તરોતાઝા

યોગ મટાડે મનના રોગ: ભય તો માનવમનમાં થોડેઘણે અંશે હોય જ છે

તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ

(ગયા અંકથી ચાલુ)

  1. સૌમ્ય મનોવિકૃતિઓ:
    સૌમ્ય મનોવિકૃતિઓ બચાવ-પ્રયુક્તિઓ કરતાં વધારે પ્રતિકૂલિત હોય છે, પરંતુ તીવ્ર મનોવિકૃતિ કરતાં ઓછી પ્રતિકૂલિત હોય છે. આમ સૌમ્ય મનોવિકૃતિ બંનેની વચ્ચે છે.
    સૌમ્ય મનોવિકૃતિઓનાં અનેક સ્વરૂપો છે. પ્રધાન સ્વરૂપોનો સંક્ષિપ્ત પરિચય અહીં ઉપલબ્ધ છે:

  2. (1) વિકૃત ચિંતા (Anxiety):
    આ વિકૃતિનો ભોગ બનેલી વ્યક્તિ અકારણ કે નજીવા કારણસર લગભગ સતત ખૂબ વધારે પડતી ચિંતા કરતી રહે છે. આ વધારેપડતી ચિંતાને કારણે તે સતત દુ:ખી રહે છે અને સમાજ સાથેનું અને પોતાની જાત સાથેનું તેનું સમાયોજન વિચ્છિન્ન થઇ જાય છે.

  3. (2) વિકૃત ભીતિ (Phobia):
    ભય તો પ્રત્યેક માનવીને લાગે જ છે. ભય તો માનવમનમાં થોડેઘણે અંશે હોય જ છે. પરંતુ આ ભય જ્યારે અતિ તીવ્ર સ્વરૂપ ધારણ કરે ત્યારે તે વિકૃત ભીતિ' બને છે. આ વિકૃતિનો ભોગ બનેલ વ્યક્તિ અકારણ કે નજીવા કારણસર વધારેપડતો ભય અનુભવે છે- સતત ભય અનુભવે છે. ભયનું તીવ્ર સ્વરૂપ તેના જીવનનો અને મનનો ભાગ બની જાય છે. પરિણામને તે સમાજ સાથે કે પોતાની જાત સાથે સમાયોજન જાળવવા મટે અક્ષમ બની જાય છે. વિકૃત ભીતિનાં અનેક સ્વરૂપો છે. (3) મનોદબાણ (Obsession): અને કૃતિદબાણ (Compulsion):: મનોસદબાણમાં વિચારોની અનિવાર્યતા હોય છે. વ્યક્તિ પોતે જાગ્રત રીતે ઇચ્છે નહીં છતાં તેના મન પર વિચારોનું સતત દબાણ રહ્યા જ કરે છે. ઇચ્છા વિરુદ્ધ અમુક જાતના વિચારોનું પુનરાવર્તન થાય જ કરે છે. હટાવવા છતાં વિચારો હટતા જ નથી. આ સ્વરૂપની મનોવિકૃતિને મનોદબાણ કહેવામાં આવે છેે. મનોદબાણ જેવી જ બીજી વિકૃતિ કૃતિદબાણ છે. આ વિકૃતિનો ભોગ બનેલ વ્યક્તિ પોતાની ઇચ્છા વિરુદ્ધ અનિવાર્ય સ્વરૂપે કેટલીક વિચિત્ર ક્રિયાઓ કર્યા જ છે. આ ક્રિયાઓ અસંગત અને ક્વચિત હાસ્યાસ્પદ પણ હોય છે. વ્યક્તિ પોતે આ ક્રિયાઓની વ્યર્થતા સમજે છે. પરંતુ તે પોતે રોકવા ઇચ્છે તોપણ તે આ ક્રિયાઓનું વારંવાર થતું પુનરાવર્તન રોકવા અસમર્થ બને છે. કોઇક માનસિક ખેંચાણને કારણે વ્યક્તિની ઇચ્છા વિરુદ્ધ અવશપણે આવી ક્રિયાઓ થયા જ કરે છે. દા.ત. વારંવાર હાથ-પગ ધોવા, તાળું બંધ કરીને તે બંધ થયું કે નહીં તેની વારંવાર ચકાસણી કરવી, વારંવાર પૈસા ગણવા વગેરે. (2) વિષાદ કે ખિન્નતા: વ્યક્તિના જીવનમાં કોઇ દુ:ખદ પરિસ્થિતિ આવે ત્યારે વ્યક્તિ તીવ્ર વિષાદ કે ખિન્નતામાં ડૂબી જાય છે. પ્રિયજનોનું મૃત્યુ, વ્યવસાયમાં ભારે નુકસાન, પ્રેમમાં નિષ્ફળતા, ગંભીર શારીરિક બીમારી, ગંભીર અકસ્માત- આવા કોઇ કારણસર વ્યક્તિના મનમાં વિષાદની વિકૃતિ જન્મી શકે છે. વિષાદનો શિકાર બનેલી વ્યક્તિના જીવનમાં ખિન્નતા, ઉદાસીનતા, નિરાશા, ઉત્સાહહીનતા, અભિરુચિનો અભાવ, બિનઉપયોગિતાની લાગણી, વધારેપડતી ચિંતા, આત્મવિશ્વાસનો અભાવ આદિ લક્ષણો જોવા મળે છે. આધુનિક મનોવિજ્ઞાનની દષ્ટિએ વિષાદનાં કારણો મનમાં અને પરિસ્થિતિમાં એમ બંને સ્થાને છે. પરિસ્થિતિ એવી છે કે વિષાદ ઉત્પન્ન થાય છે અને વ્યક્તિના મનનું બંધારણ એવું છે કે જે કારણે તેવિષાદની વિકૃતિ’નો ભોગ બને છે.

  4. આ વિકૃતિનો ભોગ બનેલા વ્યક્તિ નાના-નજીવા કારણસર પણ ઊંડા વિષાદમાં સરી પડે છે અને અનેક વાર અકારણ વિષાદમાં રહે છે.

  5. (5) હિસ્ટીરિયા (Hysteria):
    તીવ્ર માનસિક સંઘર્ષને કારણે વ્યક્તિત્વના સંગઠનની માત્રા ખૂબ ઘટી જાય છે. વ્યક્તિત્વનું સંગઠન છિન્નભિન્ન થઇ જાય છે. આ વિકૃતિને હિસ્ટીરિયા કહેવામાં આવે છે. હિસ્ટીરિયાને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે.
    (શ) રૂપાંતરિત પ્રતિક્રિયાઓ:
    હિસ્ટીરિયાના આ સ્વરૂપમાં વ્યક્તિની આંતરિક સંઘર્ષ બાહ્ય શારીરિક લક્ષણો દ્વારા પ્રગટ થાય છે. રૂપાંતરિત પ્રતિક્રિયાઓનાં ત્રણ સ્વરૂપો છે:
  • સંવેદનાત્મક લક્ષણો
  • ચેષ્ટાત્મક લક્ષણો
  • આંતરિક-શારીરિક લક્ષણો
    (શશ) વિયોજિત પ્રતિક્રિયાઓ:
    હિસ્ટીરિયાના આ પ્રકારમાં વ્યક્તિના કેટલાક વિશિષ્ટ ગુણો વિચ્છિન્ન થાય છે. વિયોજિત પ્રતિક્રિયાનાં ચાર સ્વરૂપો છે:
  • સ્મૃતિલોપ
  • નિદ્રાભ્રમણ
  • બહુવ્યક્તિત્વ
  • વિસ્મૃતિભ્રમણ
    (શશશ) આંકડી :
    જ્યારે હિસ્ટીરિયા ચરણ સીમાએ પહોંચે ત્યારે આ તૃતીય પ્રકારની હિસ્ટીરિયા અથાત્‌‍ આંકડીની વિકૃતિ પ્રગટે છે. આ વિકૃતિમાં આવેગાત્મક અસ્થિરતા જોવા મળે છે. અકારણ બૂમો પાડવી, અટ્ટાહાસ્ય કરવું, રુદન કરવું- આવાં લક્ષણો જોવા મળે છે.
    બાહ્મ દષ્ટિએ જોઇએ તો આંકડી અને અપસ્મારનાં લક્ષણોમાં સમાનતા જોવા મળે છે. પરંતુ આ બંને વિકૃત્તિઓ ભિન્નભિન્ન છે.
    અપસ્મારમાં તાણ-આંચકી થાય છે. અપસ્મારનો દર્દી ગમે ત્યાં પડી જશે, બેહોશ થઇ જશે. તે પોતાના શરીરને સંભાળી શકશે નહીં. તેમાં દાંત વચ્ચે જીભ આવી જઇ જીભ કપાઇ જવાની ઘટના ઘટી શકે છે; જ્યારે હિસ્ટીરિયાના આ તૃતીય પ્રકાર આંકડીમાં આવું બનતું નથી. દર્દી પોતાના શરીરની સંભાળ રાખી શકે છે.
