તરોતાઝા

શ્વાસની સમસ્યા સર્જતા અસ્થમાને ઓળખીએ…

સ્વાસ્થ્ય – રાજેશ યાજ્ઞિક

(ભાગ-2)
ગયા અંકમાં આપણે અસ્થમાના પ્રકાર અને તેનાં કારણો વિશે જાણ્યું, પરંતુ મહત્ત્વનું એ છે કે આપણે જેનાથી પીડાઈ રહ્યા છીએ તે અસ્થમા છે તેની ઓળખ પણ થવી જોઈએ. ઘણીવાર સામાન્ય ઉધરસ કે શરદીને કારણે શ્વસનમાં તકલીફ છે એમ સમજીને આપણે તેને ધ્યાનમાં નથી લેતા, પણ આપણે જેની ચર્ચા કરી એ લક્ષણો નિયમિત રૂપે અથવા સમયાંતરે પણ દેખાતા હોય તો બહેતર છે કે આપણે ડોક્ટરની સલાહ લઈને તેનો યોગ્ય ઉપચાર કરાવીએ.
અસ્થમાનાં લક્ષણ
અસ્થમાનાં સામાન્ય લક્ષણો આ મુજબ છે….
ક કફ સાથે ઉધરસ અથવા સૂકી ઉધરસ.
ક છાતીમાં જકડાઈ જવાની લાગણી.
ક શ્વાસ લેવામાં તકલીફ.
ક શ્વાસ લેતી વખતે ઘરઘરાટીનો અવાજ.
ક રાત્રે અથવા વહેલી સવારે સ્થિતિ
વધુ ગંભીર બને છે.
ક ઠંડી હવામાં શ્વાસ લેવાથી સ્થિતિ ગંભીર બની જાય છે.
ક કસરત દરમિયાન સ્વાસ્થ્ય બગડે છે.
ક ભારે શ્વાસના કારણે વ્યક્તિ થાક અનુભવે છે.
ગંભીર પરિસ્થિતિઓમાં, ઊલટી થવાની સંભાવના પણ વધે છે.
અસ્થમાના ટ્રિગર્સ-એ કઈ રીતે-કયા કારણસર વકરે છે ?
અસ્થમાને કારણે લોકો (પુખ્ત વયના અને બાળકો બંને)ને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થાય છે અથવા અસ્થમાનાં લક્ષણોમાં વધારો થાય છે.
1) એલર્જી: એલર્જી એ અસ્થમાના હુમલાના મુખ્ય કારણોમાંનું એક છે. એલર્જન એ એવા પદાર્થો છે, જે તમારા શરીરમાં એલજીર્ક પ્રતિક્રિયા પેદા કરે છે, જ્યારે તમારી રોગપ્રતિકારકશક્તિ વિદેશી વસ્તુઓ સામે લડવાનો પ્રયાસ કરે છે, જે નુકસાન પહોંચાડી શકે છે. એલર્જી સામાન્ય રીતે તમે જે હવામાં શ્વાસ લો છો તેમાં હાજર હોય છે. તમારે આ જાણીતા અસ્થમા-ટ્રિગરિગ એલર્જનને ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ –
પરાગ-ધૂળના કણ-મોલ્ડ કણ
ઉંદર અથવા વાંદા દ્વારા છોડવામાં આવેલાં મળ કે તમારા પાળેલા કૂતરા અથવા બિલાડીની ફર-ંવાટી…
2) હવામાં હાજર બળતરા પેદા કરતા તત્વો જે પદાર્થો ખંજવાળનું કારણ બને છે તે એલર્જનથી અલગ છે. એ એલજીર્ક પ્રતિક્રિયા પેદા કરતા નથી તેમ છતાં તે અસ્થમાના હુમલાને ઉત્તેજિત કરી શકે છે, કારણ કે એ અસ્થમાથી પીડિત વ્યક્તિની સંવેદનશીલ વાયુમાર્ગને ઉત્તેજિત કરે છે.
અહીં કેટલીક ખતરનાક સમસ્યાઓ દર્શાવી છે …
ધુમ્મસ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, ઓઝોન, રજકણ વગેરે જેવા વાયુ પ્રદૂષકો…સિગારેટનો ધુમાડો…
