તરોતાઝા

દુનિયા છે લસણની દીવાની, લસણ વિના જગ સૂના સૂના લાગે રે …

સ્વાસ્થ્ય – રેખા દેશરાજ

ભારત અને ચીનની ખૂબ જ પરંપરાગત, પારિવારિક અને સદીઓ જૂની વાનગીઓ હોય કે પછી આધુનિક મશીન દ્વારા બનાવવામાં આવેલ નાસ્તો કે યુરોપ અને અમેરિકાના મુખ્ય કોર્સ ફૂડ. લસણનો મહિમા બધે જ દેખાય છે. લસણ જેટલી માંગ વિશ્વમાં ભાગ્યે જ કોઈ અન્ય મસાલા અથવા વનસ્પતિની છે. હકીકતમાં, લસણને પ્રકૃતિમાં જોવા મળતા સૌથી મૂલ્યવાન ખોરાકમાંનું એક માનવામાં આવે છે. વિશ્વની દરેક સભ્યતા અને સંસ્કૃતિમાં લસણના વખાણ પોતપોતાની રીતે કરવામાં આવ્યા છે અને આ બધા વખાણ તેના ફાયદા તપાસ્યા પછી જ કરવામાં આવ્યા છે. એક તરફ, લસણ હજારો વાનગીઓમાં ઉપયોગમાં લેવાતી સૌથી મહત્ત્વપૂર્ણ અને સુગંધિત વનસ્પતિ છે, તો બીજી તરફ તે હજારો રોગોની દવા તરીકે પણ કામ કરે છે. આ જ કારણ છે કે એવો કોઈ દેશ નથી કે એવી કોઈ સંસ્કૃતિ નથી, જ્યાં લસણ ખાવાની સેંકડો પરંપરાઓ નથી અને તે બધામાં લસણના ફાયદાનો ઉલ્લેખ ન થયો હોય.
શા માટે તે ખૂબ મહત્ત્વનું છે?
લસણ એટલું મહત્ત્વનું છે કારણ કે તેમાં એલિસિન નામનું તત્ત્વ હોય છે, જે તેને તીવ્ર ગંધ અને તીખો સ્વાદ આપે છે. લસણમાં અનેક પોષક તત્ત્વો એકસાથે મળી આવે છે. ઉદાહરણ તરીકે, મેંગેનીઝ, સેલેનિયમ, વિટામિન સી, વિટામિન બી, એન્ટીઑકિસડન્ટો, ખનિજો અને સલ્ફર સંયોજનો ઉપરાંત, એન્ઝોઇન અને એલીન સંયોજનો પણ લસણમાં જોવા મળે છે, જે તેને અસરકારક દવામાં ફેરવે છે. લસણમાં ચેપ દૂર કરવાની અદભુત ક્ષમતા હોય છે. આ ઉપરાંત, તેનો તીખો અને કડવો સ્વાદ મનુષ્યની સ્વાદ ગ્રંથિને ખૂબ જ પસંદ છે.
લસણ એ ભારત અને ચીન જેવા પરંપરાગત દેશોમાં સૌથી પ્રાચીન વાનગીઓના સ્વાદનું રહસ્ય છે, તો બીજી તરફ આધુનિક યુરોપિયન ભોજન પણ તેના વિના અધૂં છે. માખણમાં લસણ ઉમેરીને યુરોપમાં સેંકડો અદ્ભુત સ્વાદ વિકસાવવામાં આવ્યા છે. ગાર્લિક બ્રેડ પણ ઓછામાં ઓછી સો અલગ અલગ રીતે બનતા હશે અને દરેકનો સ્વાદ અન્ય કરતાં વધુ સ્વાદિષ્ટ અને આત્માને તૃપ્ત કરનારો હોય છે. યુરોપમાં લસણની મદદથી સેંકડો પ્રકારના સોસેજ વિકસાવવામાં આવ્યા છે, જે વિવિધ માંસની વાનગીઓને અવિસ્મરણીય સ્વાદથી ભરે છે. બીજી તરફ, જાપાન અને ભારત જેવા દેશોમાં જ્યાં મોટી સંખ્યામાં લોકો શાકાહાર પસંદ કરે છે, ત્યાં લસણની મદદથી અવિસ્મરણીય સ્વાદથી ભરપૂર હજારો વાનગીઓ વિકસાવવામાં આવી છે. આ ફ્યુઝન પરંપરા રાંધણકળામાં વિકસી છે. તેના મૂળમાં લસણનો તીખો અને ખૂબ જ આકર્ષક સ્વાદ રહેલો છે. પાસ્તાને અગર આટલા સ્વાદિષ્ટ માનવામાં આવે છે તેનું કારણ ફક્ત લસણનો આકર્ષક અને સુગંધિત સ્વાદ છે.