    (6) કલ્પનાજન્ય માંદગી :
    વસ્તુત: વ્યક્યિના શરીરમાં માંદગી ન હોય છતાં તે તેવી કલ્પનામાં રાચે કે પોતાને કોઇ એક કે અનેક રોગ છે. આ પ્રકારની મનોવિકૃતિને `કલ્પનાજન્ય માંદગી’ કહેવામાં આવે છે.
    આ વિકૃતિના ભોગ બનેલ દર્દી મોટે ભાગે અપચો, પેટમાં દુખાવો, હદય અને ફેફસાંની તકલીફ, પેશાબની તકલીફ, છાતીમાં દુખાવો, માથાનો દુખાવો વગેરે દર્દીની ફરિયાદ કરતાં હોય છે.
    આ બધા કે અન્ય રોગો દર્દીએ માની લીધેલાં અર્થાત્‌‍ કલ્પેલાં દર્દો હોય છે. વસ્તુત: તેને આવું કોઇ દર્દ હોતું નથી. આવાં દર્દીઓ પોતાના રોગની ફરિયાદો કરતાં રહે છે, ચિકિત્સા કરાવે છે અને ખર્ચ પણ કરે છે. પરંતુ તેમને કોઇ રોગ નથી- આ હકીકત તેમને સમજાવી શકાતી નથી.
    (7) મજજાગ્લાનિજન્ય પ્રતિક્રિયાઓ :
    આ વિકૃતિ એક રીતે વિકૃત થાકની બીમારી છે. આ વિકૃત થાકનો દર્દી પોતાને સતત થાકેલો માને છે. વસ્તુત: તેને થાક હોતો નથી, પરંતુ તે માનસિક રીતે પોતાને સતત થાકેલો અનુભવે છે અને સતત થાકની ફરિયાદ કરતો રહે છે.
    નાનુંસરખું કામ કર્યા પછી પણ તે ખૂબ થાકી ગયાની ફરિયાદ કરે છે.
    (8) આઘાતજન્ય મનોવિકૃતિઓ :
    તીવ્ર આઘાતજનક ઘટનાઓમાંથી આ વકૃુત પ્રગટે છે. યુદ્ધ, અકસ્માત, બળાત્કાર, કોમી હુલ્લો, આગ, પૂર, ધરતીકંપ – આવી ઘટનાઓને કારણે વ્યક્તિને તીવ્ર આઘાત લાગે તો તેમાંથી માનસિક વિકૃતિઓ જન્મે છે.
    આવા આઘાતમાંથી વિસ્મરણ, હિસ્ટીરિયા, લકવો, ધ્રુજારી, અસ્પષ્ટ દષ્ટિ, અનિદ્રા આદિ રોગો પ્રગટ થાય છે.
    (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker