તરોતાઝા

શ્વાસની સમસ્યા સર્જતા અસ્થમાને ઓળખીએ (3)

સ્વાસ્થ્ય – રાજેશ યાજ્ઞિક

આપણે શ્વાસની સમસ્યા સર્જતા અસ્થમા વિશે જાણી રહ્યા છીએ. આ શૃંખલામાં આજે આપણે જાણીશું અસ્થમાનું નિદાન કઈ રીતે થાય છે અને તેને માટે સામાન્ય ઘરગથ્થુ ઉપચારો જે તમને રાહત આપી શકે છે.


કોઈપણ રોગ માટે કયા પ્રકારની તપાસની જરૂર છે અને શું ઉપચાર કરવા જોઈએ તેની ચોક્કસ જાણકારી આપણને આપણા ડૉક્ટર જ આપી શકે. માટે નાની કે મોટી કોઈપણ બીમારીમાં આપણે પોતે પોતાના ડૉક્ટર બનાવની કોશિશ કરવી ન જોઈએ. અહીં આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ તે રોગ વિશે આપણને માહિતી મળે અને જો આપણે તેમાંથી કોઈ લક્ષણો ધરાવતા હોઈએ તો સત્વરે ડૉક્ટર પાસે જવાની પ્રેરણા મળે એ જ ઉદ્દેશ્ય હોય છે.
અસ્થમાની તપાસ કેવી રીતે થાય છે?
અસ્થમાની તપાસ માટે શારીરિક પરીક્ષણ, ફેફસાંની કાર્યક્ષમતાની તપાસ અને કેટલીક અન્ય તપાસ કરવામાં આવે છે, જેમકે એલર્જી ટેસ્ટ અને કેટલાક ઇમેજિંગ ટેસ્ટ.


શારીરિક પરીક્ષણ
કેટલીક સંભાવનાઓ, જેમકે શ્વસનને લગતા ચેપ અથવા સીઓપીડી, વગેરે પર નિયંત્રણ માટે ડૉક્ટર તમારી શારીરિક તપાસ કરી શકે છે. આ પરીક્ષણમાં ડૉક્ટર તમને તમારા રોગના સંકેતો અને લક્ષણો વિશે અને અન્ય આરોગ્યને લગતી સમસ્યાઓ વિશે પ્રશ્નો કરી શકે છે.
ફેફસાંની તપાસ કરવા માટેનાં પરીક્ષણ
તમારા ફેફસાંની કાર્યક્ષમતાને માપવા માટે તેનું પરીક્ષણ કરાવવું પડી શકે, જેથી એ નક્કી કરી શકાય કે જ્યારે તમે શ્વાસ લો છો, ત્યારે કેટલો વાયુ તમારા ફેફસાંમાં પહોંચે છે. તેમાં સામે પરીક્ષણો, સ્પાયરોમેટ્રી – તેમાં ઊંડા શ્વાસ લેતી વખતે એ જોવાય છે કે તમે કેટલી ઝડપથી શ્વાસ લઇ શકો છો અને છોડી શકો છો. આ પરીક્ષણથી બ્રોન્કિયલ ટ્યુબ્સના સંકોચનનું અનુમાન લડાવી શકાય છે.
પીક ફ્લો- પીક ફ્લો એક સામાન્ય મિત્ર હોય છે, જે નક્કી કરી શકે છે કે તમે કેટલી ત્વરાથી શ્વાસ લઇ શકો છો. સામાન્ય સ્તર કરતા ઓછું પીક ફ્લો રીડિગ એ બતાવે છે કે તમારા ફેફસાં યોગ્ય રીતે કામ નથી કરી રહ્યાં, જેના કારણે અસ્થમા ગંભીર બની શકે છે. ડૉક્ટર તમને એ બાબતમાં માર્ગદર્શન આપી શકે કે નીચા પીક ફ્લોને કઈ રીતે સામાન્ય સ્તર પર લાવી શકાય.
ફેફસાંનું કાર્ય પરીક્ષણ – આ પરીક્ષણ મોટેભાગે બ્રોકોડાયલેટર દવાઓ લેતા પહેલા અને પછી કરવામાં આવે છે. જો બ્રોકોડાયલેટર લેવાથી ફેફસાંની કામગીરીમાં સુધાર જોવા મળે, તો તેનો અર્થ છે કે તમને અસ્થમા હોઈ શકે છે.

અતિરિક્ત પરીક્ષણો
અસ્થમા નિદાન માટે કરવામાં આવતા અન્ય અતિરિક્ત પરીક્ષણો નીચે મુજબ છે.
મેથોકોલીન ચેલેન્જ – મેથોકોલીનને અસ્થમા થવાના મુખ્ય કારણોમાંનું એક માનવામાં આવે છે. તે નાકના વાયુમાર્ગને હળવેથી કસીને સંકુચિત કરી નાખે છે. જો તમારું શરીર મેથોકોલીન પર પ્રતિક્રિયા આપે, તો તમને અસ્થમા હોવાની સંભાવના છે. જો તમારા ફેફસાંના શરૂઆતના પરીક્ષણો સામાન્ય
રહ્યાં હોય તો પણ આ ટેસ્ટ કરવામાં આવી
શકે છે.
નાઇટ્રિક ઓક્સાઇડ ટેસ્ટ – આ પરીક્ષણ દરેક જગ્યાએ ઉપલબ્ધ નથી હોતું. આ પરીક્ષણનો હેતુ શ્વાસમાં રહેલા નાઇટ્રિક ઓક્સાઇડ ગેસની માત્રા માપવાનો છે. તમાં નાઈટ્રિક ઓક્સાઇડનું સ્તર સામાન્ય કરતા વધુ હોય તો
તમારા નાકનો વાયુમાર્ગ ચેપગ્રસ્ત હોઈ શકે છે, જે અસ્થમા હોવાનો સંકેત છે.
ઇમેજિંગ ટેસ્ટ – ફેફસાં અથવા સાઈનસનો એક હાઈ-રિઝોલ્યુશન સીટી સ્કેન અને છાતીનો એક્સરે કરાવીને કોઈપણ અસામાન્યતાની ઓળખ કરી શકાય છે. આ રોગો (જેમકે કોઈ ચેપ વગેરે) શ્વાસ લેવામાં મુશ્કેલી પેદા કરી શકે છે અને અન્ય સમસ્યાઓ વધારી શકે છે.

એલર્જી ટેસ્ટ – એલર્જી ટેસ્ટમાં લોહીનું પરીક્ષણ અને ત્વચાનું પરીક્ષણ વગેરે શામેલ હોય છે. આ ટેસ્ટની મદદથી એલર્જીની ઓળખ થઇ શકે છ, જેમકે પાળેલા જાનવરોથી એલર્જી, ધૂળ, ફૂગ અથવા ભેજથી એલર્જી વગેરેનું પરીક્ષણ કરવું. જો જરૂરી હોય તો એલર્જીના કારણની તપાસ કરી શકાય છે, જેને માટે `એલર્જન ઇમ્યુનોથેરેપી’ની મદદ લેવાની સલાહ અપાય છે.
સ્પ્યુટમ ઇયોસિનોફિલ્સ – આ પરીક્ષણમાં દર્દીની ઉધરસ વખતે નીકળતા લાળ અને થૂંક (સ્પ્યુટમ)માં મિશ્રિત કેટલીક સફેદ રક્તકોશિકાઓ (ઇયોસિનોફિલ્સ)ની તપાસ કરવામાં આવે છે. જ્યારે અસ્થમાનાં લક્ષણો વિકસિત થવા લાગે છે, તે દરમિયાન સફેદ રક્ત કોશિકાઓ દર્દીના થૂંકમાં હાજર હોય છે, અને તેમાં ગુલની રંગની ડાઈ(ઇયોસિન) જેવી દેખાય છે.
વ્યાયામ અને અસ્થમાયુક્ત શરદી માટે પ્રોવોકેટિવ ટેસ્ટ – આ પરીક્ષણમાં કોઈ સ્ફૂર્તીલી શારીરિક ગતિવિધિઓ કર્યા પહેલા અને પછી ડૉક્ટર તમારા વાયુમાર્ગના અવરોધોને માપીને તપાસ કરે છે. તે ઉપરાંત ઠંડી હવામાં શ્વાસ લેતા પહેલા અને પછી પણ અવરોધિત વાયુમાર્ગની તપાસ ડૉક્ટર કરી
શકે છે.


જ્યારે અસ્થમાની સારવાર ચાલી રહી હોય ત્યારે તેની સાથે યોગ્ય ડાયટ પ્લાનનું પાલન
કરવામાં આવે તેવી અપેક્ષા ડૉક્ટર રાખી શકે છે, જેથી ઉપચારની અસર વહેલી થાય અને વધુ અસરકારક થાય. જેની ચર્ચા આપણે આગળના લેખમાં કરીશું. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button