રસોઈ દરમિયાન ઉત્પન્ન થતો ગૅસ અને ધુમાડો, ખાસ કરીને ગ્રિલિંગ દરમિયાન… પેઈન્ટ, પેટ્રોલ અથવા પરફ્યુમમાંથી આવતી તીવ્ર ગંધ…
આ બધા પણ પુખ્તવયના લોકોમાં પેદા કરતાં અસ્થમાના કારણ છે…
3) કાર્યસ્થળ: તમારાં કાર્યસ્થળ પર ધૂળ, રસાયણો, અનાજના કણો, લાકડા અથવા અન્ય સમાન તકલીફોના સંપર્કમાં આવી શકો છો અને આના લાંબા સમય માટે સંપર્કમાં રહેવાથી અસ્થમાનો હુમલો થઈ શકે છે. આપણે પહેલા જોઈ ગયા તેમ, આને `ઓક્યુપેશનલ અસ્થમા’ કહે છે.
4) શ્વસન સમસ્યાઓ: જો તમને શ્વનતંત્રમાં ચેપ લાગે તો તે અસ્થમાના હુમલાને ઉત્તેજિત કરી શકે છે. કેટલીક વસ્તુ જેનાથી બચવું જોઈએ તે છે. તાવ-સામાન્ય ઉધરસ અને શરદી-સાઇનસ ચેપ અને ન્યૂમોનિયા…
વ્યાયામ પછી તમે વધુ ઝડપથી શ્વાસ લેવા લાગો છો, જે અસ્થમાનું સામાન્ય ટ્રિગર છે. શારીરિક પ્રવૃત્તિ શ્વાસનળીની નળીઓને સંકુચિત કરી શકે છે અને કસરત કર્યાની મિનિટોમાં લક્ષણ દેખાશે. આને કસરત-પ્રેરિત અસ્થમાનો હુમલો કહેવામાં આવે છે. તમારે શિખવાની જરૂર છે કે તમે તમારા અસ્થમાને વધાર્યા વિના કેટલી કસરત કરી શકો છો, જેથી તમારે કસરત છોડવી ન પડે, જે તમારા સ્વાસ્થ્ય માટે મહત્ત્વપૂર્ણ છે.
5) હવામાન: અમુક પ્રકારના હવામાન અસ્થમાને વધુ ખરાબ કરી શકે છે. કડક ઠંડો પવન, ઉચ્ચ ભેજ અને ભેજવાળું વાતાવરણ અસ્થમાના હુમલાને ઉત્તેજિત કરી શકે છે.
6) તીવ્ર લાગણી: તમારી લાગણીઓને કાબૂમાં ન રાખવાથી અસ્થમાનો હુમલો થઈ શકે છે. તમે તીવ્ર લાગણીઓ અનુભવો ત્યારે તમારા હૃદયના ધબકારા અને શ્વાસની ગતિ વધે છે અને જો તમારા ફેફસાં પરિવર્તનનો સામનો કરવામાં સક્ષમ ન હોય તો તમે શ્વાસ લેતી વખતે ઘરઘરાટી અને હાંફવા લાગશો.
તમારે જે લાગણ અને પરિણામી જે ક્રિયાઓ ઘટાડવાનો પ્રયાસ કરવો જોઈએ, જેમકે…
ગુસ્સો-ઉત્તેજના-ભય-નર્વસનેસ-રડવું-હસવું-ચીસો પાડવી…
7) કેટલીક દવા: કેટલીક દવાઓ અસ્થમાના હુમલાને ઉત્તેજિત કરી શકે છે. આવા કિસ્સામાં, ડૉક્ટર અવેજી દવા આપશે.
8) આરોગ્યની સ્થિતિ: અમુક સ્વાસ્થ્ય સ્થિતિ ફક્ત તમારા અસ્થમાને ઉત્તેજિત કરશે જ નહીં, પરંતુ તેને વધારે છે. જેમકે, સ્લીપ એપનિયા…દીર્ઘકાલીન અવરોધાત્મક ફેફસાંના રોગ… અન્નનળીમાં ખોરાકનું રિફ્લક્સ… નાસિકા પ્રદાહ (રહાઇનાઇટીસ)…
સાઇનસાઇટિસ…સ્થૂળતા… નાકમાં પોલિપ્સ…
સો વાતની એક વાત, લક્ષણોને વહેલાસર ઓળખીને તમે અસ્થમાના હુમલાને અટકાવી શકો છો અથવા તેને વધુ ખરાબ થતા રોકી શકો છો. તીવ્ર અસ્થમાનો હુમલો જોખમની અને જીવલેણ બની શકે છે. (સંપૂર્ણ)ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા