તરોતાઝા

યોગ મટાડે મનના રોગ: પ્રાણના પ્રવાહોને સંયમિત અને સુસંવાદી બનાવવા માટે પ્રાણાયામ અમોઘ સાધના

તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ

(ગતાંકથી ચાલુ)
(9) પ્રાણાયામ
બાહ્ય દષ્ટિથી જોઇએ તો પ્રાણાયામ શ્વાસોચ્છવાસની ક્રિયા જણાય છે, પરંતુ વસ્તુત: પ્રાણાયામ પ્રાણસંયમની અને પ્રાણસંયમ દ્વારા ચિત્તસંયમની સાધના છે. શ્વાસ તો પ્રાણનો બહિરંગ છેડો છે.

આ શ્વાસના છેડાને પકડીએ તેના દ્વારા પ્રાણનો સંયમ સિદ્ધ કરીને પ્રાણસંયમ દ્વરા ચિત્તસંયમ સિદ્ધ કરવાની યૌગિક સાધનપ્રક્રિયા છે. પ્રાણાયામ દ્વારા મન:સ્વાસ્થ્યની જાળવણી માટે અને મનના રોગોની ચિકિત્સા માટે કઇ રીતે સહાયતા મળે છે તે આપણે અહીં સંક્ષેપમાં જોઇએ.

(1) આપણે નોંધી ગયા છીએ તે પ્રમાણે પ્રાણના પ્રવાહોની ગતિ ઉચ્છૃંખલ અને વિસંવાદી બને તો ચિત્તનું સ્વાસ્થ્ય જાળવી શકાય નહીં અને પ્રાણના પ્રવાહો સમ અને સુસંવાદી હોય તો ચિત્તનું સ્વાસ્થ્ય જાળવવું સરળ બને છે. પ્રાણના પ્રવાહોને સંયમિત અને સુસંવાદી બનાવવા માટે પ્રાણાયામ અમોઘ સાધના છે. પ્રાણાયામ દ્વારા ચિત્તની સમતા, સંયમ અને શુદ્ધિ સિદ્ધ કરી શકાય છે. તેથી સ્વાભાવિક રીતે જ પ્રાણાયામ માનસચિકિત્સા માટે અને મન:સ્વાસ્થ્યની જાળવણી માટે મૂલ્યવાન સાધન છે.

(2) સર્વવિદિત હકીકત છે કે શ્વાસની ગતિને ચિત્તની અવસ્થા સાથે સંબંધ છે. શ્વાસની ગતિ દ્વારા ચિત્તની ગતિને નિયંત્રિત કરી શકાય છે. શ્વાસ બહારનો છેડો છે અને ચિત્ત અંદરનો છેડો છે. અંદરના છેડાને પકડવાનું કાર્ય દુષ્કર છે, પરંતુ પ્રારંભમાં બહારના છેડાને પકડને તેના દ્વારા અંદરના છેડાને પકડી લેવામાં આવે તો તે રીતે સંયમ સ્થાપિત કરવી સરળ પડે છે. પ્રાણાયામમાં શ્વાસને નિયંત્રિત કરીને તેના દ્વારા ચિત્તને બનાવવામાં આવે છે. શ્વાસને દીર્ઘ, સંયમિત અને નિયમિત બનાવીને ચિત્તને પણ સંયમિત બનાવી શકાય છે. આ રીતે પ્રાણાયામ ચિત્તની શાંતિ અને સ્વાસ્થ્યપ્રાપ્તિ માટે ઉપયોગી બની શકે છે.

(3) વૈફલ્ય, વિશાદ, વિકૃત ચિંતા, વિકૃત ભીતિ આદિ મનોવિકૃતિઓમાં મનોરોગી શક્તિહીન બની જાય છે. યોગવિદ્યા પ્રમાણે આ પ્રકારની શક્તિહીનતાનું કારણ પ્રાણની મંદતા કે શિથિલતા છે. વળી પ્રાણની મંદગતિ અને નિમ્નગતિ પણ આ શક્તિહીનતા અને તજજન્ય અને વિકૃતિઓનું કારણ હોય છે. પ્રાણ જો બળવાન, તેજસ્વી, ગતિમાન અને ઊર્ધ્વમુખી બને તો ચિત્તની અનેક સમસ્યાઓનું નિરાકરણ મળી શકે તેમ છે. પ્રાણાયામ દ્વારા પ્રાણને બળવાન, તેજસ્વી અને ઊર્ધ્વમુખી બનાવી શકાય છે. આમ થવાથી પ્રાણની શક્તિહીનતા સાથે સંબંધિત અનેક મનોવિકૃતિઓના નિરાકરણમાં સહાયતા મળે છે.

(4) કામ, ક્રોધ, હિંસાખોરી આદિ અશુદ્ધિઓના પાયામાં પણ પ્રાણની સંયમહીનતા જવાબદાર હોય છે. પ્રાણાયામના અભ્યાસથી પ્રાણ સંયમિત બને છે. પ્રાણાયામના અભ્યાસથી પ્રાણ પર સાધકનું નિયંત્રણ સિદ્ધ થાય છે. આમ થવાની ચિત્ત કામ, ક્રોધ આદિ ઉચ્છૃંખલ વ્યાપારો પર સંયમ સ્થાપિત થાય છે અને લાંબા ગાળે મન:સ્વાસ્થ્યની જાળવણીમાં સહાયતા
મળે છે.

