી રાખવા કફને પાતળો કરી બહાર ફેંકે છે. ગળામાં દુ:ખાવો, નાકમાં દુ:ખાવો, શરદી, ખાંસી થાય છે. કફ અધિક માત્રામાં હોય તો ભારીપણું લાગે છે. ઉદાસીનતા, સુસ્તી જેવું જણાય છે. ઘણીવાર તાવ પણ આવે છે. શરીર પોતાને સાફ રાખવા માટે આ સ્થિતિ બનાવે છે. જે એક ગુણાત્મક વિજ્ઞાન છે.
શિયાળાની ઋતુમાં વધુ ઘીવાળી મીઠાઇઓ, ચીકી, ગજક અન્ય વસાણા યુક્ત મીઠાઇઓના સેવનથી કફ જામી જાય છે. વસંત ઋતુમાં તે પાતળો થઇ બહાર નીકળે છે. ગળામાં સોજો આવવો, ભારીપણું લાગવું, આંખ ભારી થવી, છાતી પર ભાર જેવું લાગે, નાક વહેવું, અવાજ ઘોઘરો થવો, ગળામાં કાંઇ અટકતું હોય તેવું જણાવું વગેરે લક્ષણો દેખાય છે.
અસ્થમાના દર્દીઓને પણ આ ઋતુમાં થોડી વધુ તકલીફ જણાય છે. શ્વાસ ભારી થવો, તાવ, ન્યુમોનિયાની અસર દેખાય છે. આ બધાના કારણ શરીરની પ્રતિરક્ષા પ્રણાલી નબળી છે તે જણાવે છે. બાળકોને પણ શરદી, ખાંસી, તાવ જણાય છે. જે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો સામાન્ય શરદી, ખાંસી કે ચામડી પર ખંજવાળ આવવી એ કોઇ રોગ નથી. તકેદારી રાખીને રોગપ્રતિકારક શક્તિ વધારવાના પ્રયત્ન કરવા દવાઓથી સાજા થવું તે વધુ યોગ્ય નથી. આનાથી શરદી, ખાંસી દબાઇ જાય છે. જડમૂળથી નીકળતા નથી.
શરદી, ખાંસી, કફ નીકળતા હોય ત્યારે કોઇપણ જાતનો ભારે ખોરાક કે ન પચતો ખોરાક ન લેવો. સુપાચ્ય અને પચવામાં હલકો ખોરાક લેવો જોઇએ. ચીકાશવાળી વસ્તુઓ બંધ કરી દેવી જોઇએ. શરદી જણાય ત્યારે નાક પર બરફ ઘસવો જોઇએ. તુલસી, ફુદીનો, મરીને પાણીમાં ઉકાળી લેવા જોઇએ. નાગરવેલના પાનનો ઉપયોગ કરવો. છાતી કફનો ભરાવો હોય તો નાગરવેલના પાન છાતી પર બાંધી ઉપર કપડાથી શેક કરવો. જેથી કફ પાતળો થઇ નીકળી જાય છે.
ઇમ્યુનિટી ઓછી થાય માટે ખાંસી આવે છે. તે માટે ધાણી લેવી. જુવારની ધાણી, મકાઇની ધાણી તેમાં તેલ કે ફલેવર ન હોવા જોઇએ. દારૂ હળદરની ચટણી બનાવી જમવામાં લેવી. રોટલી કે રોટલા પર ઘી ન લગાવવું. દહીં, છાસ કે ચીકણા પદાર્થ ન લેવા. એલોવીરાની તાજી જેલ ખાવી. વેખંડનો લેપ લગાડવો આનાથી શરદી કફ જલદી સાજા થઇ જાય છે.
શરદી, કફ કે ગળાના દર્દમાં દાડમ સૌથી સારું પરિણામ આપે છે. સફરજનનો સુપ, પેરુનો સુપ, પાલકનો સુપ લેવા જોઇએ. સુપમાં સફેદ મરીનો ચપટી પાઉડર નાખી લેવો. અશ્વગંધાની ચહા (ઉકાળો) બનાવી લેવો. જેઠીમધનો ઉકાળો લેવો જેથી કફ પાતળો બની નીકળી જાય છે. જમવામાં રોટલો કે રોટલી ચટણી સાથે ખાવી તેલવાળા શાક ન લેવા. ગળાના સોજામાં ઠંડા પાણીનો નેપકીન ગળા પર રાખવો. શરીર પર હલકા હાથે માલિશ કરવી. ખુલ્લી હવામાં ઊંડા શ્વાસ લેવા, થોડી માવજતથી શરદી, કફ, ગળાના દર્દ સાજા થઇ જાય છે.
બજારૂ દવામાંનો ઉપયોગ હાનિકારક છે. કફ-શરદી સીરપ જે ઘાસતેલ અને ફિનાઇલથી બને છે તે ટાળવા. ઘરમાં કપૂર, લોબાન કે ગૂગળના ધૂપ કરવા. જેથી હવામાના વાઇરસ શરીર પર હુમલો ન કરે. ગાયના છાણા પર કડવા લીમડાના પાન અને ઘી નાખી ધૂપ કરી શકાય છે જે વાઇરસને દૂર ભગાડે છે. છાણાના ઉપલા બજારમાં મળે છે. ઇમ્યુનિટી વધારવા જરૂર છે.
Also read : આરોગ્ય એક્સપ્રેસઃ શિયાળો લાવ્યો વાયરલ બીમારીઓ…
બાળકોને બજારુ ખાણાપીણાથી દૂર રાખી ઘરે જ ખાવાનું બનાવો. આજની યુવા પેઢી બહારના ખાદ્ય-પદાર્થ પર નિર્ભર રહે છે, જે તેને કમજોર બનાવી રહી છે. બિસ્કિટ, બ્રેડ, બટર, ખારી, ટોસ, આઇસક્રીમ જેવી વસ્તુઓ ખરાબ ઘી નાખી બનાવાય છે. ઘી નકલી તે હાઇડ્રોજન નાખી બનાવાય છે. જેનાથી શરદી, ખાંસી, કફ વધી જાય છે.