દવા તરીકે લસણ
એક તરફ, લસણ ખોરાકને ખૂબ જ આકર્ષક અને ખૂબ જ પ્રિય બનાવે છે, તો બીજી તરફ, તે તેના એન્ટિસેપ્ટિક, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઈન્ફ્લેમેટ્રી ગુણધર્મોને કારણે તે દવાની ખાણ છે. આયુર્વેદમાં તેને દવાઓનો રાજા માનવામાં આવે છે. આયુર્વેદમાં ઘણી વખત અને ઘણી રીતે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લસણ આપણને કફ અને શરદીથી બચાવે છે. હૃદયની તંદુરસ્તી જાળવી રાખે છે. મગજની કામગીરીમાં સુધારો કરે છે. પાચન સુધારે છે. રોગપ્રતિકારક શક્તિ વધારે છે. બ્લડ શુગર કંટ્રોલ કરે છે. ત્વચામાં ચમક અને તાજગી લાવે છે. કેન્સર અને અલ્સરથી આપણને બચાવે છે. આંતરડામાં માઇક્રોબાયલ ચેપ અને પરોપજીવીઓને મારી નાખે છે અને કોલાઇટિસ અને અન્ય જઠરાંત્રિય રોગોને અટકાવે છે. દરરોજ સવારે ઊઠીને 2 થી 3 કાચા લસણની કળી ખાવાના અદ્ભુત ફાયદાઓ સમગ્ર વિશ્વમાં નોંધવામાં
આવ્યા છે.
લસણ ઉત્પાદન
સમગ્ર વિશ્વમાં લસણની ખૂબ માંગ છે. વર્ષ 2021માં 2 કરોડ 80 લાખ ટન લસણનું ઉત્પાદન થયું હતું. પરંતુ આ સમગ્ર ઉત્પાદનમાંથી લગભગ 84 ટકા ચીન અને ભારતનું હતું. જ્યારે ચીન વિશ્વના કુલ લસણ ઉત્પાદનમાં લગભગ 73 ટકા ઉત્પાદન કરે છે, જ્યારે ભારતનો હિસ્સો 10.5
ટકા છે.
વર્ષ 2021માં 1.66 લાખ હેક્ટર ખેતીની જમીનમાં લસણની ખેતી કરવામાં આવી હતી, જેના કારણે 8 લાખ 34 હજાર ટન લસણનું ઉત્પાદન થયું હતું. વિશ્વના અન્ય લસણ ઉત્પાદક દેશો દક્ષિણ કોરિયા, ઇજિપ્ત અને રશિયા છે. 150 થી 180 દિવસમાં પૂર્ણ થતી લસણની ખેતી માટે ભારત અને ચીન સૌથી યોગ્ય આબોહવા ધરાવતા દેશો છે, પરંતુ ભારતમાં પાકનો સંગ્રહ અને રક્ષણ કરવામાં અસમર્થતાને કારણે લસણનું ઉત્પાદન ચીનના ખેડૂતો જેટલું નફાકારક નથી. પરંતુ તે લસણની અપાર લોકપ્રિયતા અને તેના ઔષધીય ગુણોનું પરિણામ છે કે ભારતની પરંપરાગત વૈદિક સંસ્કૃતિમાં લસણ ખાવાનું યોગ્ય માનવામાં આવતું ન હોવા છતાં, ભારતમાં લસણનો વપરાશ ખૂબ જ વધારે છે. જે ચોક્કસપણે લસણનું મહત્ત્વ દર્શાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button