(5) યોગવિદ્યામાં પ્રાણાયમને દોષઘ્ન ગણાવમાં આવે છે. આવો પ્ળઞળપળનળટ્ર ડવજ્ઞટ્ર ડળજ્ઞરળણ્ર-આવો યોગવિદ્યાનો આદેશ છે. પ્રાણાયામ દ્વારા શરીર અને મન – બંનેના દોષોનો નાશ થાય છે તેવો યોગશાસ્ત્રનો સિદ્ધાંત છે અને અને યોગીઓનો એવો અનુભવ પણ છે. પ્રાણાયામ દ્વારા ચિત્ત અને શરીરના દોષો કઇ રીતે બળી જાય છે તેની સમગ્ર પ્રક્રિયા આપણે જાણતા નથી. પ્રાણાયામ દ્વારા શરીર-મનમાં ઘટતી ઘણી પ્રક્રિયાઓ આજ સુધી અગમ્ય રહી છે, છતાં પ્રાણાયામ દ્વારા શરીર-મનના દોષો બળી જાય છે તે હકીકત યોગવિદ્યા અને યોગીઓ દ્વારા સ્વીકૃત થયેલી છે.
આમ પ્રાણાયામથી ચિત્તના અનેક દોષોનો ક્ષય થાય જ છે અને તે રીતે પ્રાણાયામ એક ઉત્તમ માનસચિકિત્સા પદ્ધતિ છે. તેમ નિશ્ચયાત્મક રીતે કહી શકાય છે.

(6) પ્રાણાયામના વિધિવત્‌‍ અને દીર્ઘ અભ્યાસ દ્વારા ચિત્તાવૃત્તિઓનો નિરોધ થાય છે અને અભ્યાસીનો ધ્યાનમાં પ્રવેશ થાય છે. એક વાર જો વ્યક્તિનો ધ્યાનમાં પ્રવેશ થાય, જેને એક વાર ચિત્તની વૃત્તિ મુક્ત અવસ્થાનો અનુભવ થાય, જે વ્યક્તિ મનસાતીત ભૂમિકામાં થોડોઘણો પણ પ્રવેશ પામે તેના ચિત્તનું સ્વરૂપ નિશ્ચિતપણે બદલાઇ જાય છે. જેને
મનસાતીત અવસ્થાનો અણસાર મળ્યો તેના ચિત્તમાં અશુદ્ધિઓ અને વિકૃતિઓ ટકી શકે નહીં.
આ રીતે મનસાતીત ભૂમિકામાં પ્રવેશ કરાવીને પણ પ્રાણાયામ મન:સ્વાસ્થ્યની પ્રાપ્તિ અને જાળવણી માટે મૂલ્યવાન સહાય પ્રદાન કરી શકે તેમ છે.

(10) શોધનકર્મ:
પ્રાણાયામના અનેક પ્રકારો છે. વ્યકિતને અનુરૂપ પ્રકાર આપી શકાય છે. જેમ આયુર્વેદમાં પંચકર્મ છે, તેમ યોગમાં શોધનકર્મ છે. નૈતિ, ધૌતિ, બસ્તિ, કપાલભાવિ, ત્રાટક અને નૌલિ-આ યૌગિક શોધનકર્મ કે ષટ્કર્મ છે. ત્રિદોષજન્ય મનોરોગોને દૂર કરવામાં યૌગિક શોધનકર્મ સહાય કરી શકે તેમ છે. હિસ્ટીરિયા, મનોમૂર્છા આદિ રોગોમાં બસ્તિ દ્વારા લાભ થઇ શકે તેમ છે. બૌદ્ધિક મંદતામાં કફજન્ય વિકૃતિ પણ એક પરિબળ છે. કપાલભાવિ, ધૌતિ આદિ કર્મો દ્વારા કફજન્ય વિકૃતિ દૂર કરીને અમુક સ્વરૂપની બૌદ્ધિક મંદતા અમુક અંશે દૂર કરી શકાય છે. ત્રાટકના અભ્યાસ દ્વારા મનોવિરેચન થાય છે અને તે રીતે મનની ગ્રંથિઓ અને આવેગોને હળવા બનાવવામાં ત્રાટકનો અભ્યાસ ઉપયોગી થઇ શકે તેમ છે.

ત્રિદોષના સિદ્ધાંત પ્રમાણે મનોરોગને સામાન્યત: વાતરોગો ગણવામાં આવે છે. વાતના પ્રકોપને શાંત કરવા માટે બસ્તિ સમર્થ સાધન છે. આમ બસ્તિના પ્રયોગ દ્વારા મનોરોગોને દૂર કરવામાં સહાય મેળવી શકાય તેમ છે.
શોધનકર્મો દ્વારા મનોરોગોને સર્વથા દૂર કરી શકાય તેવો દાવો નથી, પરંતુ શોધનકર્મો દ્વારા પણ મનોરોગોની ચિકિત્સામાં સહાય મળી શકે તેમ છે. (ક્રમશ:)

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker